આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ફક્ત તમારા માટે પસંદ કરેલા સમાચાર જુઓ

News ઍપમાં “આજે”ના ફીડમાં Apple Newsના સંપાદકોએ સિલેક્ટ કરેલી મુખ્ય સ્ટોરી, ચૅનલ અને તમે ફૉલો કરો છો તે વિષયમાંથી શ્રેષ્ઠ સ્ટોરી અને Apple News+ની સ્ટોરી અને અંક રજૂ કરવામાં આવે છે. “આજે”ના ફીડમાં Siri દ્વારા સૂચવવામાં આવેલી સ્ટોરી, અન્ય News રીડરમાં લોકપ્રિય હોય તેવી ટ્રેંડિંગ સ્ટોરી, મારી રમતો વગેરે પણ સામેલ છે. તમારા લોકેશનના આધારે, “આજે”ના ફીડમાં Apple News Today ઑડિઓ બ્રીફિંગ, પઝલ અને સ્થાનિક સમાચાર (તમારી સ્થાનિક હવામાન પરિસ્થિતિઓ સાથે) પણ સામેલ થઈ શકે છે.

નોટ : ઑડિઓ બ્રીફિંગ, સ્થાનિક સમાચાર અને પઝલ તમામ દેશો અથવા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી.

“આજે”ના ફીડમાં સ્ટોરી ઍક્સેસ કરો

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સ્ટોરી ખોલવા માટે : સ્ટોરી પર ટૅપ કરો.

    • ગ્રૂપમાં વધુ સ્ટોરી વાંચવા માટે : ગ્રૂપમાં નીચે વધુ પર ટૅપ કરો.

    • વીડિયો પ્લે કરવા માટે : થંબનેલમાં “પ્લે” બટન પર ટૅપ કરો.

    • નવી સ્ટોરી મેળવવા માટે : “આજે”ના ફીડને તાજેતરની સ્ટોરી સાથે રિફ્રેશ કરવા માટે નીચે ખેંચો.

ચૅનલ અને વિષયોને ફૉલો, અનફૉલો, બ્લૉક અને અનબ્લૉક કરો

તમે ચૅનલ અને વિષયને ફૉલો કરીને અને બ્લૉક કરીને “આજે”ના ફીડમાં જે દેખાય છે તેને પ્રભાવિત કરી શકો છો.

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ચૅનલ ફીડ ખોલવા માટે : સ્ટોરીને ટચ કરીને હોલ્ડ કરો અને ચૅનલના નામ પર ટૅપ કરો પછી “ચૅનલ પર જાઓ” પર ટૅપ કરો. અથવા “આજે”ના ફીડમાં સ્ટોરી પર ટૅપ કરો પછી સ્ટોરીમાં ઉપર ચૅનલના નામ પર ટૅપ કરો.

    • વિષયના ફીડ ખોલવા માટે : મૂવિ અથવા ટ્રાવેલ જેવા વિષયના શીર્ષક પર ટૅપ કરો.

  3. ફીડમાં ઉપર નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફૉલો કરવા માટે : “ફૉલો કરો” બટન પર ટૅપ કરો.

    • અનફૉલો કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી “ચૅનલ અનફૉલો કરો“ અથવા “વિષય અનફૉલો કરો“ પર ટૅપ કરો.

    • બ્લૉક કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી “ચૅનલ બ્લૉક કરો“ અથવા “વિષય બ્લૉક કરો“ પર ટૅપ કરો.

    • અનબ્લૉક કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી “ચૅનલ અનબ્લૉક કરો“ અથવા “વિષય અનબ્લૉક કરો“ પર ટૅપ કરો.

નોટ : મુખ્ય સ્ટોરી તમામ માટે સમાન દેખાય છે. જો તમે બ્લૉક કરેલી ચૅનલની સ્ટોરી મુખ્ય સ્ટોરીમાં સામેલ હોય તો તમને હેડલાઇન દેખાશે પરંતુ તે ચૅનલ તમારી બાકીની ફીડમાં હજુ પણ બ્લૉક કરેલી રહેશે.

