આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone હોમ સ્ક્રીન ઍપ્સ અને વિજેટને મુવ કરો

તમે આદર્શ લેઆઉટ બનાવવા માટે ઍપ્સ અને વિજેટને હોમ સ્ક્રીન પર ગમે ત્યાં મુવ કરી શકો છો—તમારા વૉલપેપર ફોટોને ફ્રેમ કરો, ઍપ્સ અને વિજેટને બાજુમાં અથવા નીચે અલાઇન કરો અથવા તેમને ડ્રૅગ કરીને અન્ય હોમ સ્ક્રીન પેજ પર લઈ જાઓ. જો તમારી પાસે ઘણાં હોમ સ્ક્રીન પેજ હોય તો દરેકનું એક વિશિષ્ટ લેઆઉટ હોઈ શકે છે. તમે ટેંપરરી રીતે હોમ સ્ક્રીન પેજને છુપાવવું, નવી ઍપ્સ ડાઉનલોડ કરવાની જગ્યા બદલવી વગેરે પણ કરી શકો છો.

ટિપ : તમે કોઈ વિશિષ્ટ ફોકસ (ઉદાહરણ માટે તમારા કામનું ફોકસ) સંબંધિત તમારી તમામ ઍપ્સ અને વિજેટને એક જ હોમ સ્ક્રીન પેજ પર મૂકી શકો છો અને તે ફોકસ દરમિયાન તે પેજને ઍક્સેસ કરવા યોગ્ય બનાવી શકો છો.

તમારી હોમ સ્ક્રીન પર ઍપ્સ અને વિજેટ મુવ કરવા માટે

  1. હોમ સ્ક્રીન પર જાઓ.

  2. જ્યાં સુધી આઇટમ જિગલ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી હોમ સ્ક્રીન બૅકગ્રાઉંડને ટચ અને હોલ્ડ કરો.

  3. ઍપ અથવા વિજેટને નીચેના લોકેશનમાંથી કોઈ એકમાં ડ્રૅગ કરો :

    • એક જ પેજ પર બીજું લોકેશન જેમાં સ્ક્રીનમાં ઉપર, નીચે અથવા બાજુમાં સામેલ છે

    • બીજું હોમ સ્ક્રીન પેજ

      ઍપ અથવા વિજેટને સ્ક્રીનની જમણી બાજુએ ડ્રૅગ કરો. નવું પેજ દેખાય તે માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે. Dockની ઉપરના ડૉટ તમારી પાસે કેટલાં પાનાં છે અને તમે કયું પાનું જોઈ રહ્યાં છો તે બતાવે છે.

      એક ઍપને આગલા પેજ પર ડ્રૅગ કરવામાં આવી રહી હોય તેવા તીર સાથે હોમ સ્ક્રીન પર જિગલ કરી રહેલી ઍપ્સ.
  4. જ્યારે તમારું કામ સમાપ્ત થઈ જાય તે પછી હોમ બટન દબાવો (હોમ બટનવાળા iPhoneમાં) અથવા હોમ સ્ક્રીન બૅકગ્રાઉંડ પર ટૅપ કરો (iPhoneનાં અન્ય મૉડલમાં).

હોમ સ્ક્રીન અને ઍપ્સને તેમના અસલ લેઆઉટ પર રીસેટ કરવા માટે

  1. સેટિંગ્સ  > સામાન્ય > iPhone ટ્રાંસફર અથવા રીસેટ કરો પર જાઓ.

  2. રીસેટ પર ટૅપ કરો, હોમ સ્ક્રીન લેઆઉટ રીસેટ કરો પર ટૅપ કરો પછી હોમ સ્ક્રીન રીસેટ કરો પર ટૅપ કરો.

    તમે બનાવેલાં કોઈ પણ ફોલ્ડર કાઢી નાખવામાં આવે છે અને તમે ડાઉનલોડ કરેલી ઍપ્સ તમારા iPhone સાથે આવેલી ઍપ્સ પછી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.