આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં કૅલેંડરમાં ઇવેંટ બનાવો અને સંપાદિત કરો

ઇવેંટ, અપૉઇંટમેંટ અને મીટિંગ બનાવવા અને સંપાદિત કરવા કૅલેંડર ઍપનો ઉપયોગ કરો.

દિવસના વ્યૂમાં દિવસની ઇવેંટ દર્શાવતું કૅલેંડર. કૅલેંડર બટન સ્ક્રીનમાં નીચે મધ્યમાં છે અને ઇનબૉક્સ બટન નીચે જમણી બાજુએ છે.

Siri: Siriને આવું કંઈક કહો, “Set up a meeting with Gordon at 9.”Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

ઇવેંટ ઉમેરવા માટે

  1. તમારા iPhoneમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. દિવસના વ્યૂમાં સ્ક્રીનમાં ઉપર “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. ઇવેંટનું ટાઇટલ એંટર કરો.

  4. “લોકેશન અથવા વીડિયો કૉલ” પર ટૅપ કરો અને પછી ભૌગોલિક લોકેશન એંટર કરો અથવા રિમોટ ઇવેંટની વીડિયો લિંક એંટર કરવા માટે “FaceTime” પર ટૅપ કરો.

    તમે બનાવેલી અથવા પ્રાપ્ત કરેલી FaceTime લિંકને તમે કૉપિ કરીને લોકેશન ફીલ્ડમાં પેસ્ટ પણ કરી શકો છો. જુઓ : FaceTime કૉલ માટે લિંક બનાવો.

  5. ઇવેંટનો શરૂઆતનો અને સમાપ્તિ સમય, પ્રવાસનો સમય, આમંત્રિતો, અટૅચમેંટ વગેરે એંટર કરો. (મીટિંગની તમામ માહિતી એંટર કરવી જરૂરી હોય તો ઉપર સ્વાઇપ કરો.)

  6. પૂર્ણ બટન પર ટૅપ કરો.

અલર્ટ ઉમેરવા માટે

ઇવેંટ વિષે યાદ અપાવવામાં આવે તે માટે તમે અગાઉથી અલર્ટ સેટ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. ઇવેંટ પર ટૅપ કરો અને પછી સંપાદિત કરો પર ટૅપ કરો.

  3. ઇવેંટની વિગતોમાં “અલર્ટ” પર ટૅપ કરો.

  4. તમને યાદ અપાવવાનો સમય પસંદ કરો.

    ઉદાહરણ તરીકે “ઇવેંટના સમયે”, “5 મિનિટ પહેલાં” અથવા બીજો વિકલ્પ.

    નોટ : જો તમે ઇવેંટના લોકેશનમાં સરનામું ઉમેરો છો તો તમારા નીકળવાનો સમય થાય ત્યારે તમને જણાવવા માટે કૅલેંડર લોકેશન, ટ્રૅફિકની સ્થિતિ અને ટ્રેંઝિટ વિકલ્પો ખોજવા માટે Apple નકશાનો ઉપયોગ કરે છે.

  5. પૂર્ણ બટન પર ટૅપ કરો.

અટૅચમેંટ ઉમેરવા માટે

તમે કૅલેંડર ઇવેંટમાં આમંત્રિત લોકો સાથે શેર કરવા માટે અટૅચમેંટ ઉમેરી શકો છો.

  1. તમારા iPhoneમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. ઇવેંટ પર ટૅપ કરો અને પછી ઉપર જમણી બાજુએ “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  3. ઇવેંટની વિગતોમાં “અટૅચમેંટ ઉમેરો” પર ટૅપ કરો.

  4. તમે જે ફાઇલને અટૅચ કરવા માંગો છો તેને લોકેટ કરો.

    તમે ફાઇલ શોધવા માટે સર્ચ ફીલ્ડમાં તેનું નામ એંટર કરવું, સ્ક્રોલ કરવું, ફોલ્ડરને ખોલવા માટે તેના પર ટૅપ કરવું, અન્ય લોકેશનમાં (જેમ કે iCloud Drive) ખોજવા માટે “બ્રાઉઝ” પર ટૅપ કરવું વગેરે કરી શકો છો. જુઓ : ફાઇલમાં ફાઇલ અને ફોલ્ડરમાં ફેરફાર કરો અને ડાઉનલોડ શોધો.

