iPhone પર તમારા iCloud Mail ઇનબૉક્સને ઑટોમૅટિક રીતે ક્લીનઅપ કરો

તમે જૂના પ્રમોશન ડિલીટ કરીને, મેલ સૂચીમાંથી અનસબ્સ્ક્રાઇબ કરીને વગેરે દ્વારા તમારા ઇનબૉક્સને સ્વચ્છ રાખવામાં અને સ્ટોરેજ ખાલી કરવામાં મદદ માટે iCloud Mail ક્લીનઅપનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે iCloud Mail ક્લીનઅપ ભલામણો સેટ અપ કરો ત્યારે તે iCloud Mail ચાલુ હોય તેવા કોઈ પણ ડિવાઇસ પર કામ કરે છે.

નોટ : iCloud Mail ક્લીનઅપ તમામ ભાષામાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે.

iCloud Mail ક્લીનઅપ ચાલુ કરો

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. [તમારું નામ] પર ટૅપ કરો પછી iCloud પર ટૅપ કરો.

  3. iCloudમાં સેવ કરેલની નીચે, Mail પર ટૅપ કરો, iCloud Mail ક્લીનઅપ પર ટૅપ કરો પછી iCloud Mail ક્લીનઅપનો ઉપયોગ કરો ચાલુ કરો.

    નોટ : તમે ક્લીનઅપ ભલામણ ચાલુ ન કરો ત્યાં સુધી તમારા ઇનબૉક્સ પર કોઈ અસર નહિ થાય.

તમે iCloud.com પર iCloud Mail ક્લીનઅપ પણ ચાલુ કરી શકો છો. જુઓ : iCloud.com પર તમારા iCloud Mail ઇનબૉક્સને ઑટોમૅટિક રીતે ક્લીનઅપ કરો

ક્લીનઅપની ભલામણ ચાલુ કરો

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. [તમારું નામ] પર ટૅપ કરો પછી iCloud પર ટૅપ કરો.

  3. iCloudમાં સેવ કરેલની નીચે Mail પર ટૅપ કરો પછી iCloud Mail ક્લીનઅપ પર ટૅપ કરો.

  4. ક્લીનઅપની ભલામણોમાંથી કોઈ એક હેઠળ ભલામણ મેળવો પર ટૅપ કરો. ઉદાહરણ તરીકે, તમે ટ્રાંઝેક્શન ક્લીનઅપ કરો અથવા પ્રમોશન ક્લીનઅપ કરો પસંદ કરી શકો છો.

  5. જો જરૂરી હોય તો નિયમ માટે પૉપ-અપ મેન્યૂ પર ટૅપ કરો પછી બીજો વિકલ્પ પસંદ કરો.

    • ઍક્શન : ઇમેલનું શું થાય છે

    • સ્થિતિ : વાંચ્યા વગરના ઇમેલ, વાંચેલા ઇમેલ અથવા તમામ ઇમેલ પર ઍક્શન લાગુ થાય છે કે નહિ

    • ઉંમર : ઍક્શન લાગુ થાય તે પહેલાં ઇમેલ કેટલા જૂના હોવા જોઈએ

    ટિપ : તમે કોઈ પણ તબક્કે ભલામણ માટેના નિયમોને સંપાદિત કરી શકો છો. સક્રિય ભલામણ પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરવા માટે પૉપ-અપ મેન્યૂ પર ટૅપ કરો.

  6. ચાલુ કરો પર ટૅપ કરો.

ક્લીનઅપની ભલામણ ડિલીટ કરો

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. [તમારું નામ] પર ટૅપ કરો પછી iCloud પર ટૅપ કરો.

  3. iCloudમાં સેવ કરેલની નીચે Mail પર ટૅપ કરો પછી iCloud Mail ક્લીનઅપ પર ટૅપ કરો.

  4. સક્રિય ક્લીનઅપ ભલામણ પર ટૅપ કરો પછી તેને બંધ કરો.

