આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર મેસેજ મોકલો અને જવાબ આપો

તમે ટેક્સ્ટ મેસેજ, ઇમેજ વગેરે મોકલી શકો છો. તમે થ્રેડમાં વાર્તાલાપમાં અથવા ચોક્કસ ટિપ્પણીઓમાં જવાબ આપી શકો છો. તમે તમારા મેસેજ સાંભળવા અને તેનો જવાબ આપવા માટે Siriનો પણ ઉપયોગ કરી શકો છો.

મેસેજ ઍપમાં તમામ ફીચરનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે મેસેજ સેટ અપ કરો તેની ખાતરી કરો.

Siri: Siriને આવું કંઈક કહો “Read my last message from Antonio.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો.

નીચે જમણી બાજુએ કંપોઝ કરો બટન સાથે મેસેજ વાર્તાલાપની સૂચી. મેસેજની ડાબી બાજુએ વાદળી રંગનું ડૉટ સૂચવે છે કે તે વાંચ્યા વગરનો છે.

વાર્તાલાપ શરૂ કરો

નવો વાર્તાલાપ શરૂ કરવા માટે તમે એક અથવા વધુ લોકોને ટેક્સ્ટ મેસેજ મોકલી શકો છો.

મેસેજનો વાર્તાલાપ. તમે જે વ્યક્તિને મેસેજ મોકલી રહ્યાં છો તેનું નામ સ્ક્રીનની ટોચ પર છે. તમે તેમના નામ પર ટૅપ કરીને વાર્તાલાપની વિગતો જોઈ શકો છો. નીચે ડાબા ખૂણામાં “ઉમેરો” બટન છે.
  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપ સૂચીમાં સ્ક્રીનની જમણી બાજુએ નીચે “કંપોઝ” બટન પર ટૅપ કરો.

  3. “પ્રતિ” ફીલ્ડ પર ટૅપ કરો પછી દરેક પ્રાપ્તકર્તાનો ફોન નંબર, સંપર્ક નામ અથવા Apple અકાઉંટ એંટર કરો.

    તમારા સંપર્કમાંથી પ્રાપ્તકર્તા પસંદ કરવા માટે “પ્રતિ” ફીલ્ડમાં “સંપર્ક ઉમેરો” બટન પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  5. મોકલવા માટે “મોકલો” બટન પર ટૅપ કરો.

    જો મેસેજ મોકલી શકાતો નથી તો અલર્ટ દેખાય છે. ફરી મેસેજ મોકલવાનો પ્રયાસ કરવા માટે “મોકલવામાં નિષ્ફળ” બટન પર ટૅપ કરો.

વાર્તાલાપમાંથી વાર્તાલાપ સૂચી પર પાછા આવવા માટે “પાછળ જાઓ” બટન ટૅપ કરો.

જો Apple Intelligence* ચાલુ હોય તો તમે Genmoji તરીકે ઓળખતા કસ્ટમ ઇમોજી બનાવી શકો શકો છો. જુઓ : Genmoji દ્વારા તમારું પોતાનું ઇમોજી બનાવો.

જો તમને સમસ્યા આવી રહી હોય તો Apple સપોર્ટ લેખ જુઓ : જો તમે તમારા iPhone અથવા iPad પર મેસેજ મોકલી અથવા પ્રાપ્ત કરી શકતા નથી.

મેસેજનો જવાબ આપો

વાર્તાલાપ સૂચીમાં વાર્તાલાપ અનુસાર મેસેજને ગ્રૂપ કરવામાં આવે છે. ડૉટ સૂચવે છે કે તમે હજુ સુધી તે વાર્તાલાપમાં એક અથવા વધુ મેસેજ વાંચ્યા નથી.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. તમે જે વાર્તાલાપમાં સહભાગી થવા માંગો છો તેના પર જાઓ.

  3. ટેક્સ્ટ ફીલ્ડ પર ટૅપ કરો, તમારો મેસેજ બનાવો અને પછી તમારો મેસેજ મોકલવા માટે “મોકલો” બટન પર ટૅપ કરો.

જો Apple Intelligence ચાલુ હોય તો તમને મળેલા મેસેજનો જવાબ સૂચવવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો. જુઓ : મેસેજમાં Apple Intelligenceનો ઉપયોગ કરો.

ટિપ : તમને મેસેજ ક્યારે મોકલવામાં આવ્યો તે શોધો. વાર્તાલાપમાં તમામ મેસેજ માટે ટાઇમ સ્ટૅમ્પ જોવા માટે મેસેજ બબલને ડાબી બાજુએ ડ્રૅગ કરો.

દર્શાવેલા મેસેજ માટે ઇનલાઇન જવાબ આપો

તમે દર્શાવેલા મેસેજને ઇનલાઇન પ્રતિભાવ આપી શકો છો. ઇનલાઇન જવાબ તમે જે મેસેજનો જવાબ આપી રહ્યા છો તેને અવતરણમાં બતાવે છે. આ કયો પ્રતિભાવ કયા મેસેજ સાથે સંબંધિત છે તે સ્પષ્ટ કરીને વ્યસ્ત વાર્તાલાપને વ્યવસ્થિત રાખે છે.

