આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં “ખોજી”માં ડિવાઇસને લોકેટ કરો

ખોવાઈ ગયેલા iPhone, iPad, iPod touch, Mac, Apple Watch, AirPods અથવા Beats હેડફોન (સપોર્ટેડ મૉડલ)ને લોકેટ કરવા અને તેમાં સાઉંડ પ્લે કરવા માટે ખોજી ઍપનો ઉપયોગ કરો. ડિવાઇસને લોકેટ કરવા માટે તમારે તે ગુમ થાય તે પહેલાં ખોજી [ડિવાઇસ] ચાલુ કરવું આવશ્યક છે.

નોટ : તમારા ડિવાઇસથી તમારું અંતર જોવા માટે “ખોજી” ઍપ માટે સચોટ લોકેશન ચાલુ કર્યું છે તેની ખાતરી કરો. જુઓ : તમે શેર કરો છો તે લોકેશનની માહિતી કંટ્રોલ કરો.

જો તમારો iPhone ખોવાઈ જાય અને તમારી પાસે “ખોજી” ઍપનો ઍક્સેસ ન હોય તો તમે iCloud.comમાં ડિવાઇસ શોધોનો ઉપયોગ કરીને તમારા ડિવાઇસને લોકેટ કરી શકો અથવા તેમા સાઉંડ પ્લે કરી શકો છો.

“ખોજી”માં ડિવાઇસની યાદીની સ્ક્રીન ખુલી છે. ડિવાઇસની યાદીમાં બે ડિવાઇસ છે : ડૅનીનો iPhone અને ડૅનીનું iPad. નકશામાં તેમનાં લોકેશન બતાવવામાં આવે છે.

ડિવાઇસ લોકેટ કરવા વિષે

  • તમે નકશામાં તમારા ડિવાઇસનું લોકેશન જોવા માટે તમારા iPhoneમાં ખોજીનો ઉપયોગ કરી શકો છો. જો ડિવાઇસ ઑનલાઇન હોય તો તમને તેનું લોકેશન દેખાય છે અને તેને શોધવામાં તમને મદદ મળે તે માટે સાઉંડ પ્લે કરે છે. જો ડિવાઇસ ઑફલાઇન હોય તો તમને તેનું લોકેશન દેખાય છે પરંતુ તેમાં સાઉંડ પ્લે થતો નથી.

  • AirPods અને સપોર્ટેડ Beats હેડફોન માટે તે તમારા ડિવાઇસની નજીક હોય અને Bluetooth®થી કનેક્ટેડ હોય ત્યારે તમે તેને લોકેટ કરી શકો છો. સપોર્ટેડ AirPods માટે તે તમારા ડિવાઇસ સાથે છેલ્લે કનેક્ટ થયા હોય તેના પછી 24 કલાક સુધી તમે ખોજી નેટવર્કના માધ્યમથી નજીકમાં ન હોય તો પણ તેમનું લોકેશન જોઈ શકો છો.

  • MagSafe સાથેના iPhone વૉલેટ અને ખોજી સપોર્ટ માટે જ્યારે તે તમારા iPhoneથી અટૅચ હોય ત્યારે તમે તેનું લોકેશન જોઈ શકો છો અને જો તે તમારા iPhoneથી અલગ થાય તો તેનું છેલ્લું જાણીતું લોકેશન જોઈ શકો છો.

નકશા પર તમારા ડિવાઇસનું લોકેશન જુઓ

તમે “ખોજી” ઍપમાં તમારા ડિવાઇસનું વર્તમાન અથવા છેલ્લું જાણીતું લોકેશન જોઈ શકો છો.

સ્ક્રીનમાં નીચે “ડિવાઇસ” પર ટૅપ કરો અને પછી તમે જે ડિવાઇસને લોકેટ કરવા માંગો છો તેના નામ પર ટૅપ કરો.

  • જો ડિવાઇસને લોકેટ કરી શકાય તો : તે નકશા પર દેખાય છે જેથી તમે તેની જગ્યા જોઈ શકો.

  • જો ડિવાઇસને લોકેટ કરી શકાય નહિ તો : તમને ડિવાઇસના નામની નીચે “કોઈ લોકેશન મળ્યું નહિ” જોવા મળે છે. સૂચનાઓની નીચે “મળે ત્યારે સૂચિત કરો” ચાલુ કરો. તે લોકેટ થાય ત્યારે તમને સૂચના પ્રાપ્ત થશે.

    મહત્ત્વપૂર્ણ : તમે “ખોજી” ઍપની સૂચનાઓને અનુમતિ આપી છે તેની ખાતરી કરો. જુઓ : iPhoneમાં સૂચનાનાં સેટિંગ્સ બદલો.

સમસ્યાનું નિરાકરણ લાવવાનાં પગલાં માટે Apple સપોર્ટ લેખ જો ખોજી ઑફલાઇન હોય અથવા કામ કરતું ન હોય તો જુઓ.

તમારા ડિવાઇસ પર સાઉંડ પ્લે કરવા માટે

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “ડિવાઇસ” પર ટૅપ કરો અને પછી તમે જે ડિવાઇસમાં સાઉંડ પ્લે કરવા માંગો છો તેના નામ પર ટૅપ કરો.

