આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Genmoji દ્વારા તમારું પોતાનું ઇમોજી બનાવો

Apple Intelligence* દ્વારા તમે Genmoji તરીકે ઓળખતા કસ્ટમ ઇમોજી બનાવી શકો શકો છો. તમે Genmojiનો કેવો દેખાવ ઇચ્છો છો તેનું ફક્ત વર્ણન કરો, પ્રવર્તમાન ઇમોજીને વર્ણન સાથે જોડો અથવા મિત્ર અને પરિવારમાંથી કોઈ એકના ફોટોના આધારે તેમના જેવું બનાવો. તમે મેસેજમાં Genmoji ઉમેરી શકો છો, તેમને સ્ટિકર તરીકે શેર કરી શકો છો અથવા Tapback વગેરે કરી શકો છો.

આઇસ ક્રીમ કોનની બનાવેલી Genmoji બતાવતી Genmoji વિંડો.

નોટ : iPhoneના તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં Apple Intelligence ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરના ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iOSના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે.

Genmoji બનાવો

  1. ટેક્સ્ટ ફીલ્ડ પર ટૅપ કરો, પછી ઇમોજી કીબોર્ડ પર સ્વિચ કરવા માટે “ઇમોજી” બટન અથવા આગામી કીબોર્ડ કી પર ટૅપ કરો.

  2. ઑનસ્ક્રીન કીબોર્ડની ઉપર જમણી બાજુએ Genmoji પર ટૅપ કરો.

  3. તમારી Genmojiમાં તમે જે ઇચ્છો તે ઉમેરો. તમે મૂળ Genmoji બનાવવા માટે મહત્તમ સાત એલિમેંટ મિક્સ અને મૅચ કરી શકો છો.

    • કૉન્સેપ્ટ : થીમ, અભિવ્યક્તિ, કપડાં, ઍક્સેસરિ અથવા સ્થળ જેવા કૉન્સેપ્ટને બ્રાઉઝ કરવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરીને—પછી વિકલ્પ પર ટૅપ કરો.

    • પ્રવર્તમાન ઇમોજી અથવા Genmoji : સૂચનોની નીચે ઇમોજી પર ટૅપ કરો અથવા અલગ ઇમોજી પસંદ કરવા માટે ઇમોજી ઉમેરો બટન પર ટૅપ કરો.

    • વર્ણન : Genmojiનું વર્ણન કરો પર ટૅપ કરીને વર્ણન એંટર કરીને પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

    • વ્યક્તિ : વ્યક્તિ પસંદ કરો બટન પર ટૅપ કરીને પછી તમારી ફોટો લાઇબ્રેરીમાંથી વ્યક્તિ પસંદ કરો અથવા ઇમોજી પસંદ કરો. ફોટોસમાંથી વ્યક્તિ અથવા પાળતું પ્રાણીને ઉમેરવા માટે તમારે તેમને ફોટોસ ઍપમાં નામ આપવાની જરૂર પડે છે.

      જો તમે પહેલાંથી જ કોઈ વ્યક્તિને ઉમેરી દીધી હોય અને તમે તેમનો દેખાવ બદલવા માંગતા હોવ તો વ્યક્તિ પસંદ કરો બટન પર ટૅપ કરીને સંપાદિત કરો પર ટૅપ કરીને નવો આરંભ પૉઇંટ પસંદ કરો પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો. જુઓ : Genmojiનું આરંભ પૉઇંટ સંપાદિત કરવા માટે.

      જો તમે જે ઇમેજનો ઉપયોગ કરો છો તેનાથી અલગ વર્ણન પ્રદાન કરો—ઉદાહરણ તરીકે, ફોટોસમાંનું નામ તમારા વર્ણનમાંના નામ સાથે મૅચ થતું નથી—તો તમારી ઇમેજને ટેક્સ્ટ વર્ણનને બદલે તમે સિલેક્ટ કરેલા ફોટોના આધારે પર્સનલાઇઝ કરવામાં આવે છે.

      ટિપ : તમે ઇમોજીના આધારે પણ વ્યક્તિનું Genmoji બનાવી શકો છો. વ્યક્તિ પસંદ કરો બટન પર ટૅપ કરીને સંપાદિત કરો પર ટૅપ કરીને સ્કિન ટોન અને દેખાવ પસંદ કરો પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરીને તમારી ઇમેજને સુધારો :

    • વિવિધતા જુઓ : પ્રિવ્યૂ બબલ પર ટૅપ કરીને પછી ડાબી અથવા જમણી બાજુએ સ્વાઇપ કરો.

    • કૉન્સેપ્ટ કાઢી નાખવા : “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

  5. જ્યારે તમે તમારા Genmojiથી ખુશ હોવ ત્યારે “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

    તમે બનાવેલા Genmoji તમારા સ્ટિકર સાથે સેવ થાય છે.

તમે Image Playgroundમાં પણ Genmoji બનાવી શકો છો. જુઓ : Image Playground દ્વારા મૂળ ઇમેજ બનાવો.

Genmojiનું આરંભ પૉઇંટ સંપાદિત કરવા માટે

તમે આરંભ પૉઇંટ તરીકે અલગ ફોટો પસંદ કરીને અથવા હેરસ્ટાઇલ, ચહેરાના વાળ અને ચશ્મા જેવા વ્યક્તિગત ઍટ્રિબ્યૂટ બદલીને પણ વ્યક્તિનો દેખાવ બદલી શકો છો.

  1. વ્યક્તિ પર આધારિત Genmoji બનાવતી વખતે વ્યક્તિ પસંદ કરો બટન પર ટૅપ કરીને પછી સંપાદિત કરો પર ટૅપ કરો.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અલગ ફોટો પસંદ કરો : અન્ય ફોટો પસંદ કરો પર ટૅપ કરીને પછી ફોટોને પસંદ કરવા માટે તેના પર ટૅપ કરો.

    • હેરસ્ટાઇલ, ચહેરાના વાળ અથવા ચશ્મા પસંદ કરો : દેખાવને કસ્ટમાઇઝ કરો પર ટૅપ કરીને પછી પૉપ-અપ મેન્યૂમાંથી વિકલ્પ પસંદ કરો.

      ટિપ : જો આરંભ પૉઇંટ હજુ પણ બરાબર ન હોય તો વધારાની વિગતો ફીલ્ડમાં વર્ણન એંટર કરવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે જો તમે પ્રિસ્ક્રિપ્શન ચશ્મા ઉમેર્યા હોય પણ તે ખોટા કલરના હોય તો તમે “વાદળી કાચ” અથવા “કાચને પીળા બનાવો” એંટર કરી શકો છો.

    • મૂળ આરંભ પૉઇંટ પર પાછા ફરો : દેખાવ રીસેટ કરો પર ટૅપ કરો.

  3. જ્યારે તમે તમારા આરંભ પૉઇંટથી ખુશ હોવ ત્યારે “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

Genmoji ડિલીટ કરો

  1. ટેક્સ્ટ ફીલ્ડ પર ટૅપ કરો, પછી ઇમોજી કીબોર્ડ પર સ્વિચ કરવા માટે “ઇમોજી” બટન અથવા આગામી કીબોર્ડ કી પર ટૅપ કરો.

  2. જમણે સ્વાઇપ કરો અથવા “સ્ટિકર” બટન પર ટૅપ કરો.

  3. Genmojiને ટચ કરી દબાવી રાખો પછી ડિલીટ કરો પર ટૅપ કરો.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.