આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં આરોગ્ય ઍપમાં તમારી માનસિક અવસ્થા લૉગ કરો

તમે કેવું અનુભવી રહ્યા છો તેના પર ચિંતન કરી શકો છો અને તમારી માનસિક સુખાકારી પર નજર રાખવા માટે તમારી ક્ષણિક લાગણીઓ અને દૈનિક મૂડને લૉગ કરી શકો છો. તમે એ પણ શીખી શકો છો કે તમારી માનસિક અવસ્થા જીવનશૈલીના વ્યાયામ, ઊંઘ, દિવસના પ્રકાશનો સમય અને માઇંડફુલ મિનિટ જેવા ફૅક્ટર સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે.

તમારી માનસિક અવસ્થાને લૉગ કરવા માટે

આરોગ્ય ઍપમાં વર્તમાન મૂડને “થોડી સુખદ” તરીકે ઓળખતી સ્ક્રીન. સ્ક્રીનમાં નીચે લાગણીના સ્તરને ઍડજસ્ટ કરવા માટે સ્લાઇડર.
  1. તમારા iPhoneમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. “સર્ચ કરો” બટન પર ટૅપ કરો અને માનસિક આરોગ્ય પર ટૅપ કરો પછી માનસિક અવસ્થા પર ટૅપ કરો.

  3. જો આ તમારું પહેલીવાર લૉગ ઇન હોય તો “શરૂ કરો” પર ટૅપ કરો. નહિંતર “લૉગ કરો” પર ટૅપ કરો.

    ટિપ : પાછળના દિવસ માટે તમારી માનસિક અવસ્થાને લૉગ કરવા માટે ઉપર-જમણા ખૂણામાં “કૅલેંડર” બટન પર ટૅપ કરો, દિવસ પર ટૅપ કરો પછી લૉગ પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • લાગણી લૉગ કરવા માટે : “હમણાં તમે કેવું અનુભવી રહ્યા છો” તેના પર ટૅપ કરો પછી “આગળ” પર ટૅપ કરો.

    • મૂડ લૉગ કરવા માટે : “આજે તમને એકંદરે કેવું લાગ્યું” પર ટૅપ કરો પછી “આગળ” પર ટૅપ કરો.

  5. તમને કેવું લાગે છે તે દર્શાવવા માટે સ્લાઇડરને ડ્રૅગ કરો અને પછી “આગળ” પર ટૅપ કરો.

  6. તમે કેવું અનુભવી રહ્યા છો તેનું વર્ણન કરતા કોઈ પણ શબ્દ પર ટૅપ કરો (વૈકલ્પિક) પછી “આગળ” પર ટૅપ કરો.

  7. તમારા પર સૌથી વધુ અસર કરનારનું વર્ણન કરતા કોઈ પણ શબ્દ પર ટૅપ કરો (વૈકલ્પિક) પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

જો તમે વર્ણવ્યું હોય કે તમારા પર સૌથી વધુ શું પ્રભાવ પાડી રહ્યું છે તો તમે વધુ માહિતી એંટર કરવા માટે “વધારે સંદર્ભ” પર ટૅપ કરી શકો છો.

તમારી માનસિક અવસ્થાની હિસ્ટરી જોવા માટે

  1. તમારા iPhoneમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. “સર્ચ કરો” બટન પર ટૅપ કરો અને માનસિક આરોગ્ય પર ટૅપ કરો પછી માનસિક અવસ્થા પર ટૅપ કરો.

  3. “ચાર્ટમાં બતાવો” પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સમયાંતરે તમારી માનસિક અવસ્થા જોવા માટે : ચાર્ટમાં ઉપર સમય રેંજના સિલેક્શનના વિકલ્પ પર ટૅપ કરો.

    • તમે લૉગ કરેલી એંટ્રીના પ્રકાર જોવા માટે : ગ્રાફ પર તે એંટ્રી જોવા માટે સ્ટેટ પર ટૅપ કરો પછી દૈનિક મૂડ અથવા ક્ષણિક લાગણીઓ પર ટૅપ કરો.

    • તમારી એંટ્રી સાથે જોડાયેલા ફૅક્ટર જોવા માટે : ઍસોસિએશન પર ટૅપ કરો પછી તમારી માનસિક અવસ્થા એંટ્રીમાં તમે લૉગ કરેલા વિવિધ ફૅક્ટરમાં સ્ક્રોલ કરો.

    • તમારી એંટ્રી સાથે સંકળાયેલા જીવનશૈલીના ફૅક્ટર જોવા માટે : “જીવનના ફૅક્ટર” પર ટૅપ કરો પછી તમારી માનસિક અવસ્થાની એંટ્રીની બાજુમાં તેને જોવા માટે જીવનશૈલીના ફૅક્ટર પર ટૅપ કરો.

      તે તમારા માનસિક આરોગ્ય પર કેવી અસર કરી શકે છે તે વિષે વધુ જાણવા માટે તમે દરેક જીવનશૈલી ફૅક્ટરની બાજુમાં “માહિતી બતાવો” બટન પર પણ ટૅપ કરી શકો છો.

માનસિક અવસ્થા વિષે રિમાઇંડર સેટ કરવા માટે

તમે તમારી માનસિક અવસ્થા લૉગ કરવા માટે રિમાઇંડર મેળવી શકો છો.

  1. તમારા iPhoneમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. “સર્ચ કરો” બટન પર ટૅપ કરો અને માનસિક આરોગ્ય પર ટૅપ કરો પછી માનસિક અવસ્થા પર ટૅપ કરો.

  3. સ્ક્રીનમાં નીચે સ્ક્રોલ કરો પછી “વિકલ્પો” પર ટૅપ કરો.

  4. તમારા દિવસ દરમિયાન અને દિવસના અંતે ચાલુ અથવા બંધ કરો.

વધારે રિમાઇંડર બનાવવા માટે તમે “રિમાઇંડર ઉમેરો” પર પણ ટૅપ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.