  3. “સાઉંડ પ્લે કરો” પર ટૅપ કરો.

    • જો ડિવાઇસ ઑનલાઇન હોય તો : સાઉંડ થોડા વિલંબ પછી શરૂ થાય છે અને ધીમે ધીમે વૉલ્યૂમમાં વધારો થાય છે અને પછી લગભગ બે મિનિટ સુધી પ્લે થાય છે. જો લાગુ પડે તો ખોજી [ડિવાઇસ] અલર્ટ ડિવાઇસની સ્ક્રીન પર દેખાય છે.

      તમારા Apple અકાઉંટના ઇમેલ અડ્રેસ પર પણ પુષ્ટિકરણ ઇમેલ મોકલવામાં આવે છે.

    • જો ડિવાઇસ ઑફલાઇન હોય તો : તમને સાઉંડ પેંડિંગ દેખાય છે. આગલી વખતે ડિવાઇસ જ્યારે Wi-Fi અથવા મોબાઇલ સર્વિસ નેટવર્ક સાથે કનેક્ટ થાય ત્યારે સાઉંડ પ્લે થાય છે. AirPods અને Beats હેડફોન માટે તમારું ડિવાઇસ આગલી વખતે જ્યારે તમારા iPhone અથવા iPadની રેંજમાં હોય ત્યારે તમને સૂચના મળે છે.

જો તમારા AirPods અલગ હોય તો તમારી પાસે સાઉંડ પ્લે કરવા માટે વધારાના વિકલ્પો છે. AirPods યૂઝર ગાઇડમાં ખોજીમાં AirPods લોકેટ કરો પર જાઓ.

ડિવાઇસમાં સાઉંડ પ્લે થવાનું બંધ કરો

જો તમને તમારું ડિવાઇસ મળી જાય અને સાઉંડ ઑટોમૅટિક રીતે બંધ થાય તે પહેલાં તેને બંધ કરવા માંગો છો તો નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • iPhone, iPad અથવા iPod touchમાં : પાવર બટન અથવા વૉલ્યૂમ બટન દબાવો અથવા રિંગ/સાઇલેંટ સ્વિચને ફ્લિપ કરો. જો ડિવાઇસ લૉક હોય તો તમે તેને અનલૉક પણ કરી શકો છો અથવા “ખોજી” [ડિવાઇસ] અલર્ટને ડિસમિસ કરવા માટે સ્વાઇપ કરી શકો છો. જો ડિવાઇસ અનલૉક હોય તો તમે “ખોજી” [ડિવાઇસ] અલર્ટમાં “બરાબર” પર પણ ટૅપ કરી શકો છો.

  • Apple Watchમાં : “ખોજી” Watch અલર્ટમાં “ડિસમિસ કરો” પર ટૅપ કરો અથવા Digital Crown અથવા સાઇડ બટન દબાવો.

  • Macમાં : “ખોજી” Mac અલર્ટમાં “બરાબર” પર ક્લિક કરો.

  • AirPods અથવા Beats હેડફોનમાં : “ખોજી”માં “બંધ કરો” પર ટૅપ કરો.

ડિવાઇસ માટે દિશાનિર્દેશ મેળવવા માટે

જો તમને નકશામાં તેનું લોકેશન દેખાતું હોય તો તમે તમારા ડિવાઇસ સુધી પહોંચવાના સંપૂર્ણ દિશાનિર્દેશ મેળવી શકો છો.

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “ડિવાઇસ” પર ટૅપ કરો અને પછી તમે જે ડિવાઇસ માટે દિશાનિર્દેશ મેળવવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

  3. નકશો ઍપ ખોલવા માટે “દિશાનિર્દેશ” પર ટૅપ કરો. જુઓ : દિશા નિર્દેશનો મેળવવા માટે.

જો તમે તમારા સપોર્ટેડ AirPodsની નજીક હોવ તો વધારાના દિશાનિર્દેશ માટે “શોધો” પર ટૅપ કરી શકો છો. વધુ માહિતી માટે AirPods યૂઝર ગાઇડમાં ખોજીમાં AirPods લોકેટ કરો જુઓ.

મિત્રના ડિવાઇસને લોકેટ કરો અથવા તેમાં સાઉંડ પ્લે કરો

જો તમારા મિત્રનું ડિવાઇસ ગુમ થાય તો તેઓ iCloud.comમાં ડિવાઇસ શોધો પર જઈને તેમના Apple અકાઉંટમાં સાઇન ઇન કરીને તેને લોકેટ કરી શકે છે અથવા તેમાં સાઉંડ પ્લે કરી શકે છે. વધુ જાણવા માટે iCloud યૂઝર ગાઇડમાં iCloud.comમાં ડિવાઇસ શોધોમાં ડિવાઇસ લોકેટ કરો જુઓ.

જો તમે ફેમિલી શેરિંગ સેટ અપ કરો છો તો તમે પરિવારના સભ્યના ગુમ થયેલા ડિવાઇસને લોકેટ કરવા માટે “ખોજી”નો ઉપયોગ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.