આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં સિનેમૅટિક મોડ વીડિયોને સંપાદિત કરો

સપોર્ટેડ મૉડલમાં કૅમેરામાં સિનેમૅટિક મોડ ડેપ્થ-ઑફ-ફીલ્ડ ઇફેક્ટ લાગુ કરે છે જે ફોરગ્રાઉંડ અને બૅકગ્રાઉંડને સુંદર રીતે બ્લર કરતી વખતે તમારા વીડિયોની વિષયવસ્તુને શાર્પ રાખે છે. વીડિયો કૅપ્ચર કર્યા પછી તમે ફોટોસ ઍપમાં સિનેમૅટિક મોડ ઇફેક્ટ ઍડજસ્ટ કરી શકો અથવા કાઢી શકો છો.

સિનેમૅટિક ઇફેક્ટ બંધ કરો

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. તમે સિનેમૅટિક મોડમાં રેકોર્ડ કરેલો વીડિયો ખોલો અને પછી “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

  3. સ્ક્રીનમાં ટોચ પર સિનેમૅટિક પર ટૅપ કરો અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

સિનેમૅટિક મોડને ફરી ચાલુ કરવા માટે આ પગલાંનું પુનરાવર્તન કરો.

સિનેમૅટિક મોડ વીડિયોમાં ફોકસ કરવાની વિષયવસ્તુ બદલો

જ્યારે તમે સિનેમૅટિક મોડમાં રેકોર્ડ કરો છો ત્યારે ક્યાં ફોકસ કરવું છે તે કૅમેરા ઑટોમૅટિક રીતે ઓળખે છે અને જો નવી વિષયવસ્તુ ઓળખાય તો ઑટોમૅટિક રીતે ફોકસ બદલી શકે છે. તમે ફોકસમાં રાખવાની વિષયવસ્તુને મૅન્યુઅલ રીતે પણ બદલી શકો છો.

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. તમે સિનેમૅટિક મોડમાં રેકોર્ડ કરેલો વીડિયો ખોલો અને પછી “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

    ફ્રેમ વ્યૂઅરની નીચે સફેદ ડૉટ રેકોર્ડિંગ કરતી વખતે કૅમેરાએ ઑટોમૅટિક રીતે ક્યાં ફોકસ બદલ્યું તે દર્શાવે છે. પીળું ડૉટ ક્યાં મૅન્યુઅલ રીતે ફોકસ બદલવામાં આવ્યું હતું તે દર્શાવે છે.

  3. વીડિયો પ્લે કરો અથવા ફ્રેમ વ્યૂઅરમાં સફેદ વર્ટિકલ બાર પર સ્લાઇડ કરીને જ્યાં તમે ફોકસ બદલવા માંગો છો તે પૉઇંટ પર લઈ જાઓ.

  4. ફોકસ બદલવા માટે પીળા રંગમાં દર્શાવેલ વિષયવસ્તુ પર ટૅપ કરો; વિષયવસ્તુ પર ઑટોમૅટિક ફોકસ ટ્રૅકિંગ સેટ કરવા માટે ડબલ ટૅપ કરો.

    ફોકસ બદલાયું હોવાનું સૂચવવા માટે ફ્રેમ વ્યૂઅરની નીચે પીળું ડૉટ દેખાય છે.

    નોટ : તમે કૅમેરાથી ચોક્કસ અંતરે ફોકસને લૉક કરવા માટે સ્ક્રીનને ટચ કરીને હોલ્ડ પણ કરી શકો છો.

  5. સમગ્ર વીડિયોમાં ફોકસ પૉઇંટ બદલવા માટે ઉપરનાં પગલાંનું પુનરાવર્તન કરો.

    મૅન્યુઅલ ફોકસ ફેરફારને કાઢી નાખવા માટે ફ્રેમ વ્યૂઅરની નીચે પીળા ડૉટ પર ટૅપ કરો અને પછી “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

  6. તમારા ફેરફારો સેવ કરવા માટે પૂર્ણ પર ટૅપ કરો.

ઑટોમૅટિક ફોકસ ટ્રૅકિંગ અને તમારા મૅન્યુઅલ રીતે સિલેક્ટ કરેલા ફોકસ પૉઇંટ વચ્ચે સ્વિચ કરવા માટે મૅન્યુઅલ ટ્રૅકિંગ બટન પર ટૅપ કરો.

