આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ઑનસ્ક્રીન કીબોર્ડથી ટાઇપ કરો

તમે ટેક્સ્ટ એંટર કરવા અને સંપાદિત કરવા માટે ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરી શકો છો.

નોટ : iPhone પર ટેક્સ્ટ એંટર કરવા માટે Magic Keyboard અને ડિક્ટેશનનો ઉપયોગ કરો.

ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરીને ટેક્સ્ટ એંટર કરો

ટેક્સ્ટ સંપાદનની અનુમતિ આપતી કોઈ પણ ઍપમાં ટેક્સ્ટ ફીલ્ડ પર ટૅપ કરીને ઑનસ્ક્રીન કીબોર્ડ ખોલો. ટાઇપ કરવા માટે એક એક 'કી' પર ટૅપ કરો અથવા તમારી આંગળી ઉપાડ્યા વિના એક અક્ષરથી બીજા અક્ષર પર સ્લાઇડ કરીને શબ્દો લખવા માટે QuickPath નો ઉપયોગ કરો (બધી ભાષાઓ માટે ઉપલબ્ધ નથી). શબ્દ સમાપ્ત કરવા માટે તમારી આંગળી ઉપાડી લો. તમે ટાઇપ કરતી વખતે કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો અને વાક્યની વચ્ચે પણ સ્વિચ કરી શકો છો. (જો તમે શબ્દ ટાઇપ કરવા માટે સ્લાઇડ કર્યા પછી ડિલીટ કી પર ટૅપ કરો તો તે આખા શબ્દને ડિલીટ કરી દેશે.)

નોટ્સ ઍપમાં ડૉક્યુમૅન્ટ ખુલ્લું છે. ઑનસ્ક્રીન કીબોર્ડ સ્ક્રીનના નીચેના અડધા ભાગમાં છે.

ટેક્સ્ટ એંટર કરતી વખતે તમે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

  • અપરકેસ અક્ષર ટાઇપ કરવા : શિફ્ટ કી પર ટૅપ કરો અથવા શિફ્ટ કી પર ટચ કરો અને પછી અક્ષર સુધી સ્લાઇડ કરો.

  • કૅપ્સ લૉક ચાલુ કરવા : શિફ્ટ કી પર ડબલ-ટૅપ કરો.

  • પૂર્ણવિરામ અને સ્પેસ દાખલ કરીને વાક્ય ઝડપથી પૂરું કરવા : સ્પેસ બાર પર ડબલ ટૅપ કરો.

  • સંખ્યાઓ, વિરામચિહ્નો અથવા પ્રતીકો એંટર કરો : નંબર કી અથવા સિમ્બોલ કી પર ટૅપ કરો.

  • ઑટો કરેક્ટ અનડૂ કરવા: જ્યારે તમે ટાઇપ કરો છો, ખોટી જોડણીવાળા શબ્દો ઑટોમૅટિક રીતે સુધારવામાં આવે છે અને અસ્થાયી રૂપે અંડરલાઇન થાય છે જેથી તમને જાણ થાય છે કે શું બદલાઈ રહ્યું છે; તમે ટાઇપ કરેલી મૂળ જોડણી રિવર્ટ કરવા માટે, અંડરલાઇન કરેલા શબ્દ પર ટૅપ કરો અને પછી તમે જે જોડણીનો ઉપયોગ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

  • જોડણી સુધારવા : સૂચવેલા સુધારા જોવા માટે ખોટી જોડણીવાળા શબ્દ (લાલ રંગમાં અંડરલાઇન કરેલા) પર ટૅપ કરો પછી શબ્દને બદલવા માટે સૂચન પર ટૅપ કરો અથવા સુધારો ટાઇપ કરો.

  • છેલ્લું સંપાદન અનડૂ કરવા : ત્રણ આંગળી વડે ડાબી બાજુએ સ્વાઇપ કરો અને પછી સ્ક્રીનની ટોચ પર અનડૂ પર ટૅપ કરો.

