આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneને સ્વચ્છ ઊર્જા સ્ત્રોતથી ચાર્જ કરો (માત્ર U.S.)

સ્વચ્છ ઊર્જા ચાર્જિંગથી iPhone સ્વચ્છ ઊર્જા ઉત્પાદનના સમયમાં ચાર્જ થવા માટે તમારી સ્થાનિક ઊર્જા ગ્રિડમાં કાર્બન ઇમિશનની આગાહીનો ઉપયોગ કરે છે. આ ફીચર ફક્ત U. S. માં ઉપલબ્ધ છે અને ડિફૉલ્ટ રૂપે ચાલુ છે. iPhone તમારા દૈનિક ચાર્જિંગ રૂટીનમાંથી શીખે છે જેથી તમે તેનો ઉપયોગ કરો તે પહેલાં તે સંપૂર્ણ ચાર્જ સુધી પહોંચી શકે.

શું અપેક્ષિત છે

  • ચાર્જિંગમાં વિલંબ થઈ શકે છે : જ્યારે તમે તમારો iPhone ચાર્જર સાથે કનેક્ટ કરો છો ત્યારે તે ચાર્જિંગ શરૂ થવાની રાહ જોઈ શકે છે. જ્યારે સ્વચ્છ ઊર્જા ટૂંક સમયમાં ઉપલબ્ધ થવાની આગાહી કરવામાં આવી હોય ત્યારે iPhone ઑટોમૅટિક રીતે આ કરે છે. જ્યારે iPhoneને ખબર હોય કે તમે તમારું ડિવાઇસ અનપ્લગ કરો તે પહેલાં તે ચાર્જ થઈ જશે ત્યારે જ તે આ કરે છે.

  • તે હંમેશાં સક્રિય હોતું નથી : સ્વચ્છ ઊર્જા ચાર્જિંગ ત્યારે જ થાય છે જ્યારે તમારી સ્થાનિક ગ્રીડમાંથી સ્વચ્છ ઊર્જા માટેનું પૂર્વાનુમાન ઉપલબ્ધ હોય. જો કોઈ પૂર્વાનુમાન ઉપલબ્ધ ન હોય તો તમારો iPhone સામાન્ય રીતે ચાર્જ થાય છે.

સ્વચ્છ ઊર્જા ચાર્જિંગને થોડા સમય માટે ઓવરરાઇડ કરો

જો તમારે તમારા iPhoneને નિર્ધારિત સમય કરતાં પહેલા પૂર્ણ ચાર્જ કરવો હોય તો તમે સ્વચ્છ ઊર્જા ચાર્જિંગને થોડા સમય માટે ઓવરરાઇડ કરી શકો છો.

iPhone બૅટરી સેટિંગ્સમાં ચાર્જિંગ માહિતી કાર્ડ. કાર્ડમાં 70% બૅટરી અને આ મેસેજ દેખાઈ રહ્યો છે, “ચાર્જિંગ હોલ્ડ પર : સ્વચ્છ ઊર્જા ચાર્જિંગ. “ તેને “ચાર્જિંગ ફરી શરૂ કરો” વિકલ્પ સાથે 12:41 PM સુધીમાં સમાપ્ત કરવા માટે શેડ્યૂલ કરવામાં આવ્યું છે.
  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરીને પછી “ચાર્જિંગ ફરી શરૂ કરો” પર ટૅપ કરો.

સ્વચ્છ ઊર્જા ચાર્જિંગ બંધ કરો

જ્યારે તમે તમારો iPhone સેટ અપ કરો છો ત્યારે સ્વચ્છ ઊર્જા ચાર્જિંગ ડિફૉલ્ટ રૂપે ચાલુ હોય છે. ફીચર બંધ કરવા માટે :

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • iPhone 14 અથવા અગાઉના : બૅટરી પર ટૅપ કરીને પછી બૅટરી હેલ્થ અને ચાર્જિંગ પર ટૅપ કરો. સ્વચ્છ ઊર્જા ચાર્જિંગ ચાલુ અથવા બંધ કરો.

    • iPhone 15 અથવા પછીના : બૅટરી પર ટૅપ કરીને પછી ચાર્જિંગ પર ટૅપ કરો. સ્વચ્છ ઊર્જા ચાર્જિંગ ચાલુ અથવા બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.