આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર સંગીત પ્લેલિસ્ટ બનાવો, સંપાદિત કરો અને ડિલીટ કરો

તમે ચોક્કસ મૂડ અનુસાર પ્લેલિસ્ટ બનાવી શકો છો અથવા ચોક્કસ થીમ સાથે ગીત ઑર્ગનાઇઝ કરી શકો છો.

Playlist Playground સાથે પ્લેલિસ્ટ બનાવો (ફક્ત U.S.)

Apple Music ઍપ સ્ક્રીન પર શીર્ષક, ગીતો ઉમેરવા માટે મૅન્યુઅલ બટન અને “Morning coffee music” જેવા પ્લેલિસ્ટ સૂચનો સાથે સર્ચ બાર સાથે Playlist Playground બનાવવાનું પેજ બતાવવામાં આવ્યું છે.
  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરીને પછી ઉપર જમણા ખૂણામાં “નવું પ્લેલિસ્ટ” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • Playlist Playgroundનો ઉપયોગ કરો : મૂડ, વાઇબનું વર્ણન કરીને અથવા વિગતો આપીને Apple Musicને જણાવો કે તમે કયા પ્રકારનું સંગીત સાંભળવા માંગો છો. જેમ કે, તમે “Morning coffee music” જેવું કંઈક ટાઇપ કરી શકો છો અને કસ્ટમ શીર્ષક સાથે 25 સૂચવેલા ટ્રૅક મેળવી શકો છો.

      ટ્રૅક ઉમેરીને, ફરીથી ઑર્ડર કરીને અથવા કાઢીને પ્લેલિસ્ટ કસ્ટમાઇઝ કરો.

    • મૅન્યુઅલ રીતે બનાવવા માટે : ગીત ઉમેરો પર ટૅપ કરીને અને તમે ઉમેરવા માંગો છો તે ટ્રૅક સિલેક્ટ કરીને તમે ઇચ્છો તે ટ્રૅક ઉમેરો.

  4. વધુ કસ્ટમાઇઝેશનના વિકલ્પો માટે “વધુ” બટન પર ટૅપ કરીને પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

નોટ : Playlist Playground માત્ર U.S.માં 13 વર્ષ અને તેથી વધુ ઉંમરના સબ્સ્ક્રાઇબર માટે અને અંગ્રેજીમાં બીટામાં ઉપલબ્ધ છે.

પ્લેલિસ્ટ બનાવવા માટે

  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. પ્લેલિસ્ટ પર ટૅપ કરીને સ્ક્રીનમાં ઉપર “નવું પ્લેલિસ્ટ” બટન પર ટૅપ કરો પછી નવું પ્લેલિસ્ટ બનાવો પર ટૅપ કરો.

  3. પ્લેલિસ્ટ શીર્ષક એંટર કરો.

  4. તમારા પ્લેલિસ્ટને કવર આર્ટ આપવા માટે “કૅમેરા” બટન પર ટૅપ કરો પછી ફોટો લો, તમારી ફોટો લાઇબ્રેરીમાંથી ઇમેજ પસંદ કરો અથવા તમારા ડિવાઇસમાં ફાઇલ પસંદ કરો.

  5. “પૂર્ણ” બટન પર ટૅપ કરો પછી સંગીત ઉમેરો પર ટૅપ કરો.

    તમે સંગીત માટે સર્ચ કરી શકો છો, તમારી લાઇબ્રેરીમાંથી સંગીત સિલેક્ટ કરી શકો છો અથવા સ્ક્રીનની નીચે સૂચીબદ્ધ કરેલા સૂચવેલ ગીત પસંદ કરી શકો છો.

  6. પ્લેલિસ્ટમાં સંગીત ઉમેરવા માટે “ઉમેરો” બટન પર ટૅપ કરો.

ટિપ : જો તમારે પ્લેલિસ્ટમાં ઉમેરતી વખતે તમારી લાઇબ્રેરીમાં ગીત ઉમેરવા છે તો સેટિંગ્સ  > ઍપ્સ > સંગીત પર જાઓ અને પછી “પ્લેલિસ્ટ ગીત ઉમેરો” ચાલુ કરો.

હાલની પ્લેલિસ્ટમાં સંગીત ઉમેરો

પ્લેલિસ્ટ બનાવ્યા પછી તમે તેમાં કેટલીક રીતે સંગીત ઉમેરી શકો છો.

  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઍલ્બમ, પ્લેલિસ્ટ, ગીત અથવા સંગીત વીડિયોને ટચ અને હૉલ્ડ કરો, “પ્લેલિસ્ટમાં ઉમેરો” પર ટૅપ કરો અને પછી પ્લેલિસ્ટ પસંદ કરો.

    • “હમણાં પ્લે થઈ રહેલું” સ્ક્રીન પરથી “વધુ” બટન પર ટૅપ કરો, “પ્લેલિસ્ટમાં ઉમેરો” પર ટૅપ કરો અને પછી પ્લેલિસ્ટ પસંદ કરો.

પ્લેલિસ્ટ સંપાદિત કરો

તમે પ્લેલિસ્ટનું નામ બદલી શકો છો, આર્ટવર્ક બદલી શકો છો, ગીત ઉમેરી અને કાઢી શકો છો વગેરે.