  • છેલ્લું સંપાદન રીડૂ કરવા : ત્રણ આંગળી વડે જમણી બાજુએ સ્વાઇપ કરો અને પછી સ્ક્રીનની ટોચ પર રીડૂ ક્લિક કરો.

કીબોર્ડ સાઉંડ અને હેપ્ટિક ફીડબૅક ચાલુ કરો

તમે ટાઇપ કરો ત્યારે ક્લિક થતું હોય તે સાંભળવા અથવા ટૅપિંગ અનુભવવા માટે તમે કીબોર્ડ સેટિંગ્સ કસ્ટમાઇઝ કરી શકો છો.

સેટિંગ  > સાઉંડ & હેપ્ટિક્સ > કીબોર્ડ ફીડબૅક પર જાઓ, પછી સાઉંડ અથવા હેપ્ટિક્સ ચાલુ કરો.

ઑનસ્ક્રીન કીબોર્ડને ટ્રૅકપૅડમાં ફેરવો

તમે ઇંસર્શન પૉઇંટને સરળતાથી મુવ અને પ્લેસ કરવા માટે ઑનસ્ક્રીન કીબોર્ડને ટ્રૅકપૅડમાં ફેરવી શકો છો.

નોટ્સ ઍપમાં ડૉક્યુમૅન્ટ ખુલ્લું છે. સ્ક્રીનની નીચેના અડધા ભાગમાં ઑનસ્ક્રીન કીબોર્ડ ટ્રૅકપૅડ મોડમાં છે.
  1. જ્યાં સુધી કીબોર્ડ હળવા ગ્રે રંગનું ન થઈ જાય ત્યાં સુધી સ્પેસ બારને એક આંગળીથી ટચ કરીને હોલ્ડ કરો.

  2. ઇંસર્શન પૉઇંટ મુવ કરવા માટે તમારી આંગળીને કીબોર્ડની આસપાસ સ્લાઇડ કરો.

    ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે, બીજી આંગળી વડે કીબોર્ડને ટચ કરીને હોલ્ડ કરો અને પછી પહેલી આંગળીને કીબોર્ડની આસપાસ મુવ કરીને સિલેક્શન ઍડજસ્ટ કરો.

જુઓ : ટેક્સ્ટ સિલેક્ટ કરવાની વધુ રીત જાણવા માટે ટેક્સ્ટને સિલેક્ટ, કટ, કૉપિ અને પેસ્ટ કરો.

ટાઇપ કરતી વખતે ભારયુક્ત અક્ષરો અથવા અન્ય અક્ષર એંટર કરો

કીબોર્ડ પર ટાઇપ કરતી વખતે તમે ઇચ્છો છો તે કૅરૅક્ટર સાથે સંબંધિત અક્ષર, નંબર અથવા પ્રતીકને ટચ અને હોલ્ડ કરો.

ઉદાહરણ તરીકે, é એંટર કરવા માટે e કીને ટચ અને હોલ્ડ કરો, પછી તમારી આંગળી સ્લાઇડ કરો અને તમને જોઈતા વિકલ્પ પર છોડો.

જ્યારે તમે E કીને ટચ અને હોલ્ડ કરો છો ત્યારે વૈકલ્પિક ઉચ્ચારણ કરેલો અક્ષર દર્શાવતું ઑનસ્ક્રીન કીબોર્ડ દેખાય છે.

તમે નીચેનામાંથી કોઈ એક પણ કરી શકો છો :

  • થાઈ કીબોર્ડ પર : નેટિવ નંબર પસંદ કરવા માટે સંબંધિત અરેબિક નંબરને ટચ કરીને હોલ્ડ કરો.

  • ચાઇનીઝ, જાપાનીઝ અથવા અરબી કીબોર્ડ પર : કીબોર્ડની ઉપર સૂચવેલા કૅરૅક્ટર અથવા કૅન્ડિડેટ પર ટૅપ કરો અથવા વધુ કૅન્ડિડેટ જોવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરો.

