આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Apple Intelligence દ્વારા સૂચનાઓનો સારાંશ મેળવો અને વિક્ષેપો ઘટાડો

ભાષાની ઊંડી સમજથી Apple Intelligence* તમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ માહિતીને સંક્ષિપ્ત કરવામાં મદદ કરી શકે છે. ગ્રૂપ ચૅટ ખાસ સક્રિય હોય ત્યારે સૂચનાઓનો સારાંશ આપવામાં આવે છે જેથી કરીને તમે તેમને મુખ્ય વિગતો માટે સ્કૅન કરી શકો. તમારો iPhone એ પણ નિર્ધારિત કરી શકે છે કે કઈ સૂચના અન્ય કરતાં વધુ પ્રાથમિકતા ધરાવે છે. અને ખલેલ ઘટાડો ફોકસ તમને ફક્ત તે સૂચનાઓ બતાવે છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર હોય છે જેમ કે ડેકેરમાંથી વહેલા પિકઅપ વિષેની ટેક્સ્ટ.

લૉક સ્ક્રીન દર્શાવતો iPhone. સ્ક્રીનમાં નીચે સારાંશ કાઢેલ સમય સીમિત સૂચના દેખાય છે.

નોટ : iPhoneના તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં Apple Intelligence ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરના ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iOSના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે.

સૂચનાના સારાંશ કસ્ટમાઇઝ કરો

તમારો iPhone લાંબી અથવા સ્ટૅક કરેલી સૂચનાઓનો સારાંશ આપી શકે છે જેનાથી તેમને એક નજરમાં સમજવામાં સરળતા રહે.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. સૂચનાઓ પર ટૅપ કરો.

  3. “સૂચનાનો સારાંશ” પર ટૅપ કરીને “સૂચનાનો સારાંશ બનાવો” ચાલુ કરો પછી “સારાંશ બનાવવા માટે સૂચનાઓ પસંદ કરો” પર ટૅપ કરો.

  4. તમે જે સૂચનાનો સારાંશ બનાવવા માંગો છો તેના પર ટૅપ કરો પછી “સિલેક્ટ કરેલી સૂચનાનો સારાંશ બનાવો” પર ટૅપ કરો.

તમે કઈ સૂચનાનો સારાંશ બનાવવા માંગો છો તે બદલવા માટે ઍપની બાજુના બટન પર ટૅપ કરો.

સૂચનાના સારાંશ ચાલુ અથવા બંધ કરો

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. સૂચનાઓ પર ટૅપ કરો.

  3. “સૂચનાનો સારાંશ” પર ટૅપ કરો પછી “સૂચનાનો સારાંશ બનાવો” ચાલુ અથવા બંધ કરો.

પ્રાથમિકતા સૂચનાઓ ચાલુ કરવા માટે

તમારો iPhone નિર્ધારિત કરી શકે છે કે કઈ સૂચના અન્ય કરતાં વધુ પ્રાથમિકતા ધરાવે છે. પ્રાથમિકતા સૂચનાઓ સ્ટૅકમાં ઉપર દેખાય છે જેથી તમે જે શું ચૂકી ગયા છો તે જોવાનું સરળ બને છે.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. સૂચનાઓ પર ટૅપ કરો.

  3. “પ્રાથમિકતા સૂચના” પર ટૅપ કરો પછી “સૂચનાને પ્રાથમિકતા આપો” ચાલુ કરો.

    પ્રાથમિકતા સૂચના બંધ કરવા માટે “પ્રાથમિકતા સૂચના”ને બંધ કરો.

તમે કઈ સૂચનાને પ્રાથમિકતા આપવા માંગો છો તે બદલવા માટે ઍપની બાજુના બટન પર ટૅપ કરો.

જ્યારે તમે લૉક સ્ક્રીન પર પ્રાથમિકતા સૂચના પ્રાપ્ત કરો છો ત્યારે પણ તમે સેટિંગ્સ બદલી શકો છો. પ્રાથમિકતા સૂચના દેખાય ત્યારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • ચોક્કસ ઍપ માટે પ્રાથમિકતા સૂચના બંધ કરો : ડાબી બાજુ સ્વાઇપ કરીને વિકલ્પો પર ટૅપ કરો પછી “તમામ [ઍપ]ની સૂચના બંધ કરો” પર ટૅપ કરો.

  • તમામ પ્રાથમિકતા સૂચના બંધ કરો : ડાબી બાજુ સ્વાઇપ કરીને વિકલ્પો પર ટૅપ કરો પછી “પ્રાથમિકતા બંધ કરો” પર ટૅપ કરો.

ખલેલ ઘટાડો ફોકસનો ઉપયોગ કરો

ખલેલ ઘટાડો ફોકસ તમારી સૂચનાઓના કૉન્ટેંટને સમજે છે અને સૌથી મહત્ત્વની સૂચનાઓ તમને બતાવે છે પરંતુ ઓછી મહત્ત્વની સૂચનાઓને સાઇલેંટ કરે છે.

તમે ખલેલ ઘટાડો ફોકસને કસ્ટમાઇઝ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ફોકસ પર ટૅપ કરો.

  3. ઉપર જમણી બાજુએ “ઉમેરો” બટન પર ટૅપ કરો પછી “ખલેલ ઓછી કરો” પર ટૅપ કરો.

  4. કસ્ટમાઇઝ ફોકસ પર ટૅપ કરો અને પછી લોકો અથવા ઍપ્સ પર ટૅપ કરો.

  5. લોકો અને ઍપ્સની સૂચનાઓને અનુમતિ આપવા માટે તેમને પસંદ કરો.

નોટ : જ્યારે તમે કોઈ પણ ફોકસ માટે ઇંટેલીજેંટ બ્રેકથ્રૂ & સાયલેંસિંગ ચાલુ કરો છો ત્યારે કોઈ પણ સૂચનાને ખાસ અનુમતિ આપવામાં આવે અથવા સાઇલેંટ કરવામાં આવે તો તેને હંમેશાં અનુમતિ આપવામાં આવશે અથવા તેને સાઇલેંટ કરવામાં આવશે.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.