  5. પૂર્ણ બટન પર ટૅપ કરો.

અટૅચમેંટ કાઢી નાખવા માટે ઇવેંટ પર ટૅપ કરીને ઉપર જમણી બાજુએ “સંપાદિત કરો” પર ટૅપ કરો અને અટૅચમેંટ પર ડાબી બાજુ સ્વાઇપ કરો પછી “કાઢી નાખો” પર ટૅપ કરો.

અન્ય ઍપમાં ઇવેંટ શોધવા માટે

Siri તમને Mail, મેસેજ અને Safariમાં મળતી ફ્લાઇટ રિઝર્વેશન અને હૉટેલ બુકિંગ જેવી ઇવેંટની સૂચના આપી શકે છે જેથી તમે સરળતાથી તેમને કૅલેંડરમાં ઉમેરી શકો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી કૅલેંડર પર ટૅપ કરો.

  3. Siriને અન્ય ઍપ્સમાં મળતી ઇવેંટની સૂચના આપવાની અનુમતિ આપવા માટે “Siri” પર ટૅપ કરીને “ઍપમાં બતાવો” ચાલુ કરો.

કૅલેંડરનો ઉપયોગ કરવાની તમારી રીતના આધારે Siriને અન્ય ઍપ્સમાં સૂચનો આપવાની અનુમતિ આપવા માટે “આ ઍપમાંથી જાણો” ચાલુ કરો.

ઇવેંટને કૉપિ કરીને પેસ્ટ કરવા માટે

તમે ઇવેંટને કૉપિ કરી શકો છો અને તેને બીજી તારીખમાં પેસ્ટ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. ઇવેંટને ટચ કરીને હોલ્ડ કરો અને પછી “કૉપિ કરો” પર ટૅપ કરો.

  3. અન્ય તારીખમાં તમે જે સમય પર ઇવેંટને પેસ્ટ કરવા માંગો છો તેને ટચ કરીને હૉલ્ડ કરો.

    જ્યારે તમે રિલીઝ કરો છો ત્યારે નવી ઇવેંટ સ્ક્રીન દેખાય છે અને કૉપિ કરેલી ઇવેંટ ટાઇટલની નીચે તમે જે તારીખમાં ઇવેંટને પેસ્ટ કરવા માંગતા હોવ તે તારીખ અને સમય સાથે દેખાય છે.

    ટિપ : તમે ઇવેંટ કૉપિ કર્યા પછી સ્ક્રીનમાં ઉપર “ઉમેરો” બટન પર પણ ટૅપ કરી શકો છો.

  4. ટાઇટલની નીચે “કૉપિ કરેલી ઇવેંટ” પર ટૅપ કરો.

  5. પૂર્ણ બટન પર ટૅપ કરો.

ઇવેંટ સંપાદિત કરવા માટે

તમે ઇવેંટનો સમય અને તેની અન્ય કોઈ વિગતો બદલી શકો છો.

  1. તમારા iPhoneમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઇવેંટનો સમય અથવા અવધિ ઝડપથી બદલવા માટે : દિવસ અથવા અઠવાડિયાંના વ્યૂમાં ઇવેંટને ટચ કરીને હૉલ્ડ કરો અને પછી તેને ડ્રૅગ કરીને નવા સમય પર લઈ જાઓ અથવા ગ્રેબ પૉઇંટ ઍડજસ્ટ કરો.

    • ઇવેંટની વિગતો બદલવા માટે : ઇવેંટ પર ટૅપ કરો અને પછી ઉપર જમણી બાજુએ “સંપાદિત કરો” પર ટૅપ કરો. ઇવેંટની વિગતોમાં સેટિંગ બદલવા માટે તેના પર ટૅપ કરો અથવા નવી માહિતી ટાઇપ કરવા માટે ફીલ્ડમાં ટૅપ કરો.

ઇવેંટ ડિલીટ કરવા માટે

  1. તમારા iPhoneમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. દિવસના વ્યૂમાં ઇવેંટ પર ટૅપ કરો અને પછી સ્ક્રીનમાં નીચે “ઇવેંટ ડિલીટ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.