આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Apple Cardનો ઉપયોગ કરવો

Apple Cashથી તમે પૈસા મોકલી અને મેળવી શકો છો, Apple Card ટ્રાંઝેક્શનમાંથી રોકડ પાછા મેળવી શકો છો, ખરીદી કરી શકો છો અને તમારા Apple Cash બૅલેંસને તમારા બૅન્ક અકાઉંટમાં ટ્રાંસફર કરી શકો છો.

નોટ : Apple Cash માત્ર U. S.માં ઉપલબ્ધ છે.

વૉલેટ ઍપમાં Apple Cash કાર્ડ ઉપર જમણી બાજુએ “વધુ” બટન, મધ્યમાં વર્તમાન બૅલેંસ અને “મોકલો અથવા વિનંતી કરો” બટન અને નીચેની બાજુએ તાજેતરનાં ટ્રાંઝેક્શન બતાવે છે.

Apple Cash સેટ અપ કરો

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. વૉલેટ અને Apple Pay પર ટૅપ કરો, Apple Cash ચાલુ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ Apple Cash સેટ અપ કરો જુઓ.

Apple Cash દ્વારા ખરીદી કરો

જ્યાં Visa સ્વીકારવામાં આવે છે ત્યાં તમે નીચેની રીતોથી Apple Cash સાથે ખરીદી કરી શકો છો :

મેસેજમાં Apple Cashથી ચુકવણી મોકલો, વિનંતી કરો અને પ્રાપ્ત કરો

iMessageનો ઉપયોગ કરતા લોકો સાથે પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે Apple Cashનો ઉપયોગ કરો.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. iMessage વાર્તાલાપમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “ઍપ્સ” બટન પર ટૅપ કરો, Apple Cash પર ટૅપ કરો પછી રકમ એંટર કરો.

    • જો મેસેજ બબલમાં અંડરલાઇન નાણાકીય રકમ હોય તો અંડરલાઇન રકમ માટે Apple Cash પ્રિસેટ ખોલવા માટે તેના પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • વન-ટાઇમ ચુકવણી મોકલવી અથવા વિનંતી કરવી : “મોકલો અથવા વિનંતી” પર ટૅપ કરો.

    • રિકરિંગ ચુકવણી સેટ અપ કરવા માટે : “કીપૅડ બતાવો” પર ટૅપ કરો, “પુનરાવર્તિત ચુકવણી મોકલો” પર ટૅપ કરો, શરૂઆતની તારીખ, ફ્રીક્વંસિ અને મેમો એંટર કરો પછી “મોકલો” પર ટૅપ કરો. (ગ્રૂપ વાર્તાલાપમાં રિકરિંગ ચુકવણી ઉપલબ્ધ નથી.)

  4. ટિપ્પણી ઉમેરો (વૈકલ્પિક) પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

તમે વૉલેટ ઍપ માં Apple Cash મોકલી શકો છો અથવા વિનંતી પણ કરી શકો છો—Apple Cash કાર્ડ પર ટૅપ કરો, “મોકલો અથવા વિનંતી કરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

Tap to Cash દ્વારા Apple Cash મોકલો

Tap to Cash દ્વારા તમે તમારો ફોન નંબર અથવા ઇમેલ અડ્રેસ શેર કર્યા વગર તમારા iPhone અથવા Apple Watchને તેમના iPhone અથવા Apple Watchની નજીક હોલ્ડ કરીને Apple Cash મોકલી શકો છો.

નોટ : iOS 18 અથવા પછીના વર્ઝનવાળા iPhoneનાં તમામ મૉડલ સાથે અને watchOS 11 અથવા પછીના વર્ઝનવાળા Apple Watchનાં તમામ મૉડલ સાથે Tap to Cash સપોર્ટેડ છે.

  1. તમારા iPhoneમાં  વૉલેટ ઍપ પર જાઓ.

  2. Apple Cash કાર્ડ પર ટૅપ કરો અને “મોકલો” અથવા “વિનંતી કરો” પર ટૅપ કરો પછી Tap to Cash પર ટૅપ કરો.

  3. રકમ એંટર કરો, નોટ ઉમેરો (વૈકલ્પિક) પછી “આગળ વધો” પર ટૅપ કરો.

  4. Face ID, Touch ID અથવા તમારા પાસકોડથી પ્રમાણિત કરો.

  5. તમારા iPhoneને પ્રાપ્તકર્તાના iPhone અથવા Apple Watchની નજીક રાખો.

  6. જ્યાં સુધી ચુકવણીની માહિતી પ્રાપ્તકર્તાની સ્ક્રીન પર દેખાતી નથી ત્યાં સુધી ડિવાઇસને એકબીજાની નજીક રાખો.

  7. પ્રાપ્તકર્તા “સ્વીકારો” અથવા “નકારો” પસંદ કરી શકે છે.

વધુ માહિતી માટે Tap to Cashનો ઉપયોગ કરો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

ટ્રાંઝેક્શન જુઓ, રિકરિંગ પેમેંટ, ફંડ ટ્રાંસફર કરો અને સંપર્ક સપોર્ટ સેટ અપ કરો

  1. તમારા iPhoneમાં  વૉલેટ ઍપ પર જાઓ.

  2. Apple Cash કાર્ડ પર ટૅપ કરો પછી “વધુ” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પૈસા ઉમેરો અથવા ઑટો રિલોડ સેટ અપ કરો : Apple Cashમાં પૈસા ઉમેરો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

    • તમારી બૅન્ક અથવા પાત્ર ડેબિટ કાર્ડમાં ફંડ ટ્રાંસફર કરવા માટે : Apple Cashમાંથી તમારા બૅન્ક અકાઉંટ અથવા ડેબિટ કાર્ડમાં પૈસા ટ્રાંસફર કરો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

    • રિકરિંગ ચુકવણીઓ સેટ અપ અને મૅનેજ કરવા માટે : પાત્ર સંપર્કોને રિકરિંગ ચુકવણી મોકલો.

    • કાર્ડની વિગતો જોવા માટે : તમારા બૅન્ક અકાઉંટની માહિતી અપડેટ કરવી, ટ્રાંઝેક્શન સ્ટેટમેંટની વિનંતી કરવી, સપોર્ટનો સંપર્ક કરવો વગેરે કરો.

Apple Cash અને Apple Pay દ્વારા ચુકવણી મોકલવા અને પ્રાપ્ત કરવાની સેવા FDIC સભ્ય Green Dot Bank દ્વારા પ્રદાન કરવામાં આવે છે.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.