આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો

તમે મોબાઇલ ડેટા અને રોમિંગ ચાલુ અથવા બંધ કરી શકો છો, કઈ ઍપ અને સેવાઓ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે તે સેટ કરી શકો છો, મોબાઇલ ડેટાનો વપરાશ જોઈ શકો છો અને અન્ય મોબાઇલ સર્વિસ ડેટા વિકલ્પો સેટ કરી શકો છો.

નોટ : મોબાઇલ નેટવર્ક સેવાઓ, વૉઇસમેલ અને બિલિંગમાં મદદ માટે તમારા વાયરલેસ સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરો.

મોબાઇલ નેટવર્ક વૉઇસ અને ડેટાને કેવી રીતે હેંડલ કરે છે

જો તમારો iPhone મોબાઇલ ડેટા નેટવર્કનો ઉપયોગ કરીને ઇંટરનેટ સાથે કનેક્ટેડ હોય તો મોબાઇલ નેટવર્કની ઓળખ કરતું એક આઇકન સ્ટેટસ બારમાં દેખાય છે.

તમે GSM મોબાઇલ નેટવર્કમાં 5G, LTE, 4G અને 3G સેવા સાથે ફોન પર વાત કરતી વખતે ઇંટરનેટ સેવાઓનો ઉપયોગ કરી શકો છો. જ્યાં સુધી તમારો iPhone Wi-Fi કનેક્શનથી ઇંટરનેટ ધરાવતો ન હોય ત્યાં સુધી અન્ય મોબાઇલ નેટવર્ક એક સાથે વૉઇસ અને ડેટા સંચારને સપોર્ટ કરતું નથી. તમારા નેટવર્ક કનેક્શનના આધારે જ્યારે તમારો iPhone મોબાઇલ નેટવર્ક પર ડેટા ટ્રાંસફર કરે છે ત્યારે તમે કૉલ પ્રાપ્ત કરી શકતા નથી—ઉદાહરણ તરીકે વેબપેજ ડાઉનલોડ કરતી વખતે.

  • GSM નેટવર્ક : EDGE અથવા GPS કનેક્શન પર ડેટા ટ્રાંસફર દરમિયાન ઇનકમિંગ કૉલ સીધા વૉઇસમેલ પર જઈ શકે છે. તમે જે ઇનકમિંગ કૉલનો જવાબ આપો છો તેના માટે ડેટા ટ્રાંસફર પૉઝ કરવામાં આવે છે.

  • CDMA નેટવર્ક : EV-DO કનેક્શન પર જ્યારે તમે ઇનકમિંગ કૉલનો જવાબ આપો ત્યારે ડેટા ટ્રાંસફર પૉઝ કરવામાં આવે છે. 1xRTT કનેક્શન પર ડેટા ટ્રાંસફર દરમિયાન ઇનકમિંગ કૉલ સીધા વૉઇસમેલ પર જઈ શકે છે. તમે જે ઇનકમિંગ કૉલનો જવાબ આપો છો તેના માટે ડેટા ટ્રાંસફર પૉઝ કરવામાં આવે છે.

જ્યારે તમે કૉલ સમાપ્ત કરો ત્યારે ડેટા ટ્રાંસફર ફરી શરૂ થાય છે.

Wi-Fiનો ઉપયોગ કરીને કૉલ કરવા માટે Wi-Fiનો ઉપયોગ કરીને કૉલ કરો જુઓ.

રોમિંગ વિકલ્પ મૅનેજ કરો અને અન્ય મોબાઇલ ડૅટા વિકલ્પો પસંદ કરો

મોબાઇલ ડેટા ચાલુ અથવા બંધ કરવા માટે સેટિંગ્સ  > મોબાઇલ નેટવર્ક પર જાઓ પછી મોબાઇલ ડેટા ચાલુ અથવા બંધ કરો.

જો મોબાઇલ ડેટા બંધ હોય તો ઇમેલ, વેબ બ્રાઉઝિંગ અને સૂચનાઓ સહિત તમામ ડેટા સર્વિસ માત્ર Wi-Fiનો ઉપયોગ કરે છે. જો મોબાઇલ ડેટા ચાલુ હોય તો નેટવર્ક પ્રોવાઇડર ચાર્જ લાગુ થઈ શકે છે. ઉદાહરણ તરીકે Siri અને મેસેજ જેવા ડેટા ટ્રાંસફર કરતા કેટલાંક ફીચર અને સેવાઓનો ઉપયોગ કરવાથી તમારા ડેટા પ્લાનમાં ચાર્જ લાગી શકે છે.

