આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં બીજા બ્રાઉઝરમાં Safariનો ડેટા એક્સપોર્ટ કરો

તમે Safariમાંથી ડેટાને એક્સપોર્ટ કરી શકો છો અને પછી તે ડેટાને બીજા બ્રાઉઝરમાં ઇંપોર્ટ કરી શકો છો.

તમે Safariમાંથી એક્સપોર્ટ કરી શકો છો તે ડેટામાં નીચેનાનો સમાવેશ થાય છે :

  • બુકમાર્ક

  • હિસ્ટરી

  • એક્સટેંશન

  • ક્રેડિટ કાર્ડ

  • પાસવર્ડ

ચેતવણી : તમારો એક્સપોર્ટ કરેલો ડેટા કદાચ એંક્રિપ્ટ કરેલો નથી અને ફાઇલને ઍક્સેસ કરી શકતી કોઈ પણ વ્યક્તિને દેખાઈ શકે છે. તમે બીજા બ્રાઉઝરમાં ડેટા ઇંપોર્ટ કરો તે પછી તમે એક્સપોર્ટ કરેલી ફાઇલને ડિલીટ કરો.

તમે Safariમાંથી બીજા બ્રાઉઝરમાં એક્સપોર્ટ કરી શકો તેવો ડેટા દર્શાવતી બ્રાઉઝિંગ ડેટા એક્સપોર્ટ કરો સ્ક્રીન.
  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી Safari પર ટૅપ કરો.

  3. હિસ્ટરી અને વેબસાઇટ ડેટાની નીચે એક્સપોર્ટ પર ટૅપ કરો.

  4. એક્સપોર્ટ કરવા માટેનો ડેટા સિલેક્ટ કરો.

    જો તમે તમારા બ્રાઉઝિંગ માટે Safariમાં પ્રોફાઇલ બનાવી હોય તો તમે જે પ્રોફાઇલમાંથી ડેટા એક્સપોર્ટ કરવા માંગો છો તે પસંદ કરો અથવા તમામ પ્રોફાઇલ પસંદ કરો.

    દરેક પ્રોફાઇલની પોતાની હિસ્ટરી અને એક્સટેંશન ડેટા છે. બુકમાર્ક, ક્રેડિટ કાર્ડ અને પાસવર્ડનો ડેટા તમામ પ્રોફાઇલમાં એકસરખો હોય છે.

  5. “ડાઉનલોડમાં સેવ કરો” પર ટૅપ કરો.

  6. “પૂર્ણ” પર ટૅપ કરો.

એક્સપોર્ટ કરેલો ડેટા તમારા ડાઉનલોડ ફોલ્ડરમાં .zip ફાઇલ તરીકે સેવ કરવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.