નોટ : કોલૅબરેટિવ પ્લેલિસ્ટના ઓનર પ્લેલિસ્ટમાં કોઈ પણ ફેરફાર કરી શકે છે. અન્ય સહભાગીઓ પ્લેલિસ્ટમાં માત્ર ગીત ઉમેરી શકે છે, કાઢી શકે છે અથવા ફરી ક્રમ ગોઠવી શકે છે.

  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. પ્લેલિસ્ટ પર ટૅપ કરો, “વધુ” બટન પર ટૅપ કરો, “સંપાદિત કરો” પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પ્લેલિસ્ટનું નામ બદલવા : વર્તમાન નામ પર ટૅપ કરો અને પછી નવું નામ એંટર કરો.

    • કવર આર્ટ સંપાદિત કરો : Apple ટેંપ્લેટમાંથી સિલેક્ટ કરો અથવા તમારું પોતાનું ટેંપ્લેટ ઉમેરવા માટે “કૅમેરા” બટન પર ટૅપ કરો.

    • તમારા Apple Music પ્રોફાઇલમાં પ્લેલિસ્ટ બતાવો (અથવા છુપાવો) : “મારી પ્રોફાઇલ અને સર્ચમાં બતાવો” વિકલ્પ ચાલુ (અથવા બંધ) કરો.

    • તમારી લાઇબ્રેરીમાંથી ગીતો ઉમેરવા માટે : સ્ક્રીનની નીચે “ઉમેરો” બટન પર ટૅપ કરો, તમારી લાઇબ્રેરીમાં કોઈ પણ જગ્યાએ નૅવિગેટ કરો અને પછી ગીતની બાજુમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો.

      તમે આઇટમ (ગીત, ઍલ્બમ, પ્લેલિસ્ટ અથવા સંગીત વીડિયો)ને ટચ અને હૉલ્ડ પણ કરી શકો છો, “પ્લેલિસ્ટમાં ઉમેરો” પર ટૅપ કરો અને પછી પ્લેલિસ્ટ પસંદ કરો.

    • સૂચવેલું ગીત ઉમેરવા માટે : સ્ક્રીનની નીચે “ઉમેરો” બટન પર ટૅપ કરો, લાઇબ્રેરી વિકલ્પની નીચે સ્ક્રોલ કરો અને પછી ગીતની બાજુમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો.

      સૂચવેલા ગીત પણ તમારા પ્લેલિસ્ટ ગીતનું લિસ્ટની નીચે દેખાય છે. સૂચનાનું લિસ્ટ રિફ્રેશ કરવા માટે “સૂચવેલા ગીત રિફ્રેશ કરો” બટન પર ટૅપ કરો.

    • ગીત ડિલીટ કરવા માટે : ગીત પર ટૅપ કરો પછી સ્ક્રીનની નીચે “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો. પ્લેલિસ્ટમાંથી ગીત ડિલીટ કરવાથી તેને તમારી લાઇબ્રેરીમાંથી ડિલીટ થતું નથી.

    • ગીતનો ક્રમ બદલવા માટે : ગીતની બાજુમાં “ક્રમ ફરી ગોઠવો” બટન ડ્રેગ કરો.

જ્યારે લાઇબ્રેરી સિંક કરો ચાલુ હોય ત્યારે તમે તમારી સંગીત લાઇબ્રેરીમાં કરેલા ફેરફારો તમારાં તમામ ડિવાઇસમાં અપડેટ કરવામાં આવે છે (સેટિંગ્સ  > ઍપ્સ > સંગીત પર જાઓ પછી “લાઇબ્રેરી સિંક કરો” ચાલુ કરો). જો તમે Apple Musicના સબ્સ્ક્રાઇબર ન હોવ તો જ્યારે તમે આગલી વખતે તમારા કંપ્યૂટર સાથે સિંક કરો ત્યારે તમારી સંગીત લાઇબ્રેરીમાં ફેરફારો દેખાય છે.

પ્લેલિસ્ટ સૉર્ટ કરવા માટે

  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. પ્લેલિસ્ટ પર ટૅપ કરો અને પછી સ્ક્રીનની ઉપર જમણી બાજુએ “વધુ” બટન પર ટૅપ કરો.

  3. “આ મુજબ સૉર્ટ કરો” પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.

પ્લેલિસ્ટ ડિલીટ કરો

જો તમે પ્લેલિસ્ટ ડિલીટ કરો છો તો પ્લેલિસ્ટમાંના ગીત તમારી લાઇબ્રેરીમાં અને તમારા iPhone પર રહે છે. જો તમે કોલૅબરેટિવ પ્લેલિસ્ટના ઓનર છો અને તમે તેને ડિલીટ કરો છો તો કોલૅબરેશન સમાપ્ત થઈ જાય છે અને પ્લેલિસ્ટ તમારી લાઇબ્રેરીમાંથી કાઢી નાખવામાં આવે છે, પરંતુ તે સહભાગીઓની લાઇબ્રેરીમાં રહે છે.

  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. પ્લેલિસ્ટને ટચ અને હૉલ્ડ કરો પછી “લાઇબ્રેરીમાંથી ડિલીટ કરો” પર ટૅપ કરો.

    તમે પ્લેલિસ્ટ પર પણ ટૅપ કરી શકો છો, “વધુ” બટનપર ટૅપ કરો પછી “લાઇબ્રેરીમાંથી ડિલીટ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.