આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર પુસ્તક ઍપમાં પુસ્તકની ઍનટેટ કરો

તમે પુસ્તક ઍપમાં જેમ જેમ તમે પુસ્તક વાંચતા જાઓ તેમ તેમ હાઇલાઇટ કરી શકો છો, અંડરલાઇન કરી શકો છો અને નોટ લઈ શકો છો અને પછી અન્ય લોકો સાથે તમારી ઍનટેશન શેર કરી શકો છો. તમે સિલેક્ટ કરેલી ટેક્સ્ટનો અનુવાદ, કૉપિ અને શેર પણ કરી શકો છો.

પુસ્તક ઍપમાં પેજની ટેક્સ્ટના સિલેક્ટેડ કરેલા ભાગ સાથે પુસ્તકનું પેજ. “હાઇલાઇટ કરો”, “નોટ ઉમેરો” અને “અનુવાદ કરો” કંટ્રોલ સિલેક્ટેડ ટેક્સ્ટની ઉપર છે.

નોટ : Apple Books તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ.

ટેક્સ્ટને હાઇલાઇટ અથવા અંડરલાઇન કરો

  1. તમારા iPhone પર પુસ્તક ઍપ પર જાઓ.

  2. પુસ્તકના કવરને ખોલવા માટે તેના પર ટૅપ કરો.

  3. શબ્દને ટચ કરી દબાવી રાખો, સિલેક્શન ઍડજસ્ટ કરવા માટે ગ્રેબ પૉઇંટને મુવ કરો પછી હાઇલાઇટ પર ટૅપ કરો.

    હાઇલાઇટ અથવા અંડરલાઇનને કાઢી નાખવા માટે ટેક્સ્ટ પર ટૅપ કરો પછી “કાઢી નાખો” પર ટૅપ કરો.

  4. હાઇલાઇટનો રંગ બદલવા માટે અથવા અંડરલાઇન પર સ્વિચ કરવા માટે ટેક્સ્ટ પર ટૅપ કરો, હાઇલાઇટ પર ટૅપ કરો પછી વિકલ્પ પર ટૅપ કરો.

તમારી તમામ હાઇલાઇટ જોવા માટે પેજ પર ટૅપ કરો, “મેન્યૂ” બટન પર ટૅપ કરો, બુકમાર્ક & હાઇલાઇટ પર ટૅપ કરો પછી હાઇલાઇટ પર ટૅપ કરો. પુસ્તકમાં તે લોકેશન પર જવા માટે હાઇલાઇટ પર ટૅપ કરો.

નોટ ઉમેરવા માટે

  1. તમારા iPhone પર પુસ્તક ઍપ પર જાઓ.

  2. પુસ્તકના કવરને ખોલવા માટે તેના પર ટૅપ કરો.

  3. કોઈ શબ્દને ટચ કરી દબાવી રાખો પછી ટેક્સ્ટ સિલેક્શનને ઍડજસ્ટ કરવા માટે ગ્રેબ પૉઇંટને મુવ કરો.

  4. નોટ ઉમેરો પર ટૅપ કરીને ટેક્સ્ટ એંટર કરો પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

તમારી તમામ નોટ જોવા માટે પેજ પર ટૅપ કરો, “મેન્યૂ” બટન પર ટૅપ કરો, બુકમાર્ક & હાઇલાઇટ પર ટૅપ કરો પછી હાઇલાઇટ પર ટૅપ કરો. પુસ્તકમાં તે લોકેશન પર જવા માટે નોટ પર ટૅપ કરો.

હાઇલાઇટ અને નોટ શેર કરવા માટે

  1. તમારા iPhone પર પુસ્તક ઍપ પર જાઓ.

  2. પુસ્તકના કવરને ખોલવા માટે તેના પર ટૅપ કરો.

  3. હાઇલાઇટ અથવા નોટ પર ટૅપ કરીને ફૉરવર્ડ બટન ટૅપ કરો પછી શેર કરો પર ટૅપ કરો.

    ટિપ : એક જ સમયે ઘણી હાઇલાઇટ અથવા નોટ્સ શેર કરવા માટે “મેન્યૂ” બટન પર ટૅપ કરીને બુકમાર્ક અને હાઇલાઇટ પર ટૅપ કરો પછી હાઇલાઇટ પર ટૅપ કરો. “ચેકલિસ્ટ” બટન પર ટૅપ કરીને તમે જે આઇટમ શેર કરવા માંગો છો તેના પર ટૅપ કરીને પછી “શેર કરો” બટન પર ટૅપ કરો.

નોટ ડિલીટ કરવા માટે

  1. તમારા iPhone પર પુસ્તક ઍપ પર જાઓ.

  2. પુસ્તકના કવરને ખોલવા માટે તેના પર ટૅપ કરો.

  3. નોટ પર ટૅપ કરીને “કાઢી નાખો” પર ટૅપ કરો પછી “નોટ કાઢી નાખો” અથવા “હાઇલાઇટ અને નોટ કાઢી નાખો” પસંદ કરો.

    ટિપ : એક જ સમયે ઘણી નોટ્સ અથવા હાઇલાઇટ ડિલીટ કરવા માટે “મેન્યૂ” બટન પર ટૅપ કરીને બુકમાર્ક અને હાઇલાઇટ પર ટૅપ કરો પછી હાઇલાઇટ પર ટૅપ કરો. “ચેકલિસ્ટ” બટન પર ટૅપ કરીને તમે જે આઇટમ ડિલીટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો પછી “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

અનુવાદ, સર્ચ અથવા ટેક્સ્ટ કૉપિ કરવા માટે

જેમ તમે વાંચતા હો તેમ તમે ટેક્સ્ટ સિલેક્ટ કરી શકો છો અને પછી તેનો અનુવાદ અથવા તેને કૉપિ કરી શકો છો. તમે સિલેક્ટ કરેલા ટેક્સ્ટ માટે પુસ્તક પણ સર્ચ કરી શકો છો.

  1. તમારા iPhone પર પુસ્તક ઍપ પર જાઓ.

  2. પુસ્તકના કવરને ખોલવા માટે તેના પર ટૅપ કરો.

  3. કોઈ શબ્દને ટચ કરી દબાવી રાખો પછી ટેક્સ્ટ સિલેક્શનને ઍડજસ્ટ કરવા માટે ગ્રેબ પૉઇંટને મુવ કરો.

  4. ફૉરવર્ડ બટન પર ટૅપ કરીને પછી અનુવાદ કરો, સર્ચ કરો અથવા કૉપિ કરો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.