આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારી દૈનિક દિનચર્યા માટે iPhoneનો ઉપયોગ કરો

તમે તમારી દૈનિક દિનચર્યા કરો છો ત્યારે દિશા નિર્દેશન મેળવવા, ખરીદી કરવા અને તમારા ઘરમાં ઍક્સેસરિ કંટ્રોલ કરવા માટે તમારા iPhoneની ઍપ્સનો ઉપયોગ કરી શકો છો. તમે ડ્રાઇવિંગ કરતી વખતે અથવા કામ કરતી વખતે સૂચનાઓને સાઇલેંટ પણ કરી શકો છો અથવા જેના પર ફોકસ કરી રહ્યાં છો માત્ર તેને સંબંધિત ચોક્કસ સૂચનાઓને અનુમતિ આપી શકો છો.

iPhoneને હૉરિઝૉન્ટલ ફેરવવામાં આવ્યો છે. સ્ક્રીનમાં ડાબી બાજુ ઘડિયાળ ડિસ્પ્લે કરવામાં આવી છે અને જમણી બાજુ તારીખ ડિસ્પ્લે કરવામાં આવી છે.

તમને જરૂર હોય તે માહિતીથી દિવસની શરૂઆત કરવા માટે

iPhone ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે ઉપયોગી અને સમયસર માહિતી એક નજરમાં જોવા માટે તમે તેને સ્ટૅન્ડબાયમાં મૂકી શકો છો. સ્ટૅન્ડબાયથી તમે તમારા iPhoneનો ઉપયોગ પથારીની બાજુની ઘડિયાળ તરીકે કરી શકો છો જેમાં તમે સવારે ઊઠો ત્યારે અથવા સૂતા પહેલાં જોવાની ઇચ્છા હોય તેવી સમય, તાપમાન અને અન્ય માહિતી ડિસ્પ્લે થાય છે.

સ્ટૅન્ડબાયનો ઉપયોગ કરવા માટે iPhoneને ચાર્જર સાથે કનેક્ટ કરીને તેને આડો (લેંડસ્કેપ ઑરિએંટેશનમાં) સ્ટૅન્ડ કરો પછી સ્ક્રીન પર ટૅપ કરો.

એક જ ડેસ્ટિનેશન માટે ડ્રાઇવિંગ રૂટના ઘણા વિકલ્પો બતાવતી નકશો ઍપ. દરેક રૂટ અંદાજિત સમય અને અંતર દર્શાવે છે અને વારાફરતી દિશા નિર્દેશનો શરૂ કરવા માટે શરૂ કરો બટન દર્શાવે છે. દરેક રૂટ પર કલર કોડિંગ ટ્રૅફિકની સ્થિતિ દર્શાવે છે.

તમે આગળ વધો તે પહેલાં જાણો

જ્યારે તમે નિયમિતપણે કામ અથવા શાળા જેવી એક જ જગ્યાએ વાહનથી જાઓ છો ત્યારે નકશો ઍપ ત્યાં પહોંચવા માટે તમારો મનપસંદ રૂટ જાણે છે અને તમે બહાર નીકળો તે પહેલાં તમને ટ્રૅફિકમાં વિલંબ અથવા રોડ બંધ થવા વિષે સૂચિત કરશે.

ઘણાં કાર્ડ અને પાસ બતાવતી વૉલેટ સ્ક્રીન.

વર્ચ્યુઅલ વૉલેટ સેટ અપ કરવા માટે

તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, ટ્રાંઝિટ પાસ, ઇવેંટની ટિકિટ વગેરે તમારા iPhoneમાં વૉલેટ ઍપમાં રાખો. તમે વૉલેટમાં ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ઉમેરો છો ત્યારે તેનો ઉપયોગ સ્ટોરમાં અને ઑનલાઇન સુરક્ષિત ચુકવણી કરવા અને મિત્રો અને પરિવારને પૈસા મોકલવા અને તેમની પાસેથી પ્રાપ્ત કરવા માટે કરી શકો છો.