    નોટ : કૅન્ડિડેટની સંપૂર્ણ સૂચી જોવા માટે જમણી બાજુએ ઉપરના ઍરો પર ટૅપ કરો. ટૂંકી સૂચી પર પાછા જવા માટે નીચેની તરફના ઍરો પર ટૅપ કરો.

ટેક્સ્ટ મુવ કરો

  1. ટેક્સ્ટ સંપાદન ઍપમાં, તમે મુવ કરવા માંગો છો તે ટેક્સ્ટ સિલેક્ટ કરો.

  2. પસંદ કરેલ ટેક્સ્ટ ઉપર આવે ત્યાં સુધી તેને ટચ કરીને હોલ્ડ કરો અને પછી તેને ઍપની અંદર અન્ય લોકેશન પર ડ્રૅગ કરો.

    નોટ્સ ઍપમાં ડૉક્યુમૅન્ટ ખુલ્લું છે. ઑનસ્ક્રીન કીબોર્ડ સ્ક્રીનના નીચેના અડધા ભાગમાં છે. નવા લોકેશન પર મુવ કરવા ડૉક્યુમૅન્ટની અંદર સિલેક્ટ કરેલ ટેક્સ્ટને ઉપર ઉઠાવવામાં આવે છે.

જો તમે ટેક્સ્ટને મુવ કરવા વિષે તમારો વિચાર બદલી નાખો તો ટેક્સ્ટને ડ્રૅગ કરતા પહેલા તમારી આંગળી ઉઠાવો અથવા ટેક્સ્ટને સ્ક્રીન પરથી ડ્રૅગ કરો.

કીબોર્ડ સેટિંગ્સ બદલો

તમે પ્રિડિક્ટિવ ટેક્સ્ટ અને ઑટો-કરેક્શન જેવા ખાસ ટાઇપિંગ ફીચરને બંધ અને ચાલુ કરી શકો છો.

  1. ઑનસ્ક્રીન કીબોર્ડ પર ટાઇપ કરતી વખતે “ઇમોજી” બટન અથવા કીબોર્ડ સ્વિચ કરો કી ટચ અને હોલ્ડ કરો, પછી કીબોર્ડ સેટિંગ્સ પર ટૅપ કરો. અથવા સેટિંગ્સ  > સામાન્ય > કીબોર્ડ પર જાઓ.

  2. ટાઇપિંગ ફીચર (તમામ કીબોર્ડની નીચે) ચાલુ અથવા બંધ કરો.

એક હાથથી ટાઇપ કરો

એક હાથથી ટાઇપ કરવાનું સરળ બનાવવા માટે તમે કીને તમારા અંગૂઠાની નજીક મુવ કરી શકો છો.

કીબોર્ડ સેટિંગ મેન્યૂ ખુલ્લું છે અને ત્રણ વિકલ્પ બતાવે છે : અંગ્રેજી (US), ઇમોજી અને કીબોર્ડ ફીડબૅક. મેન્યુની નીચે ડાબેથી જમણી બાજુ, ડાબી તરફના લેઆઉટ, ડિફૉલ્ટ લેઆઉટ અને જમણીતરફના લેઆઉટ માટે બટન છે. ડિફૉલ્ટ લેઆઉટ બટન સિલેક્ટ કરવામાં આવ્યું છે.
  1. “ઇમોજી” બટન અથવા કીબોર્ડ સ્વિચ કરો કી ટચ અને હોલ્ડ કરો.

  2. કીબોર્ડ લેઆઉટમાંથી કોઈ એક પર ટૅપ કરો. (ઉદાહરણ તરીકે, સ્ક્રીનની જમણી બાજુએ કીબોર્ડને મુવ કરવા માટે જમણી તરફના લેઆઉટનું બટન પસંદ કરો.)

    કીબોર્ડને સેંટરમાં રાખવા માટે ફરીથી કીબોર્ડની જમણી કે ડાબી બાજુની કિનારી પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.