આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર ફોટો જુઓ, શેર કરો અને પ્રિંટ કરો

તમારા iPhoneના કૅમેરાથી તમે જે ફોટો અને વીડિયો લો છો તે તમામ ફોટોસ ઍપમાં સેવ કરવામાં આવે છે. iCloud ફોટોસ ચાલુ કરવામાં આવે ત્યારે તમામ નવા ફોટો અને વીડિયો ઑટોમૅટિક રીતે અપલોડ થઈ જાય છે અને iCloud ફોટોસ (iOS 8.1, iPadOS 13 અથવા તે પછીના વર્ઝન) સાથે સેટ અપ કરેલાં તમારાં તમામ ડિવાઇસ પર ફોટોસમાં ઉપલબ્ધ થાય છે.

નોટ : જો સેટિંગ્સ  > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવામાં લોકેશન સેવા ચાલુ હોય તો ફોટો અને વીડિયોને લોકેશન ડેટા સાથે ટૅગ કરવામાં આવે છે જેનો ઉપયોગ ઍપ્સ અને ફોટો શેરિંગ વેબસાઇટ દ્વારા કરી શકાય છે. જુઓ : તમે શેર કરો છો તે લોકેશનની માહિતી કંટ્રોલ કરો.

તમારા ફોટો જુઓ

  1. તમારા iPhone પર કૅમેરા ખોલો.

  2. નીચેના ડાબા ખૂણામાં થંબનેલ ઇમેજ પર ટૅપ કરો.

  3. તમે તાજેતરમાં લીધેલા ફોટો જોવા માટે ડાબી અથવા જમણી બાજુ સ્વાઇપ કરો.

  4. કંટ્રોલ બતાવવા અથવા છુપાવવા માટે સ્ક્રીન પર ટૅપ કરો.

  5. ફોટોસ ઍપમાં સેવ કરેલા તમારા તમામ ફોટો અને વીડિયો જોવા માટે “તમામ ફોટો” પર ટૅપ કરો.

તમારા ફોટો શેર કરો અને પ્રિંટ કરો

  1. તમારા iPhone પર ફોટો જોતી વખતે “શેર કરો” બટન પર ટૅપ કરો.

  2. તમારો ફોટો શેર કરવા માટે AirDrop, Mail અથવા મેસેજ જેવો વિકલ્પ પસંદ કરો.

  3. તમારો ફોટો પ્રિંટ કરવા માટે ઍક્શનના લિસ્ટમાંથી પ્રિંટ સિલેક્ટ કરવા માટે ઉપર સ્વાઇપ કરો.

જુઓ : નજીકનાં Apple ડિવાઇસ પર આઇટમ મોકલવા માટે AirDropનો ઉપયોગ કરો.

જુઓ : Apple સપોર્ટ લેખ તમારા iPhone અથવા iPadમાંથી પ્રિંટ કરવા AirPrintનો ઉપયોગ કરો.

ફોટો અપલોડ કરો અને તેમને તમામ ડિવાઇસ પર અપ-ટૂ-ડેટ રાખો

તમારા iPhoneમાંથી iCloudમાં ફોટો અને વીડિયો અપલોડ કરવા માટે iCloud ફોટોસનો ઉપયોગ કરો અને પછી તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય તેવાં અન્ય ડિવાઇસ પર તેને ઍક્સેસ કરો. જો તમે તમારા ફોટોને તમામ ડિવાઇસ પર અપ-ટૂ-ડેટ રાખવા માંગતા હોવ અથવા તમારા iPhone પર જગ્યા બચાવવા માંગતા હોવ તો iCloud ફોટોસ ઉપયોગી છે. iCloud ફોટોસ ચાલુ કરવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > ફોટોસ પર જાઓ પછી iCloud ફોટોસ ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.