આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર ફોટો અથવા વીડિયોને ડ્યૂપ્લિકેટ કરો અને કૉપિ કરો

iPhoneમાં ફોટોસ ઍપમાં તમે અસલ વર્ઝનને સાચવી રાખીને ફોટો અથવા વીડિયોને ડ્યૂપ્લિકેટ કરી શકો છો. તમે ફોટોની કૉપિ પણ કરી શકો છો પછી તેને ઇમેલ, ટેક્સ્ટ મેસેજ અથવા પ્રેઝંટેશન જેવા બીજા ડૉક્યુમૅન્ટમાં પેસ્ટ કરી શકો છો.

ફોટો અથવા વીડિયો ડ્યૂપ્લિકેટ કરો

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. ફોટો અથવા વીડિયો ખોલો પછી “વધુ” બટન પર ટૅપ કરો.

  3. ડ્યૂપ્લિકેટ પર ટૅપ કરો.

    તમારી લાઇબ્રેરીમાં અસલની બાજુમાં ડ્યૂપ્લિકેટ કૉપિ દેખાય છે.

ફોટો કૉપિ કરો

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. ફોટો ખોલો અને પછી “વધુ” બટન પર ટૅપ કરો.

  3. કૉપિ કરો પર ટૅપ કરો અને પછી ફોટોને બીજા ડૉક્યુમૅન્ટમાં પેસ્ટ કરો.

ઘણા ફોટો અથવા વીડિયો કૉપિ કરો

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. તમારી લાઇબ્રેરી જોવા માટે ઉપર સ્વાઇપ કરો.

  3. સિલેક્ટ કરો પર ટૅપ કરો પછી તમે જે થંબનેલની કૉપિ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

  4. “વધુ” બટન પર ટૅપ કરો પછી કૉપિ કરો પર ટૅપ કરો.

  5. કૉપિને બીજા ડૉક્યુમૅન્ટમાં પેસ્ટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.