આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં નકશો ઍપમાં તમારી પાર્ક કરેલી કાર માટે દિશા નિર્દેશનો મેળવો

તમે તમારી કારની CarPlay અથવા Bluetooth® સિસ્ટમથી તમારા iPhoneને ડિસ્કનેક્ટ કરો અને તમારા વાહનમાંથી બહાર નીકળો ત્યારે પાર્ક કરેલી કારનું માર્કર મૂકવામાં આવે છે જેથી તમે સરળતાથી તમારી કાર પાસે પાછા જવાનો રસ્તો શોધી શકો.

તમારી પાર્ક કરેલી કાર શોધવા માટે

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. Siri સૂચનોની નીચે પાર્ક કરેલી કાર પસંદ કરો.

જો તમને નકશો ઍપમાં તમારી પાર્ક કરેલી કાર ન મળે તો

તમારો iPhone તમારી કારમાં CarPlay અથવા Bluetooth સાથે પેર કરેલો છે તેની ખાતરી કરીને પછી નીચેના સેટિંગ્સની ખાતરી કરો :

  • સેટિંગ્સ  > પ્રાઇવસિ & સુરક્ષામાં લોકેશન સેવા ચાલુ કરવામાં આવી છે.

  • સેટિંગ્સ > પ્રાઇવસિ & સુરક્ષા > લોકેશન સેવા > સિસ્ટમ સેવાઓમાં મહત્ત્વપૂર્ણ લોકેશન ચાલુ કરવામાં આવ્યા છે.

  • સેટિંગ્સ > ઍપ્સ > નકશોમાં “પાર્કિંગનું લોકેશન બતાવો” ચાલુ છે.

નોટ : જો તમે તમારી કારને તમારા ઘર અથવા કાર્યસ્થળ જેવા પરિચિત લોકેશન પર પાર્ક કરો છો તો “નકશો” તેને પાર્ક તરીકે અંકિત કરતું નથી.

તમારું પાર્કિંગનું લોકેશન ન બતાવવા માટે

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. તમારી કારના વર્તમાન લોકેશન માટે પાર્ક કરેલી કારના માર્કરને કાઢી નાખવા માટે માર્કરને ટચ અને હોલ્ડ કરીને પછી “કાર કાઢી નાખો” પર ટૅપ કરો.

તમારું પાર્કિંગનું લોકેશન ક્યારેય ન બતાવવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > નકશોમાં જઈને પછી “પાર્કિંગનું લોકેશન બતાવો” બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.