આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

નજીકનાં Apple ડિવાઇસ પર આઇટમ મોકલવા માટે AirDropનો ઉપયોગ કરો

AirDrop દ્વારા તમે ફોટો, વીડિયો, ડૉક્યુમૅન્ટ વગેરે નજીકના iPhone, iPad અથવા Mac પર વાયરલૅસ રીતે મોકલી શકો છો. તમે તમારા પોતાનાં ડિવાઇસ પર ફાઇલ મોકલવા અથવા અન્ય સાથે ફાઇલ શેર કરવા માટે AirDropનો ઉપયોગ કરી શકો છો.

તમે iPhone, iPad અને Mac દ્વારા AirDropનો ઉપયોગ કરી શકો છો.

સિક્યુરિટી માટે ટ્રાંસફરને એંક્રિપ્ટ કરવામાં આવે છે અને દરેક ટ્રાંસફર આવતા જ પ્રાપ્તકર્તા તેને સ્વીકારી અથવા નકારી શકે છે.

નોટ : જો તમે AirDrop ટ્રાંસફર શરૂ થયા પછી Bluetooth અથવા Wi-Fi રેંજમાંથી બહાર આવી જાઓ તો ઇંટરનેટ દ્વારા ટ્રાંસફર ચાલુ રહેશે.

iPhoneની બાજુમાં Mac છે. AirDrop ડાયલૉગ Mac ડેસ્કટૉપ પર ખુલ્લું છે જે iPhone સાથે ડૉક્યુમૅન્ટ શેર કરવા માટે તૈયાર છે. iPhone સ્ક્રીન પર ડૉક્યુમૅન્ટ પ્રાપ્ત કરવા વિષેની સૂચના છે.

શરૂ કરતા પહેલાં

નીચેની બાબતની ખાતરી કરો :

  • બંને ડિવાઇસમાં Wi-Fi અને Bluetooth® ચાલુ છે.

  • ડિવાઇસ એકબીજાથી 30 ફુટ (10 મીટર)ના અંતરની અંદર છે.

જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ખાતરી કરો કે તેનું કંફિગરેશન લોકલ નેટવર્કિંગને અટકાવતું નથી કારણ કે તે અમુક કંટિન્યૂટિ ફીચરમાં દખલ કરી શકે છે.

જો તમે તમારાં Apple ડિવાઇસમાંથી એકબીજામાં આઇટમ મોકલવા માટે AirDropનો ઉપયોગ કરવા માંગતા હોવ તો આઇટમને ઑટોમૅટિક રીતે સ્વીકારવા અને સેવ કરવા માટે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરો.

AirDrop ચાલુ કરવા માટે

  • iPhone અથવા iPad પર : કંટ્રોલ સેંટર ખોલો, કંટ્રોલના ઉપરના ડાબી બાજુના ગ્રૂપ પર ટચ અને હોલ્ડ કરો પછી AirDrop આઇકન પર ટૅપ કરો. તમે કોની પાસેથી આઇટમ પ્રાપ્ત કરવા માંગો છો તે પસંદ કરવા માટે “માત્ર સંપર્ક” અથવા “10 મિનિટ સુધી દરેક માટે” પર ટૅપ કરો.

    નોટ : “માત્ર સંપર્ક” અને “10 મિનિટ સુધી દરેક” વિકલ્પ ફક્ત AirDrop માટે ન્યૂનતમ સિસ્ટમ જરૂરિયાતોને પૂર્ણ કરતા ડિવાઇસમાં ઉપલબ્ધ છે.

  • Mac પર : મેન્યૂ બારમાં કંટ્રોલ સેંટર સ્ટેટસ મેન્યૂ પર ક્લિક કરો પછી AirDrop આઇકન પર ક્લિક કરો. જ્યારે તે વાદળી હોય ત્યારે તે ચાલુ હોય છે.

    તમને આઇટમ કોણ મોકલી શકે તે પસંદ કરવા માટે AirDropની બાજુમાં જમણી બાજુના તીરને ક્લિક કરો પછી “માત્ર સંપર્ક” અથવા “દરેક” પર ક્લિક કરો.

AirDrop કોડ દ્વારા આઇટમ શેર કરવા માટે

iOS 26.2, iPadOS 26.2, macOS 26.2 અથવા પછીના વર્ઝન પર જો કોઈ તમને AirDrop દ્વારા આઇટમ મોકલવાનો પ્રયત્ન કરે અને તેઓ તમારા સંપર્કમાં ન હોય તો તેમણે AirDrop કોડનો ઉપયોગ કરવો આવશ્યક છે.

