iPhoneમાં મેસેજમાં બૅકગ્રાઉંડ ઉમેરો

તમે iMessageના વાર્તાલાપમાં બૅકગ્રાઉંડ ઉમેરી શકો છો. વાર્તાલાપમાં અન્ય લોકો પણ તેમના ડિવાઇસ પર બૅકગ્રાઉંડ જુએ છે અને ગ્રૂપ માટે બૅકગ્રાઉંડ બદલી શકે છે.

નોટ : વાર્તાલાપ બૅકગ્રાઉંડ ઉમેરવા, જોવા અથવા બદલવા માટે તમારે iOS 26, iPadOS 26, macOS Tahoe, watchOS 26, visionOS 26 અથવા તેના પછીના વર્ઝનમાં iMessageનો ઉપયોગ કરવો આવશ્યક છે.

બૅકગ્રાઉંડ સાથે મેસેજ વાર્તાલાપ.

ડાઇનૅમિક બૅકગ્રાઉંડનો ઉપયોગ કરવા માટે

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. જ્યાં તમે બૅકગ્રાઉંડ ઉમેરવા માંગો છો તે વાર્તાલાપ પર જાઓ.

  3. વાર્તાલાપમાં ઉપર સંપર્ક અથવા ગ્રૂપના આઇકન પર ટૅપ કરીને પછી બૅકગ્રાઉંડ પર ટૅપ કરો.

  4. રંગ, આકાશ, પાણી અથવા ઑરોરા પર ટૅપ કરો.

  5. વિકલ્પ પસંદ કરવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરો.

    ટિપ : કલર માટે, કલર ઍડજસ્ટ કરવા માટે નીચેના ખૂણામાં સ્વૉચ પર ટૅપ કરો.

  6. તમારા વાર્તાલાપમાં બૅકગ્રાઉંડ ઉમેરવા માટે “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

ફોટાનો બૅકગ્રાઉંડ તરીકે ઉપયોગ કરવા

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. જે વાર્તાલાપમાં તમે બૅકગ્રાઉંડમાં ફોટો ઉમેરવા માંગો છો ત્યાં જાઓ.

  3. વાર્તાલાપમાં ઉપર સંપર્ક અથવા ગ્રૂપના આઇકન પર ટૅપ કરીને પછી બૅકગ્રાઉંડ પર ટૅપ કરો.

  4. ફોટો પર ટૅપ કરો પછી તમારી લાઇબ્રેરીમાંથી ફોટો સિલેક્ટ કરવા માટે ટૅપ કરો.

    ટિપ : જો કોઈએ ફોટો શેર કર્યો હોય તેનો તમે બૅકગ્રાઉંડ તરીકે ઉપયોગ કરવા માંગો છો તો મેસેજમાં ફોટોને ટચ કરી દબાવી રાખો પછી બૅકગ્રાઉંડ તરીકે સેટ કરો પર ટૅપ કરો.

  5. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઇમેજ ક્રૉપ કરવા માટે : પિંચ ઇન અથવા આઉટ કરો.

    • રંગ કાઢી નાખો : બ્લૅક અને વ્હાઇટ પર ડાબે સ્વાઇપ કરો.

    • રંગ ફિલ્ટર લાગુ કરો: ડ્યૂઓટૉન અથવા કલર વૉશ પર ડાબે સ્વાઇપ કરો પછી પૅલેટ બદલવા માટે કલર સ્વૉચ પર ટૅપ કરો.

  6. તમારા વાર્તાલાપમાં બૅકગ્રાઉંડ ઉમેરવા માટે “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

જ્યારે તમે વાર્તાલાપમાં પાછા આવો ત્યારે તમે બૅકગ્રાઉંડ બતાવવા માટે સેટ કરી શકો છો. સેટિંગ્સ > ઍપ > મેસેજ પર જઈને પછી દૃશ્યમાન ફોટો સાથે શરૂઆત કરો ચાલુ કરો.

જો Apple Intelligence* ચાલુ હોય તો તમે તમારા વાર્તાલાપના બૅકગ્રાઉંડ માટે અનોખી ઇમેજ બનાવવા માટે Image Playgroundનો ઉપયોગ કરી શકો છો. જુઓ : મેસેજમાં Apple Intelligenceનો ઉપયોગ કરો.

નોટ : સંવેદનશીલ કૉન્ટેંટ ધરાવતી બૅકગ્રાઉંડ ઇમેજ મોકલવામાં આવે અથવા પ્રાપ્ત થાય તે પહેલાં તમે તમારી (અથવા પરિવારના કોઈ સભ્યની) iPhone ચેતવણી પ્રાપ્ત કરી શકો છો. જુઓ : સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો અથવા સંવેદનશીલ ઇમેજ અથવા વીડિયો માટે તપાસો.

પ્લેન બૅકગ્રાઉંડ પર રિવર્ટ કરો

નોટ : બૅકગ્રાઉંડ કાઢી નાખવાથી વાર્તાલાપમાં તમામ સહભાગીઓને અસર થાય છે.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. તમે કાઢવા માંગતા હોય તે બૅકગ્રાઉંડ સાથે વાર્તાલાપ પર જાઓ.

  3. વાર્તાલાપમાં ઉપર સંપર્ક અથવા ગ્રૂપના આઇકન પર ટૅપ કરીને પછી બૅકગ્રાઉંડ પર ટૅપ કરો.

  4. એકે નહિ પર ટૅપ કરો.

વાર્તાલાપના બૅકગ્રાઉંડને બંધ કરવા માટે

જ્યારે તમે વાર્તાલાપના બૅકગ્રાઉંડને બંધ કરો છો ત્યારે વાર્તાલાપમાં અન્ય લોકોને વાર્તાલાપ માટે પસંદ કરેલ કોઈ બૅકગ્રાઉંડ દેખાય છે.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી મેસેજ પર ટૅપ કરો.

  3. વાર્તાલાપના બૅકગ્રાઉંડને બંધ કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.