આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર ફોટો અને વીડિયો ઇંપોર્ટ અને એક્સપોર્ટ કરો

તમે ડિજિટલ કૅમેરા, SD મૅમરી કાર્ડ અથવા જેમાં કૅમેરા હોય એવા બીજા iPhone અથવા iPad પરથી ફોટોસ ઍપ પર ફોટો અને વીડિયો સીધા ઇંપોર્ટ કરી શકો છો. તમે તમારા ફોટો અને વીડિયોના સુધારેલાં ન હોય તેવા વર્ઝનને સીધા જ તમારા iPhone સાથે કનેક્ટેડ હોય એવી એક્સટર્નલ ડ્રાઇવ, મેમરી કાર્ડ અથવા અન્ય સ્ટોરેજ ડિવાઇસ પર એક્સપોર્ટ પણ કરી શકો છો.

તમારા iPhone પર ફોટો અને વીડિયો ઇંપોર્ટ કરો

ડિજિટલ કૅમેરા અથવા એક્સટર્નલ ડ્રાઇવ જેવા બીજા ડિવાઇસ પર સેવ કરેલા ફોટો અને વીડિયોને તમારા iPhone પર ફોટોસ ઍપમાં ઇંપોર્ટ કરો.

  1. લાઇટનિંગ અથવા USB-C કનેક્ટરમાં કૅમેરા અડૅપ્ટપર અથવા કાર્ડ રીડરને ઇંસર્ટ કરો અથવા ડિવાઇસને સીધા તમારા iPhoneને સાથે કનેક્ટ કરો.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • કૅમેરા કનેક્ટ કરવા માટે : અડૅપ્ટરને કૅમેરા સાથે કનેક્ટ કરો પછી કૅમેરા ચાલુ કરો અને ખાતરી કરો કે તે ટ્રાંસફર મોડમાં છે. વધુ માહિતી માટે કૅમેરા સાથે આવેલું ડૉક્યુમૅન્ટેશન જુઓ.

    • એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ કનેક્ટ કરો અથવા કાર્ડ રીડરમાં SD મેમરી કાર્ડ ઇંસર્ટ કરો : રીડરના સ્લૉટમાં કાર્ડને ધક્કો ન મારશો; તે માત્ર એક જ રીતે ફિટ થાય છે.

    • iPhone અથવા iPad કનેક્ટ કરવા માટે : કૅમેરા અડૅપ્ટર સાથે કનેક્ટ કરવા માટે ડિવાઇસ સાથે આવેલા લાઇટનિંગ અડૅપ્ટર અથવા USB-C કેબલનો ઉપયોગ કરો. ડિવાઇસ ચાલુ કરો અને અનલૉક કરો.

  3. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  4. ઇંપોર્ટ કરો પર ટૅપ કરો.

  5. તમે ઇંપોર્ટ કરવા માંગતા હોવ તે ફોટો અને વીડિયો સિલેક્ટ કરો પછી તમારું ઇંપોર્ટ ડેસ્ટિનેશન સિલેક્ટ કરો.

    • તમામ આઇટમ ઇંપોર્ટ કરો : તમામને ઇંપોર્ટ કરો પર ટૅપ કરો.

    • સિલેક્ટ કરેલી આઇટમ ઇંપોર્ટ કરો : તમે ઇંપોર્ટ કરવા માંગો છો (દરેક માટે ચેકમાર્ક દેખાય છે) તે આઇટમ પર ટૅપ કરો અને ઇંપોર્ટ કરો પર ટૅપ કરો પછી સિલેક્ટ કરેલીને ઇંપોર્ટ કરો પર ટૅપ કરો.

  6. ફોટો અને વીડિયો ઇંપોર્ટ થયા પછી તેમને કૅમેરા, કાર્ડ, iPhone અથવા iPad પર રાખો અથવા ડિલીટ કરો.

  7. કૅમેરા અડૅપ્ટર અથવા કાર્ડ રીડરને ડિસ્કનેક્ટ કરો.

ફોટો અને વીડિયોને એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસમાં એક્સપોર્ટ કરો

તમે તમારા iPhone પર લીધેલા ફોટો અને વીડિયો સીધા જ એક્સટર્નલ ડ્રાઇવ, મેમરી કાર્ડ અથવા અન્ય સ્ટોરેજ ડિવાઇસ પર એક્સપોર્ટ કરી શકો છો.

નોટ : સંપાદિત કરેલા ફોટો અને વીડિયો માટે અસંશોધિત અસલ વર્ઝન એક્સપોર્ટ કરવામાં આવશે.

  1. લાઇટનિંગ અથવા USB-C કનેક્ટરનો ઉપયોગ કરીને તમારા iPhoneને સ્ટોરેજ ડિવાઇસ સાથે કનેક્ટ કરો અથવા ડિવાઇસને સીધા તમારા iPhoneને સાથે કનેક્ટ કરો.

  2. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  3. તમે જે ફોટો અને વીડિયો એક્સપોર્ટ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.

  4. “શેર કરો” બટન પર ટૅપ કરો પછી “ફેરફાર કર્યા વગરના અસલને એક્સપોર્ટ” કરો પર ટૅપ કરો.

  5. તમારા સ્ટોરેજ ડિવાઇસ (લોકેશનની નીચે) પર ટૅપ કરો અને પછી સેવ કરો પર ટૅપ કરો.

જો ઍલ્બમ લૉક હોય તો છુપાયેલા ઍલ્બમમાં રહેલા ફોટો અને વીડિયોને ટ્રાંસફર કરવામાં આવશે નહિ. છુપાયેલા ઍલ્બમને અનલૉક કરવા માટે સેટિંગ્સ > ઍપ્સ > ફોટોસ પર જાઓ પછી “Face IDનો ઉપયોગ કરો“, “Touch IDનો ઉપયોગ કરો“ અથવા “પાસકોડનો ઉપયોગ કરો“ને બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.