આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર નોટ્સમાં PDFમાં કામ કરો

નોટ્સ ઍપમાં તમે નોટમાં સ્કૅન કરેલા ડૉક્યુમૅન્ટ સહિત PDF અટૅચ કરી શકો છો, જોઈ શકો છો, તેમાં સંપાદન કરી શકો છો અને કોલૅબરેટ કરી શકો છો. તમે તમારી નોટમાં સીધા જ PDF અને સ્કૅન કરેલાં ડૉક્યુમૅન્ટ પર ઍનોટેટ અથવા સ્કેચ પણ કરી શકો છો. તમે એક જ નોટમાં ઘણી PDFનું પ્રિવ્યૂ પણ જોઈ શકો છો.

નોટમાં PDF ઍટચ કરવા માટે

ફાઇલ અથવા Mail જેવી ઍપમાંથી PDF અટૅચ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • નોટમાં ફાઇલ ડ્રૅગ કરો.

  • ફાઇલ પર ટચ અને હૉલ્ડ કરો, “શેર કરો” પર ટૅપ કરો, નોટ્સ પર ટૅપ કરો પછી નોટ પસંદ કરો.

નોટમાં PDF જોવા અને સંપાદિત કરવા માટે

  1. તમારા iPhoneમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. PDF સાથેની નોટમાં “મેન્યૂ” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પ્રિવ્યૂ સાઇઝ બદલવા માટે : “આ તરીકે જુઓ” પર ટૅપ કરો પછી “નાનું”, “મધ્યમ” અથવા “મોટું” પસંદ કરો.

    • ફુલ સ્ક્રીનમાં જોવા માટે : “ઝલક જુઓ“ પર ટૅપ કરો.

    • PDF કૉપિ કરવા, શેર કરવા, નામ બદલવા અથવા ડિલીટ કરવા માટે : ઍક્શન પસંદ કરો.

  3. મધ્યમ અથવા મોટી પ્રિવ્યૂ સાઇઝનો ઉપયોગ કરતી વખતે તમે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

    • થંબનેલ બતાવવા અથવા છુપાવવા માટે : “થંબનેલ” બટન પર ટૅપ કરો.

    • ઝૂમ ઇન કરવા અને વધુ જોવા માટે : વધુ પેજ જોવા માટે સ્ક્રીન પિંચ કરો અથવા જમણી બાજુએ સ્વાઇપ કરો.

    • પેજ સંપાદિત કરવા માટે : પેજ માટે થંબનેલ પર ટૅપ કરો, “વધુ” બટન પર ટૅપ કરો, પછી ડાબે ફેરવો, જમણે ફેરવો, ફિલ્ટર કરો, પેજ ક્રૉપ કરો અથવા ખાલી પેજ ઇંસર્ટ કરો જેવી ઍક્શન પસંદ કરો. (ફિલ્ટર અને ક્રૉપ પેજ માત્ર સ્કૅન કરેલાં ડૉક્યુમૅન્ટમાં જ સપોર્ટેડ છે.)

PDFમાં સર્ચ કરો

નોટમાં PDF ઍનોટેટ કરવા માટે

  • નાની પ્રિવ્યૂ સાઇઝ માટે : નાની પ્રિવ્યૂ સાઇઝ ખોલવા માટે PDF પર ટૅપ કરો પછી “હસ્તલેખન ટૂલ” બટન પર ટૅપ કરો.

  • મધ્યમ અને મોટી પ્રિવ્યૂ સાઇઝ માટે : “હસ્તલેખન ટૂલ” બટન પર ટૅપ કરો.

જુઓ : માર્કઅપથી ડૉક્યુમૅન્ટમાં લખો અને દોરો.

અન્ય લોકો સાથે કોલૅબરેટ કરો

જ્યારે તમે અન્ય લોકો સાથે નોટ પર કોલૅબરેટ કરો ત્યારે રિઅલ-ટાઇમ અપડેટ મેળવો. જ્યારે તમે કોઈ ડૉક્યુમૅન્ટને માર્ક અપ કરો, ડાયગ્રૅમ દોરો અથવા સ્ટિકર ઉમેરો ત્યારે તમે જેમની સાથે શેર કરો છો તે લોકો તેમનાં ડિવાઇસ પર ફેરફારો જોઈ શકે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.