અનસબ્સ્ક્રાઇબ કરવા માટે iCloud Mail ક્લીનઅપ ભલામણોનો ઉપયોગ કરો

iCloud Mail ક્લીનઅપ અપડેટ અને પ્રમોશન શ્રેણીમાંના મોકલનારને બલ્કમાં અનસબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરી શકે છે અને ભવિષ્યના મેસેજને ઑટોમૅટિક રીતે ટ્રૅશમાં મુવ કરી શકે છે.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. [તમારું નામ] પર ટૅપ કરો પછી iCloud પર ટૅપ કરો.

  3. iCloudમાં સેવ કરેલની નીચે Mail પર ટૅપ કરો પછી iCloud Mail ક્લીનઅપ પર ટૅપ કરો.

  4. ભલામણો અનસબ્સ્ક્રાઇબ કરો હેઠળ ભલામણો મેળવો પર ટૅપ કરો.

  5. તમે જે મોકલનારથી અનસબ્સ્ક્રાઇબ કરવા માંગતા હોવ તે દરેકને સિલેક્ટ કરો પછી અનસબ્સ્ક્રાઇબ પર ટૅપ કરો.

    નોટ : જો તમને કોઈ ભલામણો ન દેખાય તો iCloud Mail ક્લીનઅપ પાસે આ સમયે કોઈ ભલામણો નથી.

અનસબ્સ્ક્રાઇબ કરેલની સૂચીમાંથી મોકલનારને કાઢી નાખવા માટે

જો તમારો વિચાર બદલાય અને તમે જે પ્રેષકથી અનસબ્સ્ક્રાઇબ કર્યું હોય તેમના ઇમેલ પ્રાપ્ત કરવા માંગતા હોવ, તો તમે તેમને અનસબ્સ્ક્રાઇબ કરેલની સૂચીમાંથી કાઢી શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. [તમારું નામ] પર ટૅપ કરો પછી iCloud પર ટૅપ કરો.

  3. iCloudમાં સેવ કરેલની નીચે Mail પર ટૅપ કરો પછી iCloud Mail ક્લીનઅપ પર ટૅપ કરો.

  4. અનસબ્સ્ક્રાઇબ કરેલ પર ટૅપ કરો પછી સંપાદિત કરો પર ટૅપ કરો.

  5. અનસબ્સ્ક્રાઇબ કરેલ સૂચીમાંથી તમે જે મોકલનારને દૂર કરવા માંગતા હોવ તેની બાજુમાં “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

    તમે જે મોકલનારથી અગાઉ અનસબ્સ્ક્રાઇબ કર્યું હતું તેમની પાસેથી ફરી ઇમેલ મેળવવા માટે તમે તેમની વેબસાઇટ દ્વારા અપડેટ અને પ્રમોશન માટે સાઇન અપ કરી શકો છો. તમે ફરીથી સબ્સ્ક્રાઇબ કર્યા પછી, તે મોકલનારના ભવિષ્યના મેસેજ તમારા ઇનબૉક્સમાં જશે.

iCloud Mail ક્લીનઅપ બંધ કરો

જ્યારે તમે iCloud Mail ક્લીનઅપ બંધ કરો ત્યારે iCloud Mail જૂના મેસેજને મૅનેજ કરવાનું રોકી દે છે. તે તમે જે પ્રેષકોથી અનસબ્સ્ક્રાઇબ કર્યું હોય તેમની સૂચી પણ ડિલીટ કરે છે અને તેમના મેસેજ ડિલીટ કરવાનું બંધ કરે છે.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. [તમારું નામ] પર ટૅપ કરો પછી iCloud પર ટૅપ કરો.

  3. iCloudમાં સેવ કરેલની નીચે, Mail પર ટૅપ કરો, iCloud Mail ક્લીનઅપ પર ટૅપ કરો પછી iCloud Mail ક્લીનઅપનો ઉપયોગ કરો બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.