તમારું પહેલું કાર્ડ ઉમેરવા માટે વૉલેટ ઍપ ખોલો, સ્ક્રીનમાં ટોચે “કાર્ડ ઉમેરો” બટન પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

ફોકસના પ્રદાન કરવામાં આવતા ચાર વિકલ્પ—ડૂ નૉટ ડિસ્ટર્બ, વ્યક્તિગત, સ્લીપ અને કામ દર્શાવતી સ્ક્રીન. “તમામ ડિવાઇસ પર શેર કરો” બટન તમને એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય તેવા તમારાં તમામ Apple ડિવાઇસમાં સમાન ફોકસ સેટિંગ્સનો ઉપયોગ કરવાની અનુમતિ આપે છે.

ફોકસમાં રહેવા માટે

તમે ડ્રાઇવિંગ કરતા હોવ, કામ કરતા હોવ અથવા તમારે તમારા iPhoneથી દૂર રહેવા માંગતા હોવ ત્યારે તમારા કાર્ય સાથે મૅચ ન ખાતી સૂચનાઓને ટેંપરરી સાઇલેંટ કરવા માટે ફોકસ સેટ અપ કરી શકો છો—અને અન્ય લોકોને તમે વ્યસ્ત છો એવું જણાવી શકો છો.

સેટિંગ્સ  > ફોકસ પર જઈને પછી તમે જે ફોકસનો ઉપયોગ કરવા માંગો છો તે પસંદ કરો અથવા તમારું પોતાનું બનાવવા માટે સ્ક્રીનમાં ટોચ પર “ઉમેરો” બટન પર ટૅપ કરો.

રિમાઇંડર ઍપમાં કરિયાણાની યાદી.

તમને જરૂર હોય ત્યારે રિમાઇંડર માટે

તમે રિમાઇંડર ઍપનો ઉપયોગ કરીને ઘરમાનાં પ્રોજેક્ટ માટે ટૂ-ડૂ લિસ્ટ અને આઇટમને શ્રેણીમાં સૉર્ટ કરતી કરિયાણાની યાદી બનાવી શકો છો. તમે કોઈ ચોક્કસ લોકેશન પર પહોંચો છો ત્યારે તમને કોઈ વસ્તુ વિષે રિમાઇંડર પણ મળી શકે છે.

તમારું પહેલું રિમાઇંડર બનાવવા માટે, રિમાઇંડર ઍપ ખોલીને પછી “નવું રિમાઇંડર” બટન પર ટૅપ કરો.

હોમ ઍપમાં મારી હોમ સ્ક્રીન.

લાઇટ બંધ કરવાનું ભૂલી ગયા છો?

iPhoneમાં હોમ ઍપથી તમે ગમે ત્યાંથી લાઇટ, સ્માર્ટ ટીવી અને થર્મોસ્ટેટ જેવી Apple Home-સક્ષમ કરેલ ઍક્સેસરિને સુરક્ષિત રીતે કંટ્રોલ કરી શકો છો. તમે તમારી સામાન્ય દિનચર્યાને સરળ બનાવતા ઑટોમેશન પણ બનાવી શકો છો જેમ કે જ્યારે તમે રાત્રે ઘરે પહોંચો ત્યારે ઑટોમૅટિક રીતે તમારી એંટ્રીવે લાઇટ ચાલુ કરો.

તમારું Apple હોમ ઍક્સેસરિ સાથેનું પ્રથમ કાર્ય ઉમેરવા માટે હોમ ઍપ ખોલીને સ્ક્રીનની ટોચ પર “ઉમેરો” બટન પર ટૅપ કરો પછી ઍક્સેસરિ ઉમેરો પર ટૅપ કરો.

વધુ જાણવા માંગો છો?

iPhoneનાં તમામ મૉડલ માટે તમામ ફીચર ઉપલબ્ધ નથી.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.