તમારા મનપસંદ મૅનેજ કરો

મનપસંદ તમારી નીચેની યાદીમાંથી એવી ચૅનલ અને વિષયો બતાવે છે જે તમને સૌથી વધુ પસંદ છે (તમારી પાસે ફક્ત મર્યાદિત સંખ્યામાં મનપસંદ હોઈ શકે છે). તમારા મનપસંદમાં ચૅનલ અને વિષય ઉમેરવાથી તેમને ઍક્સેસ કરવાનું સરળ થઈ જાય છે.

નોટ : ફક્ત તમે હાલમાં ફૉલો કરો છો તેવી ચૅનલ અને વિષયોને જ તમારા “મનપસંદ”માં ઉમેરી શકાય છે.

જ્યારે તમે પ્રથમ વખત તમારા iPhoneમાં News ઍપનો ઉપયોગ કરશો ત્યારે તમને કોઈ મનપસંદ દેખાશે નહિ. તમે ચૅનલ અને વિષયને મનપસંદ તરીકે અંકિત કરીને તમારું મનપસંદ ગ્રૂપ બનાવો. તમે કોઈ પણ સમયે તમારી યાદીને કસ્ટમાઇઝ કરી શકો છો.

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. “ફૉલો કરો છો” પર ટૅપ કરો અને સંપાદિત કરો પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા મનપસંદમાં ચૅનલ અથવા વિષય ઉમેરવા માટે : ચૅનલ અથવા વિષયની બાજુમાં “મનપસંદ ઉમેરો” બટન પર ટૅપ કરો.

    • મનપસંદ કાઢી નાખવા માટે : તમે હવેથી જે ચૅનલ અથવા વિષયને મનપસંદ ન રાખવા માંગતા હોવ તેની બાજુમાં “મનપસંદ કાઢી નાખો” બટન પર ટૅપ કરો.

    • મનપસંદનો ક્રમ ફરી ગોઠવવા માટે : “ક્રમ ફરી ગોઠવો” બટનને ટચ કરી દબાવી રાખો પછી મનપસંદને તમારી પસંદગીના ક્રમમાં ડ્રૅગ કરો.

  3. “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

નોટ : જો તમે “આજે”ના ફીડમાં “આજથી બ્લૉક કરો” પર ટૅપ કરો તો પણ તમારા “મનપસંદ”નું ગ્રૂપ તમારી નીચે બતાવેલી યાદીમાં દેખાશે.

“આજે”ના ફીડમાં ચોક્ક્સ ચૅનલ અને વિષયના ગ્રૂપનું સૂચન આપવાનું બંધ કરો

સૂચવેલી ચૅનલ અને વિષયનાં ગ્રૂપ કદાચ “આજે”ના ફીડમાં દેખાઈ શકે છે પરંતુ તમે આ સૂચનોને રોકી શકો છો.

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. આજે પર ટૅપ કરો.

  3. ચૅનલ અથવા વિષય ગ્રૂપમાં “વધુ” બટન પર ટૅપ કરો પછી સૂચનો રોકો પર ટૅપ કરો.

ચૅનલ અથવા વિષય બ્લૉક કરેલ નથી પરંતુ News “આજે”માં સ્ટોરી ગ્રૂપ બતાવવાનું બંધ કરે છે.

News ઍપને સ્ટોરી અંગે તમારી પસંદગી જણાવો

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. આજે પર ટૅપ કરો.

  3. હેડલાઇનની નીચે “વધુ” બટન પર ટૅપ કરો પછી “વધુ સૂચવો“ અથવા “ઓછું સૂચવો“ પર ટૅપ કરો.

ફક્ત તમે ફૉલો કરો છો તે ચૅનલની સ્ટોરી જુઓ

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરીને પછી News પર ટૅપ કરો.

  3. “આજે”માં “સ્ટોરી પ્રતિબંધિત કરો” ચાલુ કરો પછી તમારી પસંદગીની પુષ્ટિ કરો.

નોટ : સ્ટોરીને પ્રતિબંધિત કરવાથી “આજે” ફીડમાં દેખાતી સ્ટોરીની સંખ્યાને નોંધપાત્ર રીતે સીમિત કરવામાં આવે છે. જ્યારે તમે સ્ટોરીને પ્રતિબંધિત કરો છો ત્યારે તમને મુખ્ય સ્ટોરી અને ટ્રેંડિંગ સ્ટોરી દેખાતી નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.