આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર તમારી હોમ ઍપમાં ઍક્સેસરિને કંટ્રોલ કરવા માટે અન્ય લોકોને આમંત્રિત કરો

હોમ ઍપમાં તમે તમારી બધી સ્માર્ટ ઍક્સેસરિને કંટ્રોલ કરવા માટે અન્ય લોકોને આમંત્રિત કરી શકો છો અથવા ચોક્કસ સમય દરમિયાન તમારા કેટલાક અથવા બધા દરવાજા, લૉક અને સિક્યુરિટી સિસ્ટમ ઍક્સેસરિને કંટ્રોલ કરવા માટે મહેમાનને આમંત્રિત કરી શકો છો.

નોટ : રિમોટ ઍક્સેસ અને મહેમાન ઍક્સેસ માટે HomePod સ્પીકર અથવા Apple TV 4K જેવા હોમ હબ જરૂરી છે.

ઍક્સેસરિને કંટ્રોલ કરવા માટે ઘરના નિવાસીઓને આમંત્રિત કરો

ઘરના નિવાસીઓ પાસે કોઈ પણ સમયે ઘરની તમામ ઍક્સેસરિનો લોકલ અને વૈકલ્પિક રિમોટ ઍક્સેસ હોય છે.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. હોમ ટૅબ પર “ઉમેરો” બટન પર ટૅપ કરો અને લોકો ઉમેરો પર ટૅપ કરો અને પછી રેહવાસી પર ટૅપ કરો.

  3. તમારી સંપર્ક સૂચીમાંથી Apple અકાઉંટવાળા લોકોને પસંદ કરવા માટે “ઉમેરો” બટન પર ટૅપ કરો અથવા પ્રતિ ફીલ્ડમાં તેમના Apple અકાઉંટના ઇમેલ અડ્રેસ એંટર કરો.

  4. આમંત્રણ પર ટૅપ કરો.

  5. આમંત્રિત વ્યક્તિને નીચેનામાંથી કોઈ પણ એક કરવા કહો :

    • સૂચનામાં : (iPhone અથવા iPad) “સ્વીકાર કરો” પર ટૅપ કરો.

    • હોમ ઍપમાં : (iPhone અથવા iPad) હોમ ટૅબ પર “વધુ” બટન ટૅપ કરો અને હોમ સેટિંગ્સ પર ટૅપ કરો પછી આમંત્રિત વ્યક્તિના નામ પર ટૅપ કરો.

    • Apple TV 4K પર : Apple TV પર મને બતાવો પર ટૅપ કરીને પછી એક અથવા વધુ Apple TV ચાલુ કરો.

ઍક્સેસરિને કંટ્રોલ કરવા માટે મહેમાનને આમંત્રિત કરો

હોમ મહેમાનને સેટ શેડ્યૂલ પર નિશ્ચિત દરવાજા, લૉક અને સિક્યુરિટી સિસ્ટમ ઍક્સેસરિનો ફકત લોકલ ઍક્સેસ મળે છે.

નોટ : હોમ મહેમાન ઍક્સેસ માટે iOS 18, iPadOS 18 અથવા તે પછીનું જરૂરી છે.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. હોમ ટૅબ પર “ઉમેરો” બટન પર ટૅપ કરો અને લોકો ઉમેરો પર ટૅપ કરો અને પછી મહેમાન પર ટૅપ કરો.

  3. તમારી સંપર્ક સૂચીમાંથી Apple અકાઉંટવાળા લોકોને પસંદ કરવા માટે “ઉમેરો” બટન પર ટૅપ કરો અથવા પ્રતિ ફીલ્ડમાં તેમના Apple અકાઉંટના ઇમેલ અડ્રેસ એંટર કરો.

  4. મહેમાન શેડ્યુલ માટે નીચેનામાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો :

    • કોઈ પણ સમયે : મહેમાન કોઈ પણ સમયે સિલેક્ટ કરેલી ઍક્સેસરિ ઍક્સેસ કરી શકે છે.

    • દર્શાવેલ તારીખો : મહેમાન ફક્ત દર્શાવેલ તારીખો પર જ સિલેક્ટ કરેલી ઍક્સેસરિ ઍક્સેસ કરી શકે છે.

    • ચોક્કસ દિવસો અને સમય : મહેમાન ફક્ત દર્શાવેલ દિવસો અને સમય દરમિયાન જ સિલેક્ટ કરેલી ઍક્સેસરિ ઍક્સેસ કરી શકે છે.

  5. મહેમાન ક્યાં દરવાજા, લૉક અને સિક્યુરિટી સિસ્ટમ ઍક્સેસરિ ઍક્સેસ કરી શકે છે તે સિલેક્ટ કરો.

  6. આમંત્રણ પર ટૅપ કરો.

  7. આમંત્રિત વ્યક્તિને નીચેનામાંથી કોઈ પણ એક કરવા કહો :

    • સૂચનામાં : (iPhone અથવા iPad) “સ્વીકાર કરો” પર ટૅપ કરો.

    • હોમ ઍપમાં : (iPhone અથવા iPad) “વધુ” બટન પર ટૅપ કરો અને હોમ સેટિંગ્સ પર ટૅપ કરો પછી આમંત્રિત વ્યક્તિનું નામ ટૅપ કરો.

અન્ય લોકોને તમારા AirPlay-સક્ષમ સ્પીકર અને TV ઍક્સેસ કરવાની અનુમતિ આપો

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. હોમ ટૅબ પર “વધુ” બટન પર ટૅપ કરો અને પછી હોમ સેટિંગ્સ પર ટૅપ કરો.

  3. સ્પીકર અને TV પર ટૅપ કરો અને પછી એક વિકલ્પ પસંદ કરો.

તમે બધાને, એક જ નેટવર્ક પર કોઈ પણ વ્યક્તિને અથવા ફક્ત તમે આમંત્રિત કરેલા લોકોને જ ઘર શેર કરવાની અનુમતિ આપી શકો છો. તમારે સ્પીકર ઍક્સેસની અનુમતિ આપતા પાસવર્ડની પણ જરૂર પડી શકે છે. HomePod સ્પીકર અને Apple TV 4K ઍક્સેસ વિષે વધુ જાણવા માટે જુઓ : HomePod યૂઝર ગાઇડ અને Apple TV 4K યૂઝર ગાઇડ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.