જો તમે આઇટમ પ્રાપ્ત કરવાનું પસંદ કરો તો ચાલુ રાખો સિલેક્ટ કરો. તમારા ડિવાઇસ પર AirDrop કોડ દેખાય છે. તમે મોકલનાર સાથે કોડ શેર કરો પછી અને તેઓ તેમના ડિવાઇસમાં તે એંટર કરે પછી આઇટમ શેર કરવામાં આવે છે.

તમે તે વ્યક્તિ સાથે 30 દિવસ સુધી AirDropનો ઉપયોગ કરીને આઇટમ શેર કરવાનું અને પ્રાપ્ત કરવાનું ચાલુ રાખી શકો છો અને તે માટે તમારે અન્ય AirDrop કોડનો ઉપયોગ કરવાની જરૂર નથી. જો તમે 30 દિવસ પૂરા થાય તે પહેલાં આઇટમ શેર કરવા નથી માંગતા તો સંપર્ક ઍપ પર જાઓ, તમારી અન્ય જાણીતી સૂચીમાં મોકલનારને શોધો, પછી આ વ્યક્તિને ભૂલી જાઓ સિલેક્ટ કરો.

AirDropનો ઉપયોગ કરીને આઇટમ મોકલો

AirDropથી કોઈને આઇટમ મોકલવા માટે તમારે અને તમારા પ્રાપ્તકર્તા બંનેને AirDrop ચાલુ રાખવું પડશે.

જો તમે એવી વ્યક્તિને આઇટમ મોકલી રહ્યા છો જે ફક્ત સંપર્કમાંથી આઇટમ સ્વીકારે તો તેમની સંપર્ક સૂચીમાં તમારું નામ હોવું આવશ્યક છે અને તેમણે તમારા સંપર્ક કાર્ડમાં તમારા Apple અકાઉંટનું ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર ઉમેરવો જરૂરી છે.

  • iPhone અથવા iPad પર : આઇટમ ખોલો, પછી “શેર કરો” આઇકન, “શેર કરો”, AirDrop આઇકન અથવા બીજા બટન (ઍપના આધારે) પર ટૅપ કરો. AirDrop આઇકન પર ટૅપ કરીને તમે જેની સાથે શેર કરવા માંગો છો તે પ્રાપ્તકર્તા પર ટૅપ કરો. તમને જે પ્રાપ્તકર્તાઓ દેખાય છે તે નજીકમાં જેમણે Wi-Fi અને Bluetooth ચાલુ કર્યું હોય અને તમારા ડિવાઇસથી ફાઇલ સ્વીકારવામાં સક્ષમ હોય તે જ પ્રાપ્તકર્તાઓ છે.

    ટિપ : જો તમે તમારા સંપર્કમાં રહેલી કોઈ વ્યક્તિની નજીક હોવ તો તમે શેર કરવા માંગતા હોવ તે ફાઇલ ખોલીને તમારા iPhoneને તમારા સંપર્કના iPhoneની નજીક લઈ જઈને AirDrop ટ્રાંસફર શરૂ કરી શકો છો (iOS 17 અથવા તેના પછીના વર્ઝનવાળાં સપોર્ટેડ મૉડલમાં).

  • Mac પર : Mac પર આઇટમ ખોલો, ટૂલબારમાં “શેર કરો” આઇકન પર ક્લિક કરો પછી AirDrop પર ક્લિક કરો. તમે જેની સાથે શેર કરવા માંગો છો તે પ્રાપ્તકર્તાને સિલેક્ટ કરો. તમને જે પ્રાપ્તકર્તાઓ દેખાય છે તે નજીકમાં જેમણે Wi-Fi અને Bluetooth ચાલુ કર્યું હોય અને તમારા ડિવાઇસથી ફાઇલ સ્વીકારવામાં સક્ષમ હોય તે જ પ્રાપ્તકર્તાઓ છે.

    ટિપ : તમે Finderમાં AirDrop દ્વારા પણ આઇટમ શેર કરી શકો છો. Finder વિંડો ખોલવા માટે Dockમાં Finder આઇકન પર ક્લિક કરો. સાઇડબારના AirDrop પર ક્લિક કરો પછી તમે પ્રાપ્તકર્તા સાથે શેર કરવા માંગો છો અને મોકલવા માંગો છો તે આઇટમને ડ્રૅગ કરો.

જો તમને આઇટમ શેર કરવા માટે કોડ એંટર કરવાની સૂચના દેખાય તો પ્રાપ્તકર્તાના ડિવાઇસ પર જનરેટ થયેલો AirDrop કોડ એંટર કરો.

iPhone, iPad અથવા Macનો ઉપયોગ કરનાર કોઈ પણ સાથે ઍપ અને વેબસાઇટનો પાસવર્ડ સુરક્ષિત રીતે શેર કરવા માટે AirDropનો ઉપયોગ કરવા માટે iPhone પર તમને વિશ્વાસ હોય તેવા લોકો સાથે પાસવર્ડ અને પાસકી શેર કરો જુઓ.

