આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Freeform બોર્ડ બનાવો

તમે વિચારમંથન અને કોલૅબરેટ કરવા બોર્ડ બનાવવા માટે Freeform ઍપનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે મિત્રો સાથે ટ્રિપનો પ્રસ્તાવ મૂકો અને દરેકને પ્લાનિંગમાં ભાગ લેવા દો. તમે ટેક્સ્ટ, સ્ટિકી નોટ, ફોટો, વીડિયો અને અન્ય પ્રકારની ફાઇલ ઉમેરી શકો છો. જેમ તમે કૉન્ટેંટ ઉમેરો છો તેમ કૅન્વસ મોટું થાય છે જેથી તમને ક્યારેય સ્પેસ લિમિટ અથવા પેજ ફૉર્મેટિંગની ચિંતા ન રહે.

નવું બોર્ડ બનાવવા માટે

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. “નવું બોર્ડ” બટન પર ટૅપ કરો.

  3. તમારું બોર્ડ બનાવવાનું શરૂ કરવા માટે સ્ક્રીનમાં નીચે “ટેક્સ્ટ બૉક્સ ઉમેરો” બટન અથવા “મીડિયા” બટન જેવા કોઈ પણ એક વિકલ્પ પર ટૅપ કરો.

    ડ્રૉઇંગ, સ્ટિકી નોટ, આકાર, ટેક્સ્ટ બૉક્સ અને ઇમેજમાં રેંડર કરેલા ટેક્સ્ટ સાથેનું Freeform બોર્ડ.
  4. તમારી આંગળી ડ્રૅગ કરીને બોર્ડમાં મુવ કરો અને પિંચ ખોલીને અથવા બંધ કરીને ઝૂમ ઇન અથવા ઝૂમ આઉટ કરો.

    ટિપ : વધુ ચોક્કસપણે મોટું કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો, “વિકલ્પ જુઓ” પર ટૅપ કરો પછી ટકાવારી પર ટૅપ કરો.

  5. તમે કામ કરો છો ત્યારે તમારું બોર્ડ ઑટોમૅટિક રીતે સેવ થાય છે. તેને નામ આપવા માટે “વધુ” બટન પર ટૅપ કરો પછી “નામ બદલો” પર ટૅપ કરો.

બીજી ઍપમાંથી બોર્ડ બનાવવા માટે

તમે નોટ્સ, નકશો, Safari, ફાઇલ, ફોટોસ જેવી બીજી સપોર્ટેડ ઍપમાંથી કૉન્ટેંટનો ઉપયોગ કરીને નવું Freeform બોર્ડ શરૂ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં તમે જે ઍપના કૉન્ટેંટનો નવા Freeform બોર્ડ પર ઉપયોગ કરવા માંગો છો તેના પર જાઓ.

  2. તમે જે આઇટમને Freeform બોર્ડ પર મૂકવા માંગો છો તેને ખોલો (ઉદાહરણ તરીકે નોટ, નકશો, વેબપેજ, PDF અથવા સ્ક્રીનશૉટ).

    બોર્ડમાં ફાઇલનો માત્ર એક ભાગ શેર કરવા માટે (સંપૂર્ણ વેબપેજ અથવા નોટને બદલે) તમે જે શેર કરવા માંગો છો તે સિલેક્ટ કરો. જો તમે સિલેક્ટ કરેલામાં ટેક્સ્ટ સામેલ હોય તો માત્ર ટેક્સ્ટ શેર કરવામાં આવે છે.

  3. શેર કરો અથવા “શેર કરો” બટન પર ટૅપ કરો અને પછી Freeform ઍપ આઇકન પર ટૅપ કરો.

  4. નવું બોર્ડ અથવા પ્રવર્તમાન બોર્ડના નામ પર ટૅપ કરો.

    બોર્ડમાં લિંક અથવા તો આઇટમ દેખાય છે.

બોર્ડ ખોલવા

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. તમે જે બોર્ડ ખોલવા માંગો છો તેને ટૅપ કરો અથવા નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જો તમે બોર્ડમાં હોવ તો : ઉપરના ડાબા ખૂણામાં “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો પછી બોર્ડ પર ટૅપ કરો.

    • તમે તાજેતરમાં ખોલેલું બોર્ડ શોધો, અન્ય લોકો સાથે શેર કરો અથવા મનપસંદ તરીકે અંકિત કરો : ઉપર ડાબા ખૂણામાં “પાછળ જાઓ” બટન પર ટૅપ કરીને શ્રેણી પર ટૅપ કરો પછી બોર્ડ પર ટૅપ કરો.

      નોટ : મેસેજ ઍપમાં તમને આમંત્રિત કરાયેલાં કોઈ પણ કોલૅબરેશનને જ્યાં સુધી તમે સ્વીકારતા નથી ત્યાં સુધી તે શેર કરેલી બોર્ડની સ્ક્રીનમાં આમંત્રણ સેક્શનમાં દેખાય છે.

ડ્યૂપ્લિકેટ બોર્ડ બનાવવા માટે

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. તમામ બોર્ડ બ્રાઉઝ કરતી વખતે ટોચ પર “વધુ” બટન પર ટૅપ કરો પછી “સિલેક્ટ કરો” પર ટૅપ કરો.

    જો તમે બોર્ડમાં હોવ તો તમામ બોર્ડ બ્રાઉઝ કરવા માટે “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો.

  3. તમે જે બોર્ડની કૉપિ કરવા માંગો છો તેના પર ટૅપ કરો પછી ડ્યૂપ્લિકેટ પર ટૅપ કરો.

અથવા બોર્ડની થંબનેલ અથવા નામને ટચ કરી દબાવી રાખો અને પછી “ડ્યૂપ્લિકેટ કરો” પર ટૅપ કરો.

નોટ : જો તમે શેર કરેલા બોર્ડની ડ્યૂપ્લિકેટ બનાવો છો તો કૉપિ શેર કરવામાં આવતી નથી. કોઈને બોર્ડનો સ્નૅપશૉટ મોકલવા માટે બોર્ડની કૉપિ મોકલવા માટે જુઓ અથવા બોર્ડને ફરી શેર કરવા માટે અન્ય લોકોને બોર્ડ પર કોલૅબરેટ કરવા માટે આમંત્રિત કરો.

બોર્ડને મનપસંદમાં ઉમેરવા માટે

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમામ બોર્ડ બ્રાઉઝ કરતી વખતે : બોર્ડના થંબનેલ અથવા નામને ટચ કરી દબાવી રાખો અને પછી મનપસંદ પર ટૅપ કરો.

    • જો તમે બોર્ડમાં હોવ તો : “વધુ” બટન પર ટૅપ કરીને પછી મનપસંદ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.