આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Apple News+માં પઝલ શોધો

જો તમે Apple News+ને સબ્સ્ક્રાઇબ કરો તો તમે દૈનિક અને આર્કાઇવ કરેલી ક્રૉસવર્ડ, ક્રૉસવર્ડ મિનિ અને ક્વાર્ટાઇલ, સુડોકુ અને ઇમોજી ગેમ પઝલ ઍક્સેસ કરી શકો છો. અમુક પઝલ સબ્સ્ક્રિપ્શન વગર ઉપલબ્ધ હોઈ શકે છે.

નોટ : Apple News, Apple News+ અને પઝલ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

News ઍપમાં પઝલ ફીડ.

પઝલ ફીડ જુઓ

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફૉલો કરો છો પર ટૅપ કરો પછી પઝલ (વિભાગની નીચે) પર ટૅપ કરો.

    • આજે પર ટૅપ કરો અને નીચે સ્ક્રોલ કરો પછી પઝલ ગ્રૂપ પર ટૅપ કરો.

પઝલના પ્રકાર માટે ફીડને ફૉલો કરો

જો તમે કોઈ ચોક્કસ પ્રકારની પઝલનો ઝડપી ઍક્સેસ ઇચ્છતા હોવ તો તમે તે પ્રકારને ફૉલો કરી શકો છો.

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. ઉપર મુજબ પઝલ ફીડ જુઓ.

  3. ક્રૉસવર્ડ, મિનિ, ક્વાર્ટાઇલ, સુડોકુ અથવા ઇમોજી ગેમ પર ટૅપ કરો.

  4. “ફૉલો કરો” બટન પર ટૅપ કરો.

“ફૉલો કરો છો”માં પઝલની શ્રેણી દેખાય છે અને તેની નીચે પઝલના પ્રકારો દેખાય છે. તેમને મનપસંદ બનાવવા માટે સંપાદિત કરો પર ટૅપ કરો, પઝલના પ્રકારની બાજુમાં “મનપસંદ ઉમેરો” બટન પર ટૅપ કરો પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

નોટ : જો તમે Apple News+ને સબ્સ્ક્રાઇબ કરો છો તો તમે ઑફલાઇન મોડમાં રમવા માટે પઝલ ફીડ અને પઝલ ટાઇપ ફીડમાં ઑટોમૅટિક રીતે પઝલ ડાઉનલોડ કરી શકો છો.

પઝલ પસંદ કરો

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. પઝલ શોધવા માટે નીચેનામાંથી કોઈ એક વિસ્તારમાં જાઓ :

    • “આજે”ના ફીડ

    • પઝલ ફીડ

    • પઝલના પ્રકાર માટે ફીડ (ક્રૉસવર્ડ, ક્રૉસવર્ડ મિનિ, ક્વાર્ટાઇલ, સુડોકુ અથવા ઇમોજી ગેમ)

  3. પઝલ ખોલવા માટે તેના પર ટૅપ કરો.

ક્રૉસવર્ડ અને સુડોકુ પઝલ જેટલી અઘરી હોય તે મુજબ સરળ, મધ્યમ અથવા પડકારજનક જેવા રેટિંગ આપવામાં આવે છે.

તમે પઝલના દરેક પ્રકારના પૂર્ણ આર્કાઇવમાં ભૂતકાળની વધુ પઝલ જોઈ શકો છો. પઝલના પ્રકારની ફીડમાં નીચે સ્ક્રોલ કરો પછી આર્કાઇવની બાજુમાં “જમણું તીર” બટન પર ટૅપ કરો.

ટિપ : પઝલ આર્કાઇવને સૉર્ટ અથવા ફિલ્ટર કરવા માટે “ફિલ્ટર” બટન પર ટૅપ કરો.

પઝલના આંકડા અને સ્ટ્રીક જુઓ

દરેક પઝલ ફીડમાં તમે સ્કોરબોર્ડ જોઈ શકો છે. તેમાં નીચેની વિગતો સામેલ છે :

  • દરેક પ્રકારની પઝલ માટેના આંકડા—ઉદાહરણ તરીકે ઉકેલાયેલી પઝલની સંખ્યા

  • તમારી વર્તમાન સ્ટ્રીક—તમે દૈનિક પઝલ ઉકેલી હોય તેવા સતત દિવસોની સંખ્યા

  • તમારી સૌથી લાંબી સ્ટ્રીક

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. પઝલના પ્રકાર માટે ફીડ પસંદ કરો પછી ઉપર સ્વાઇપ કરો.

આંકડાઓને અસર કરતી પરિસ્થિતિઓમાં નીચેનામાંથી કોઈ પણનો સમાવેશ થાય છે :

  • જો તમે પઝલનો સંપૂર્ણ અથવા કોઈ ભાગ બતાવવા માટે પ્રદર્શિત કરો કમાંડનો ઉપયોગ કરો છો તો પઝલ તમારા આંકડામાં ગણાશે નહિ અને પઝલ પૂર્ણ કરવાથી સ્ટ્રીક શરૂ થશે નહિ અથવા ચાલુ રહેશે નહિ.