મેસેજમાં ગ્રૂપ વાર્તાલાપમાં ઇનલાઇન જવાબ કંપોઝ કરવો. વાર્તાલાપમાં અન્ય વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેથી તેમનું નામ બોલ્ડમાં દેખાય છે.
  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપ સૂચીમાં તમે જે વાર્તાલાપમાં ભાગ લેવા માંગો છો તેને ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જે મેસેજ બબલને તમે જવાબ આપવા માંગો છો તેના પર જમણે સ્વાઇપ કરો.

    • તમે જે મેસેજ બબલને જવાબ આપવા માંગો છો તેને ટચ કરી દબાવી રાખો પછી “જવાબ આપો” પર ટૅપ કરો.

  4. તમારો મેસેજ એંટર કરો અને પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

    નોટ : ગ્રુપ વાર્તાલાપમાં દરેક વ્યક્તિ તમારો ઇનલાઇન જવાબ જોઈ શકે છે. પ્રાઇવેટમાં જવાબ આપવા માટે વાર્તાલાપની ટોચ પર ગ્રૂપ આઇકન પર ટૅપ કરીને તમે જે વ્યક્તિને પ્રાઇવેટ રીતે મેસેજ કરવા માંગો છો તેના આઇકનને ટચ કરી દબાવી રાખો પછી મેસેજ પર ટૅપ કરો.

  5. મુખ્ય વાર્તાલાપ પર પાછા જવા માટે બ્લર કરેલા બૅકગ્રાઉંડ પર ટૅપ કરો.

થંબ્સ-અપ અથવા હાર્ટ જેવા Tapback સાથે પ્રતિક્રિયા આપવા માટે મેસેજને ટચ અને હોલ્ડ કરો.

ટિપ : મેસેજનો કોઈ ભાગ કૉપિ કરવા માટે મેસેજ ટચ કરી દબાવી રાખો, “સિલેક્ટ કરો” પર ટૅપ કરો, તમે જે ટેક્સ્ટ કૉપિ કરવા માંગો છો તે સિલેક્ટ કરો અને પછી “કૉપિ કરો” પર ટૅપ કરો.

તમારી લૉક સ્ક્રીન પરથી મેસેજનો જવાબ આપો

તમે મેસેજ ખોલ્યા વગર તમારી લૉક સ્ક્રીન પર મેસેજનો જવાબ આપી શકો છો. જુઓ : લૉક સ્ક્રીન ફીચર ચાલુ કરો.

તમારા અન્ય નંબર પરથી ટેક્સ્ટ મેસેજ મોકલો

જો તમારો iPhone Dual SIM સાથે સેટ અપ કરેલ હોય તો તમે તમારા મેસેજને કંપોઝ કરતી વખતે તમારી બીજી આઉટગોઇંગ લાઇન પર સ્વિચ કરવા માટે તમારા નંબર પર ટૅપ કરી શકો છો.

કેટલાક બબલ વાદળી અને કેટલાક લીલા કેમ હોય છે?

જો iMessageનો ઉપયોગ કરીને મેસેજ મોકલવામાં આવે તો તમને વાદળી રંગનું મોકલવાનું તીર દેખાય છે અને મેસેજ વાદળી રંગના બબલમાં દેખાય છે.

જો તમે iMessageનો ઉપયોગ કરી શકતા ન હો (ઉદાહરણ તરીકે તે જ્યારે પ્રાપ્તકર્તા Apple ડિવાઇસનો ઉપયોગ કરતા ન હોય ત્યારે આવું થાય છે) તો તમે SMS, MMS અથવા RCSનો ઉપયોગ કરી શકો છો. મેસેજ દ્વારા મોકલેલા SMS, MMS અથવા RCS લીલા રંગના બબલમાં દેખાય છે.

વધુ માહિતી માટે Apple સપોર્ટ આર્ટિકલ iMessage, RCS અને SMS/MMS વચ્ચે શું તફાવત છે? જુઓ

મેસેજમાં વાર્તાલાપ. મેસેજના બબલ લીલા રંગના છે જે સૂચવે છે કે અન્ય વ્યક્તિ iMessageનો ઉપયોગ કરી રહી નથી.

નોટ : જ્યારે તમે એવા પ્રાપ્તકર્તાઓને સંદેશ મોકલો કે જેઓ Apple ડિવાઇસનો ઉપયોગ ન કરી રહ્યા હોય ત્યારે કદાચ અપેક્ષિત કૉન્ટેંટ દેખાશે નહિ.

લાઇવ અનુવાદનો ઉપયોગ કરો

જો Apple Intelligence ચાલુ હોય તો તમે તેનો ઉપયોગ મેસેજમાં ઑટોમૅટિક રીતે ટેક્સ્ટનો અનુવાદ કરવા માટે કરી શકો છો. જુઓ : મેસેજ, કૉલ અને વાર્તાલાપનો અનુવાદ કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.