AirDropથી આઇટમ પ્રાપ્ત કરો

તમારા ડિવાઇસ પર AirDrop સૂચના પર “સ્વીકાર કરો” પર ટૅપ અથવા ક્લિક કરો.

જો તમને કોઈ સૂચના દેખાય કે આઇટમ પ્રાપ્ત કરવા માટે તમારે AirDrop કોડની જરૂર છે તો AirDrop કોડ મેળવો પર ટૅપ કરો અથવા ક્લિક કરો અને તેને મોકલનાર સાથે શેર કરો. મોકલનાર AirDrop દ્વારા આઇટમ મોકલવા માટે તેમના ડિવાઇસ પર કોડ એંટર કરે છે.

નોટ : જો તમે તમારા સમાન Apple અકાઉંટથી સાઇન ઇન કરેલા ડિવાઇસની વચ્ચે આઇટમ મોકલી રહ્યાં હોવ તો આઇટમ ઑટોમૅટિક રીતે સ્વીકારવામાં આવશે.

મોટાભાગની આઇટમ જે ઍપમાંથી મોકલવામાં આવે છે તેમાં જ તેમને સેવ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ ફોટોસ ઍપમાંથી તમને ફોટો મોકલવા માટે AirDropનો ઉપયોગ કરે છે તો તેને તમારા ડિવાઇસમાં ફોટોસ ઍપમાં સેવ કરવામાં આવે છે.

ડિવાઇસના આધારે તમે તમારી ફાઇલ કદાચ અન્ય જગ્યાએ શોધી શકો છો. iPhone અથવા iPad પર અમુક આઇટમ ફાઇલ ઍપમાં સેવ થઈ શકે છે. Mac પર, અમુક આઇટમ ઑટોમૅટિક રીતે ડાઉનલોડ ફોલ્ડરમાં સેવ કરવામાં આવે છે પણ તમારી પાસે આઇટમ કયાં સેવ કરવી તે પસંદ કરવાનો વિકલ્પ પણ હોઈ શકે છે—ઉદાહરણ તરીકે, ડાઉનલોડ ફોલ્ડરમાં ફોટો સેવ કરવો કે તેને ફોટોસમાં ખોલવો.

નોટ : જો તમે Macમાં Finderમાં AirDrop ખોલ્યું હોય તો સૂચના કેંદ્રના બદલે અહીં સ્વીકારવાની અથવા નકારવાની સૂચના દેખાય છે.

જો તમે તમારા એક Apple ડિવાઇસથી બીજામાં આઇટમ મોકલો છો (ઉદાહરણ તરીકે તમારા Macમાંથી તમારા iPhoneમાં) અને તમે બંને ડિવાઇસમાં એક જ Apple અકાઉંટથી સાઇન ઇન કર્યું છે તો આઇટમ ઑટોમૅટિક રીતે સ્વીકારવામાં અને સેવ કરવામાં આવે છે.

AirDrop માટે મોબાઇલ ડેટા બંધ કરો

જ્યારે તમે AirDropનો ઉપયોગ કરો છો ત્યારે મોબાઇલ ડેટા ચાર્જ લાગુ થઈ શકે છે.

જો તમે Bluetooth અથવા Wi-Fiની રેંજથી બહાર હોવ ત્યારે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવા ન માંગતા હોવ તો સેટિંગ્સ  > સામાન્ય > AirDrop પર જઈને “મોબાઇલ ડેટાનો ઉપયોગ કરો” બંધ કરો.

સામાન્ય રીતે આ વન-ટાઇમ સેટિંગ છે પરંતુ ઉદાહરણ તરીકે, જો તમે મુસાફરી કરી રહ્યાં હોવ અને રોમિંગ ચાર્જ ટાળવા માંગતા હોવ તો તમે તેને બદલી શકો છો.

AirDrop કામ કરતું નથી

તમારા સંપર્કની માહિતી ઝડપથી શેર કરવા માટે iPhoneમાં NameDropનો ઉપયોગ કરવા માટે જાઓ.

ડિવાઇસ વચ્ચે ફાઇલનું નાનું સિલેક્શન શેર કરવા માટે AirDrop શ્રેષ્ઠ છે. જો તમે તમારા Mac અને અન્ય Apple ડિવાઇસ વચ્ચે ઘણી ફાઇલ શેર કરવા માંગો છો તો iPhoneમાંથી સ્ટોરેજ ડિવાઇસ, સર્વર અથવા ક્લાઉડમાં ફાઇલ ટ્રાંસફર કરો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.