મોબાઇલ ડેટા ચાલુ હોય ત્યારે વિકલ્પો સેટ કરવા માટે સેટિંગ્સ  > મોબાઇલ નેટવર્ક > મોબાઇલ ડેટા વિકલ્પો પર જાઓ પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • રોમિંગ ચાર્જ ટાળો : ડેટા રોમિંગ બંધ કરો. જ્યારે તમે તમારા નેટવર્ક પ્રોવાઇડરના નેટવર્ક દ્વારા આવરી લેવામાં ન આવેલા વિસ્તારમાં હોવ ત્યારે ડેટા રોમિંગ મોબાઇલ ડેટા નેટવર્ક પર ઇંટરનેટ ઍક્સેસની અનુમતિ આપે છે. જ્યારે તમે મુસાફરી કરી રહ્યાં હોવ ત્યારે રોમિંગ ચાર્જ ટાળવા માટે ડેટા રોમિંગ બંધ કરો.

  • મોબાઇલ ડેટાનો વપરાશ ઘટાડવા માટે : “ડેટા મોડ” પર ટૅપ કરો અને પછી “લો ડેટા મોડ” પસંદ કરો. જ્યારે iPhone Wi-Fi સાથે કનેક્ટેડ ન હોય ત્યારે આ મોડ ઑટોમૅટિક અપડેટ અને બૅકગ્રાંઉડ ટાસ્કને પૉઝ કરે છે.

તમારા iPhoneના મૉડલ, નેટવર્ક પ્રોવાઇડર અને ક્ષેત્રના આધારે નીચેના વિકલ્પ ઉપલબ્ધ હોઈ શકે છે :

  • વૉઇસ રોમિંગ ચાલુ અથવા બંધ કરવા માટે : (CDMA) અન્ય નેટવર્ક પ્રોવાઇડરના નેટવર્કનો ઉપયોગ કરવાથી લાગતા ચાર્જ ટાળવા માટે વૉઇસ રોમિંગ બંધ કરો. જ્યારે તમારા નેટવર્ક પ્રોવાઇડરનું નેટવર્ક ઉપલબ્ધ ન હોય ત્યારે iPhoneમાં મોબાઇલ ડેટા (ડેટા અથવા વૉઇસ) સેવા નહિ હોય.

  • 4G/LTE સક્ષમ અથવા અક્ષમ કરવા માટે : 4G અથવા LTEનો ઉપયોગ કરવાથી અમુક કિસ્સામાં ઇંટરનેટ ડેટા ઝડપથી લોડ થાય છે પરંતુ બૅટરી પર્ફૉર્મન્સમાં ઘટાડો થઈ શકે છે. 4G/LTE બંધ કરવા અથવા વૉઇસ & ડેટા (VoLTE) અથવા ફક્ત ડેટા સિલેક્ટ કરવા માટે વિકલ્પ હોઈ શકે છે.

iPhone 12 અને તે પછીના મૉડલ પર 5G ડેટા પ્લાન સાથે તમે નીચે મુજબ કરી શકો છો :

  • બૅટરી લાઇફ ઑપ્ટિમાઇઝ કરવા માટે સ્માર્ટ ડેટા મોડ સક્ષમ કરવા માટે : વૉઇસ & ડેટા ટૅપ કરો અને પછી 5G ઑટો પસંદ કરો. આ મોડમાં જ્યારે 5G સ્પીડ નોંધપાત્ર રીતે વધુ સારું પર્ફૉર્મન્સ પ્રદાન કરતી નથી ત્યારે તમારો iPhone ઑટોમૅટિક રીતે LTE પર સ્વિચ થાય છે.

  • 5G નેટવર્ક પર ઉચ્ચ ગુણવત્તાના વીડિયો અને FaceTime HDનો ઉપયોગ કરવા માટે: ડેટા મોડ ટૅપ કરો અને પછી 5G પર વધુ ડેટાની અનુમતિ આપો પસંદ કરો.

  • 5G બંધ કરો : વૉઇસ & ડેટા ટૅપ કરો અને પછી LTE પસંદ કરો.

તમારું ઇંટરનેટ કનેક્શન શેર કરવા માટે પર્સનલ હૉટસ્પૉટ સેટ અપ કરવા માટે જુઓ : તમારા iPhoneમાંથી તમારું ઇંટરનેટ કનેક્શન શેર કરો.

