આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર Mailમાંથી ઇમેલ અટૅચમેંટ ડાઉનલોડ કરો

તમે ઇમેલ મેસેજમાં તમને મોકલવામાં આવેલાં અટૅચમેંટ ડાઉનલોડ કરી શકો છો અથવા તમારા મેલબૉક્સમાં અટૅચમેંટ સાથેના મેસેજ સરળતાથી સર્ચ કરી શકો છો.

તમને મોકલવામાં આવેલું અટૅચમેંટ ડાઉનલોડ કરો

  1. તમારા iPhone પર Mail ઍપ પર જાઓ.

  2. મેસેજમાં અટૅચમેંટને ટચ કરીને હોલ્ડ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

Mailમાં તમને પ્રાપ્ત થતાં ફૉર્મ ઝડપથી ભરો

તમે Mail ઍપમાં પ્રાપ્ત થતા ફૉર્મ ઝડપથી ભરવા માટે ઑટોફિલનો ઉપયોગ કરી શકો છો અને પછી Mail છોડ્યા વગર મૂળ મોકલનારને ફૉર્મ પરત મોકલી શકો છો.

  1. તમારા iPhone પર Mail ઍપ પર જાઓ.

  2. મેસેજમાં ડૉક્યુમૅન્ટ ખોલવા માટે અટૅચમેંટ પર ટૅપ કરો.

  3. સ્ક્રીનમાં નીચે “ઑટોફિલ” બટન પર ટૅપ કરો પછી ફૉર્મ ભરવા પર ટૅપ કરો.

  4. ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરીને ટેક્સ્ટ એંટર કરવા માટે ખાલી ફીલ્ડ પર ટૅપ કરો. બીજી લાઇન ભરવા માટે તેને ટૅપ કરો અને પછી ટેક્સ્ટ એંટર કરો.

  5. પૂર્ણ બટન પર ટૅપ કરો પછી [નામ]ને જવાબ આપો પર ટૅપ કરો.

અટૅચમેંટ સાથેના ઇમેલ શોધો

જો તમને કોઈએ મોકલેલા અટૅચમેંટ શોધવામાં મુશ્કેલી આવી રહી હોય તો તમે ફક્ત અટૅચમેંટ ધરાવતા ઇમેલ બતાવવા માટે તમારા ઇમેલ મેસેજને ફિલ્ટર કરી શકો છો.

  1. તમારા iPhone પર Mail ઍપ પર જાઓ.

  2. મેલબૉક્સમાં ફિલ્ટર કરવાનું ચાલુ કરવા માટે “ફિલ્ટર કરવાનું ટૉગલ કરો” બટન પર ટૅપ કરો.

  3. “આ મુજબ ફિલ્ટર કરેલ” પર ટૅપ કરો અને પછી ફક્ત અટૅચમેંટ સાથેના મેલ ચાલુ કરો.

ટિપ : તમે એક જ મેલબૉક્સમાં તમામ અકાઉંટનાં અટૅચમેંટ સાથેનાં ઇમેલ મેસેજ પણ બતાવી શકો છો. અટૅચમેંટ મેલબૉક્સ સેટ અપ કરવા માટે ઉપર ડાબી બાજુએ મેલબૉક્સ બટન પર ટૅપ કરો, સંપાદિત કરો પર ટૅપ કરો પછી અટૅચમેંટ સિલેક્ટ કરો. તમારા અન્ય મેલબૉક્સ સાથે મેલબૉક્સ લિસ્ટમાં અટૅચમેંટ મેલબૉક્સ દેખાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.