તમે તમારા ફેરફારો સેવ કર્યા પછી જો તમને તમારા સંપાદનો પસંદ ન હોય તો તમે સિનેમૅટિક મોડ વીડિયોને અસલ વર્ઝન પર રિવર્ટ કરી શકો છો. વીડિયો ખોલો પછી રિવર્ટ પર ટૅપ કરો.

સિનેમૅટિક મોડ વીડિયોમાં ફીલ્ડની ડેપ્થ ઍડજસ્ટ કરવા

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. તમે સિનેમૅટિક મોડમાં રેકોર્ડ કરેલો વીડિયો ખોલો અને પછી “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

  3. સ્ક્રીનની ટોચ પર “ડેપ્થ કંટ્રોલ” બટન પર ટૅપ કરો.

    વીડિયોની નીચે સ્લાઇડર દેખાય છે.

  4. ડેપ્થ ઑફ ફીલ્ડ ઇફેક્ટ ઍડજસ્ટ કરવા માટે સ્લાઇડરને ડાબે અથવા જમણે ડ્રૅગ કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.

તમે સેવ કરો તે પછી તમારા સંપાદનને અનડૂ કરવા માટે વીડિયો ખોલીને પછી રિવર્ટ પર ટૅપ કરો.

તમારા Mac પર સિનેમૅટિક મોડ વીડિયો એક્સપોર્ટ કરો

અન્ય ઍૅપ્સમાં સંપાદન માટે તમારા iPhone પરથી ડેપ્થ અને ફોકસ મેટાડેટા સાથે સિનેમૅટિક મોડ વીડિયોને તમારા Mac પર ટ્રાંસફર કરવા માટે તમે AirDropનો ઉપયોગ કરી શકો છો.

નોટ : iOS 16 અથવા તે પછીનું વર્ઝન ધરાવતા iPhone પર રેકોર્ડ કરેલા સિનેમૅટિક મોડ વીડિયોનું સંપાદન કરવા માટે ખાતરી કરો કે તમારા Mac પર macOS 13 અથવા તે પછીનું વર્ઝન ચાલતું હોય.

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. સિનેમૅટિક મોડ વીડિયો ખોલીને પછી “શેર કરો” બટન પર ટૅપ કરો.

  3. સ્ક્રીનમાં ટોચ પરના વિકલ્પો પર ટૅપ કરીને તમામ ફોટો ડેટા ચાલુ કરો પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

  4. AirDrop પર ટૅપ કરો અને પછી તમે જેની સાથે શેર કરવા માંગો છો તે ડિવાઇસ પર ટૅપ કરો (ખાતરી કરો કે જેમની સાથે તમે શેરિંગ કરો તે ડિવાઇસનું AirDrop ચાલુ હોય).

તમારા Mac પર ફોટોસ ઍપનો ઉપયોગ કરીને સિનેમૅટિક મોડના વીડિયોમાં સંપાદન વિષેની માહિતી માટે સિનેમૅટિક મોડના વીડિયોમાં સંપાદન કરો જુઓ.

તમારા Mac પર Final Cut Pro, iMovie અથવા Motionનો ઉપયોગ કરીને સિનેમૅટિક મોડના વીડિયોમાં સંપાદન વિષેની માહિતી માટે Apple સપોર્ટ લેખ Final Cut Pro, iMovie અને Motionમાં સિનેમૅટિક મોડના વીડિયોમાં સંપાદન કરો જુઓ.

સિનેમૅટિક મોડ વીડિયોને એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસમાં એક્સપોર્ટ કરો

તમે સિનેમૅટિક મોડ વીડિયોને સીધા એક્સટર્નલ ડ્રાઇવ, મેમરી કાર્ડ અથવા અન્ય સ્ટોરેજ ડિવાઇસ પર એક્સપોર્ટ કરી શકો છો.

નોટ : સંપાદિત કરેલા ફોટો અને વીડિયો માટે અસંશોધિત અસલ વર્ઝન એક્સપોર્ટ કરવામાં આવશે.

  1. લાઇટનિંગ અથવા USB-C કનેક્ટરનો ઉપયોગ કરીને તમારા iPhoneને સ્ટોરેજ ડિવાઇસ સાથે કનેક્ટ કરો.

  2. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  3. તમે જે વીડિયોને એક્સપોર્ટ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.

  4. “શેર કરો” બટન પર ટૅપ કરો પછી “ફેરફાર કર્યા વગરના અસલને એક્સપોર્ટ” કરો પર ટૅપ કરો.

  5. બ્રાઉઝ પર ટૅપ કરીને તમારા સ્ટોરેજ ડિવાઇસ પર ટૅપ કરો (લોકેશનની નીચે) પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.