તમે કેટલો ડેટા વાપરો છો તે જુઓ

તમે કેટલા મોબાઇલ ડેટાનો વપરાશ કર્યો તે જોવા માટે સેટિંગ્સ > મોબાઇલ ડેટા પર જાઓ પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • વ્યક્તિગત ઍપ્સ માટે મોબાઇલ ડેટાનો વપરાશ જુઓ : તમારા ઍપ્સના લિસ્ટમાં નીચે સુધી સ્ક્રોલ કરો અને પછી તમામને બતાવો પર ટૅપ કરો. ઉપયોગમાં લેવાતા મોબાઇલ ડેટાની માત્રા દરેક ઍપની નીચે દેખાય છે. જો તમે ઇચ્છતા હોવ કે કોઈ ઍપ મોબાઇલ ડેટાનો ઉપયોગ ન કરે તો તમે તેને તે ઍપ માટે બંધ કરી શકો છો. મોબાઇલ ડેટા બંધ હોય ત્યારે ડેટા માટે ઍપ્સ માત્ર Wi-Fiનો ઉપયોગ કરે છે.

  • વ્યક્તિગત સિસ્ટમ સર્વિસ માટે મોબાઇલ ડેટાનો વપરાશ જુઓ : મોબાઇલ સર્વિસ સેક્શનમાં ઍપ્સના લિસ્ટની ઉપર સિસ્ટમ સર્વિસ દેખાય છે. વ્યક્તિગત સિસ્ટમ સર્વિસ માટે મોબાઇલ ડેટા ચાલુ અથવા બંધ કરી શકાતો નથી.

તમે વર્તમાન અવધિની ઍપ માટે ડેટા-વપરાશના આંકડા જોઈ શકો છો અથવા જ્યારે તમે રોમિંગ કરતા હતા ત્યારે ડેટા વાપરનારી ઍપ્સ માટેના ડેટા આંકડા જોઈ શકો છો. આ આંકડા રીસેટ કરવા માટે સેટિંગ્સ > મોબાઇલ નેટવર્ક પર જાઓ, સ્ક્રોલ કરીને નીચે જાઓ અને પછી આંકડા રીસેટ કરો પર ટૅપ કરો.

જો તમે ડ્યૂઅલ SIM સાથેના iPhoneનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો તમે તમારા સિલેક્ટ કરેલા મોબાઇલ ડેટા નંબર સાથે તમે કેટલા મોબાઇલ ડેટાનો ઉપયોગ કર્યો તે તમે જોઈ શકો છો.

નોટ : વર્તમાન અવધિથી સૌથી સચોટ મોબાઇલ ડેટા ઉપયોગ મેળવવા માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.

ઍપ્સ અને સેવાઓ માટે મોબાઇલ ડેટા વપરાશ સેટ કરો

સેટિંગ્સ  > મોબાઇલ ડેટા પર જાઓ પછી મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી શકે તેવી કોઈ પણ ઍપ (જેમ કે નકશો) અથવા સર્વિસ (જેમ કે Wi-Fi સહાય) માટે મોબાઇલ ડેટા ચાલુ અથવા બંધ કરો.

જો સેટિંગ બંધ હોય તો iPhone તે સેવા માટે ફક્ત Wi-Fiનો ઉપયોગ કરે છે.

નોટ : Wi-Fi સહાય ડિફૉલ્ટ રૂપે ચાલુ છે. જો Wi-Fi કનેક્ટિવિટી નબળી હોય તો Wi-Fi સહાય ઑટોમૅટિક રીતે મોબાઇલ ડેટા પર સ્વિચ કરીને સિગ્નલને બૂસ્ટ કરે છે. જ્યારે તમારું Wi-Fi કનેક્શન નબળું હોય ત્યારે તમે મોબાઇલ સર્વિસ પર ઇંટરનેટ સાથે કનેક્ટેડ રહો છો તેથી તમારો વધુ મોબાઇલ ડેટા વપરાઈ શકે છે જેના માટે તમારા ડેટા પ્લાનના આધારે વધારાના ચાર્જ લાગી શકે છે. Apple સપોર્ટ લેખ Wi-Fi સહાયનો પરિચય જુઓ.

તમારું SIM કાર્ડ લૉક કરો

જો તમારું ડિવાઇસ ફોન કૉલ અથવા મોબાઇલ ડેટા માટે SIM કાર્ડનો ઉપયોગ કરે છે તો તમે કાર્ડને પર્સનલ આઇડેંટિફિકેશન નંબર (પિન) વડે લૉક કરી શકો છો જેથી અન્ય લોકો કાર્ડનો ઉપયોગ ન કરી શકે. પછી જ્યારે પણ તમે તમારું ડિવાઇસ રીસ્ટાર્ટ કરો અથવા SIM કાર્ડ કાઢી નાખો ત્યારે તમારું કાર્ડ ઑટોમૅટિક રીતે લૉક થઈ જાય છે અને તમારે તમારો પિન એંટર કરવો પડે છે. જુઓ : તમારા iPhone અથવા iPad માટે SIM પિનનો ઉપયોગ કરો.

eSIM ઉમેરવા માટે મોબાઇલ સેવા સેટ અપ કરો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.