આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર પૉડકાસ્ટ વિજેટનો ઉપયોગ કરો

તમે પૉડકાસ્ટ ઍપ ખોલ્યા વગર ઍપિસોડ જોવા અને પ્લે કરવા માટે તમારી હોમ સ્ક્રીન પર પૉડકાસ્ટ વિજેટ ઉમેરી શકો છો. તમે “આગામી કતાર”માંથી ઍપિસોડ, સેવ કરેલા ઍપિસોડ અથવા તમે ફૉલો કરો છો તે શોમાંથી ઍપિસોડ ઉમેરી શકો છો.

હોમ સ્ક્રીન પર પૉડકાસ્ટ વિજેટ ઉમેરો

  1. જ્યાં સુધી ઍપ જિગલ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી હોમ સ્ક્રીનને ટચ અને હોલ્ડ કરો.

  2. ઉપરની ડાબી બાજુએ “સંપાદિત કરો” પર ટૅપ કરો અને પછી વિજેટ ગૅલરી ખોલવા માટે “વિજેટ ઉમેરો” પર ટૅપ કરો.

  3. નીચે સ્ક્રોલ કરો અને પછી પૉડકાસ્ટ પર ટૅપ કરો.

  4. વિજેટની વિવિધ સાઇઝ અને લેઆઉટ જોવા માટે ડાબે અને જમણે સ્વાઇપ કરો. તમને ગમતો વિકલ્પ દેખાય ત્યારે “વિજેટ ઉમેરો” પર ટૅપ કરો.

વિજેટને તમારા હોમ સ્ક્રીન પર મુવ કરવા માટે, જ્યાં સુધી ઍપ જિગલ કરવાનું શરૂ ન થાય ત્યાં સુધી હોમ સ્ક્રીનને ટચ કરીને હોલ્ડ કરો. વિજેટને નવા લોકેશન પર ડ્રૅગ કરો અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

તમારી હોમ સ્ક્રીનમાંથી વિજેટને હટાવવા માટે જ્યાં સુધી ઍપ્સ જિગલ કરવાનું શરૂ ન થાય ત્યાં સુધી હોમ સ્ક્રીનને ટચ અને હોલ્ડ કરો અને વિજેટના ઉપરના ડાબા ભાગમાં “કાઢી નાખો” બટન પર ટૅપ કરીને પછી “કાઢી નાંખો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.