  • iOS 17.5, iPadOS 17.5, macOS 14.5 અથવા પછીના વર્ઝનવાળા ડિવાઇસ પર તમે પૂર્ણ કરો છો તે પઝલને તમારા આંકડામાં ગણવામાં આવે છે. જૂના OS વર્ઝન પર તમે જે પણ પઝલ રમો છો તે તમારા આંકડામાં ગણાતી નથી.

  • તમે iOS 17.5, iPadOS 17.5, macOS 14.5 અથવા પછીના વર્ઝનવાળા ડિવાઇસ પર News ઍપને ખોલો પછી OSના જૂના વર્ઝનવાળા ડિવાઇસ પર તમે પૂર્ણ કરી હોય તે કોઈ પણ દૈનિક પઝલને તમારી સ્ટ્રીકમાં ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો તમે સોમવારના ક્રૉસવર્ડ અને મંગળવારના ક્રૉસવર્ડ તમારા iOS 17.5 સાથેના iPhoneમાં પૂર્ણ કરો પછી બુધવારના ક્રૉસવર્ડને તમારા iPadOS 17.4 સાથેના iPad પર ઉકેલો છો તો તમારી સ્ટ્રીક એક્સટેંડેડ થઈ જશે.

  • કૉન્ટિનંટલ US અને કૅનડાના યૂઝરે પઝલ પ્રકાશિત થયાના 24 કલાકની અંદર પૂર્ણ કરવી આવશ્યક છે જેથી તેને સ્ટ્રીકમાં ગણી શકાય. અલાસ્કા અને હવાઇમાં યૂઝરને એકથી બે કલાક વધારે મળે છે; તેમણે સ્થાનિક સમય મુજબ મધરાત પહેલાં દિવસની પઝલ પૂર્ણ કરવી આવશ્યક છે.

  • સુડોકુ સ્ટ્રીક શરૂ કરવા અથવા જાળવી રાખવા માટે વર્તમાન દિવસની કોઈ પણ જટિલતા લેવલની સુડોકુ પઝલમાંથી ઓછામાં ઓછી એકને જવાબ જોયા વગર ઉકેલો.

તમારા તમામ Apple ડિવાઇસમાં જ્યાં તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય ત્યાં તમારા આંકડા અને સ્ટ્રીક અપ ટૂ ડેટ રહે છે. સેટિંગ્સ પર જઈને તમારા નામ પર ટૅપ કરીને પછી iCloud પર ટૅપ કરો. તમામ જુઓ પર ટૅપ કરીને (iCloudમાં સેવ કરેલ સેક્શનમાં) પછી News ચાલુ કરો.

અન્ય લોકો સાથે સ્પર્ધા કરો

Game Center અને Apple Games ઍપમાં મિત્રો અને અન્ય પઝલ ઉકેલનાર સાથે સ્પર્ધા કરવા માટે તમારે Newsમાં Game Center પણ ચાલુ કરવું જરૂરી છે.

  1. તમારી Game Center પ્રોફાઇલ સેટ અપ કરો.

  2. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  3. ઍપ્સ પર ટૅપ કરીને પછી News પર ટૅપ કરો.

  4. Game Center ચાલુ કરો.

તમારો સ્કોર Game Centerમાં દરેક પ્રકારની પઝલ માટેના લીડરબોર્ડમાં દેખાય છે. સુડોકુમાં દરેક જટિલતા લેવલ માટે લીડરબોર્ડ છે.

તમે ક્રૉસવર્ડ, ક્રૉસવર્ડ મિનિ, સુડોકુ અને ઇમોજી ગેમ પઝલ ઉકેલવા માટે મિત્રોને ચૅલેંજ પણ કરી શકો છો. જુઓ : Apple Games ઍપમાં સાથે મળીને રમો.

પઝલ શેર કરો

તમે બીજા Apple News+ સબ્સ્ક્રાઇબરને લિંક મોકલી શકો છો જેથી તેઓ પણ પઝલ ઉકેલી શકે.

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. પઝલ ખોલો.

  3. “વધુ” બટન પર ટૅપ કરીને શેર કરો પર ટૅપ કરીને પછી મેસેજ, Mail અથવા શેરિંગનો બીજો વિકલ્પ પસંદ કરો.

તમારા જવાબો બતાવવામાં આવતા નથી પણ પૂર્ણ થયેલી પઝલ માટે નીચેની માહિતી શેર કરવામાં આવે છે :

  • ક્રૉસવર્ડ, ક્રૉસવર્ડ મિની અને સુડોકુ : પઝલ ઉકેલવામાં તમે લીધેલો સમય

  • ક્વાર્ટાઇલ : તમારો રેંક

  • ઇમોજી ગેમ : તમે પઝલ ઉકેલવા માટે ઉપયોગ કરેલા મુવની સંખ્યા

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.