આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ફાઇલ ઍપમાં ફાઇલ અને ફોલ્ડરમાં ફેરફાર કરો

ફાઇલ ઍપમાં તમે ફોલ્ડરમાં ડૉક્યુમૅન્ટ, ઇમેજ અને અન્ય ફાઇલને ઑર્ગનાઇઝ કરી શકો છો.

ફોલ્ડર બનાવવા માટે

  1. તમારા iPhoneમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. લોકેશન અથવા પ્રવર્તમાન ફોલ્ડર ખોલો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો પછી “નવું ફોલ્ડર” પર ટૅપ કરો.

    નોટ : જો તમને “નવું ફોલ્ડર” દેખાતું નથી તો તમે તે લોકેશનમાં ફોલ્ડર બનાવી શકતા નથી.

ફાઇલ અથવા ફોલ્ડરમાં નામ બદલવા, કંપ્રેસ કરવા અને અન્ય ફેરફારો કરવા માટે

  1. તમારા iPhoneમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. લોકેશન અથવા પ્રવર્તમાન ફોલ્ડર ખોલો.

  3. ફાઇલ અથવા ફોલ્ડરને ટચ કરીને હોલ્ડ કરો અને પછી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો : કૉપિ કરો, મુવ કરો, નામ બદલો, કંપ્રેસ કરો, ડ્યૂપ્લિકેટ કરો અથવા ડિલીટ કરો.

એક જ સમયે ઘણી ફાઇલ અથવા ફોલ્ડરમાં ફેરફાર કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો, “સિલેક્ટ કરો” પર ટૅપ કરો, તમે જે ફાઇલ અથવા ફોલ્ડરમાં ફેરફાર કરવા માંગો છો તેને સિલેક્ટ કરવા માટે ટૅપ કરો પછી સ્ક્રીનમાં નીચે વિકલ્પ (દાખલા તરીકે શેર કરો, મુવ કરો, ડિલીટ કરો) પર ટૅપ કરો.

નોટ : તમે સિલેક્ટ કરેલી આઇટમના આધારે અમુક વિકલ્પ કદાચ ઉપલબ્ધ ન હોઈ શકે; ઉદાહરણ તરીકે તમે ઍપ લાઇબ્રેરી (ઍપના નામ સાથે લેબલ કરેલું ફોલ્ડર) ડિલીટ અથવા મુવ કરી શકતા નથી.

ફાઇલ અથવા ફોલ્ડર ઝિપ અથવા અનઝિપ કરો

તમારા iPhoneમાં ફાઇલ અથવા ફોલ્ડર ઓછી સ્ટોરેજ સ્પેસ લે તે માટે તેને ઝિપ કરીને કંપ્રેસ કરી શકો છો. તમે કંપ્રેસ કરેલી ફાઇલ અથવા ફોલ્ડરને અનઝિપ પણ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. તમે જે ફાઇલ અથવા ફોલ્ડરને ઝિપ કરવા માંગો છો તેને ટચ કરીને હોલ્ડ કરો પછી કંપ્રેસ પર ટૅપ કરો.

કંપ્રેસ કરેલી ફાઇલ અથવા ફોલ્ડરને અનઝિપ કરવા માટે તેને ટચ કરીને હોલ્ડ કરો પછી “અનકંપ્રેસ કરો” પર ટૅપ કરો.

ફાઇલ અથવા ફોલ્ડરને ટૅગ કરવા માટે

  1. તમારા iPhoneમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. લોકેશન અથવા પ્રવર્તમાન ફોલ્ડર ખોલો.

  3. ફાઇલ અથવા ફોલ્ડરને ટચ કરીને હોલ્ડ કરો અને “ટૅગ” પર ટૅપ કરો પછી એક અથવા વધુ ટૅગ પર ટૅપ કરો.

  4. “પૂર્ણ” પર ટૅપ કરો.

ટૅગ કરેલી આઇટમ શોધવા માટે “બ્રાઉઝ” પર ટૅપ કરો પછી ટૅગની નીચેની આઇટમ પર ટૅપ કરો.

ટૅગને કાઢી નાખવા માટે તેને ફરી ટૅપ કરો.

ફોલ્ડરને મનપસંદ તરીકે અંકિત કરવા માટે

  1. તમારા iPhoneમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. લોકેશન ખોલો અને ફોલ્ડરને ટચ કરીને હોલ્ડ કરો પછી “મનપસંદ” પર ટૅપ કરો.

મનપસંદને શોધવા માટે “બ્રાઉઝ” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.