આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર Apple TV ઍપમાં તમારી લાઇબ્રેરી મૅનેજ કરો

તમારી લાઇબ્રેરીમાં તમે ખરીદેલા, રેંટ પર લીધેલા અને ડાઉનલોડ કરેલા શો અને મૂવિ શામેલ છે. જો તમે ફેમિલી શેરિંગનો ઉપયોગ કરો છો તો તમે પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલી ખરીદી પણ જોઈ શકો છો.

તમારી લાઇબ્રેરી બ્રાઉઝ કરવા માટે

  1. તમારા iPhone પર Apple TV ઍપ પર જાઓ.

  2. “લાઇબ્રેરી” પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તાજેતરમાં ખરીદેલી આઇટમ બ્રાઉઝ કરો : તાજેતરની ખરીદીઓ પર ટૅપ કરો.

    • મૂવિ બ્રાઉઝ કરો : મૂવિ પર ટૅપ કરો. 4Kમાં ઉપલબ્ધ કૉન્ટેંટ બ્રાઉઝ કરવા માટે 4K HDR પર ટૅપ કરો.

    • રેંટ કરેલી આઇટમ બ્રાઉઝ કરો : “રેંટલ” પર ટૅપ કરો.

    • ડાઉનલોડ કરેલી આઇટમ બ્રાઉઝ કરો : “ડાઉનલોડ કરેલા” પર ટૅપ કરો.

    • તમારી લાઇબ્રેરીમાં શૈલી પ્રમાણે કૉન્ટેંટ બ્રાઉઝ કરો : શૈલી પર ટૅપ કરો.

ખરીદી કરેલ, રેંટલ અને ડાઉનલોડ કરેલ કૉન્ટેંટ જોવા માટે

  1. તમારા iPhone પર Apple TV ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરીને ખરીદીઓ, ડાઉનલોડ કરેલ અથવા રેંટલ પર ટૅપ કરીને પછી આઇટમની વિગતો જોવા માટે તેના પર ટૅપ કરો.

  3. જોવાનું શરૂ કરવા માટે “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

    નોટ : રેંટલ માટે રેંટલની અવધિમાં બાકી રહેલો સમય બતાવવામાં આવે છે.

iPhone ઇંટરનેટ સાથે કનેક્ટેડ ન હોય ત્યારે આઇટમ પછીથી જોવા માટે ઉપરના જમણા ખૂણામાં “ડાઉનલોડ કરો” બટન પર ટૅપ કરો.

પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલી ખરીદી શેર કરો

જો તમે ફેમિલી શેરિંગનો ઉપયોગ કરો છો તો તમે અને તમારા પરિવારના સભ્યો Apple TV ઍપમાં ખરીદી શેર કરી શકો છો.

લાઇબ્રેરી પર ટૅપ કરો, ફેમિલી શેરિંગ પર ટૅપ કરો પછી પરિવારના સભ્યને પસંદ કરો.

ડાઉનલોડ કરેલી આઇટમને કાઢી નાખવા માટે

  1. તમારા iPhone પર Apple TV ઍપ પર જાઓ.

  2. “લાઇબ્રેરી” પર ટૅપ કરો પછી “ડાઉનલોડ કરેલ” પર ટૅપ કરો.

  3. તમે જે આઇટમને કાઢી નાખવા માંગો છો તેના પર ડાબી બાજુ સ્વાઇપ કરો પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.

iPhoneમાંથી આઇટમને કાઢી નાખવાથી iCloudમાં તમારી ખરીદીમાંથી તે ડિલીટ થતી નથી. તમે પછી ફરીથી iPhone પર આઇટમ ડાઉનલોડ કરી શકો છો.

તમામ ફીચર અને કૉન્ટેંટ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.