આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ઍપ્સ, ઍપ ડાઉનલોડ, વેબસાઇટ અને ખરીદી બ્લૉક કરો

તમે iTunes અને App Store ખરીદીઓ ઉપરાંત ઍપ્સ, ફીચર અને વેબસાઇટનો ઍક્સેસ પ્રતિબંધિત કરી શકો છો.

કૉન્ટેંટ બ્લૉક કરો અને iTunes & App Storeની ખરીદીઓ પ્રતિબંધિત કરો

અયોગ્ય કૉન્ટેંટને બ્લૉક કરવા માટે કૉન્ટેંટ & પ્રાઇવસિ પ્રતિબંધ સેટ કરો અને iTunes Store અને App Storeની ખરીદીઓ માટે પ્રતિબંધ સેટ કરો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો.

    જો તમે તમારા બાળક માટે આ ફીચર ચાલુ કરવા માંગતા હોવ તો તમારા બાળકના નામ પર ટૅપ કરો.

  3. “કૉન્ટેંટ & પ્રાઇવસિ પ્રતિબંધ” પર ટૅપ કરો પછી “કૉન્ટેંટ & પ્રાઇવસિ પ્રતિબંધ” ચાલુ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સ્ટોરની ખરીદીઓ અને ફરી ડાઉનલોડ માટે પ્રતિબંધ સેટ કરો : iTunes & App Storeની ખરીદીઓ પર ટૅપ કરો.

    • હોમ સ્ક્રીનમાંથી ઍપ અથવા ફીચર કાઢી નાખો : અનુમતિ આપેલી ઍપ & ફીચર પર ટૅપ કરો.

    • App Store, મીડિયા, વેબ અને Game Centerના કૉન્ટેંટ માટે રેટિંગ અને અન્ય પ્રતિબંધ સેટ કરો : App Store, મીડિયા, વેબ અને ગેમ પર ટૅપ કરો.

    • Apple Intelligence*, Siri અને ગણિતનાં પરિણામોનો ઍક્સેસ પ્રતિબંધિત કરવા માટે : Intelligence & Siri પર ટૅપ કરો. (જુઓ : સ્ક્રીન ટાઇમમાં Apple Intelligence ફીચરનો ઍક્સેસ બ્લૉક કરો.)

    • અમુક ફીચર, ઍપ્સ અથવા મીડિયામાં પ્રાઇવસિ સેટિંગ્સમાં ફેરફારોને અનુમતિ આપો : પ્રાઇવસિની નીચે વિકલ્પ પર ટૅપ કરો પછી “ફેરફારોને અનુમતિ આપો” અથવા “ફેરફારોને અનુમતિ ન આપો” પર ટૅપ કરો.

    • અન્ય સેટિંગ્સમાં ફેરફારોને અનુમતિ આપો : “ફેરફારોને અનુમતિ આપો”ની નીચે વિકલ્પ પર ટૅપ કરો પછી “અનુમતિ આપો” અથવા “અનુમતિ ન આપો” પર ટૅપ કરો.

બિલ્ટ-ઇન ઍપ્સ અને ફીચર ચાલુ અથવા બંધ કરવા માટે

તમે બિલ્ટ-ઇન ઍપ્સ અથવા ફીચરનો ઉપયોગ પ્રતિબંધિત કરી શકો છો. જો તમે કોઈ ઍપને બંધ કરો છો તો તેને ડિલીટ કરવામાં આવતી નથી; તમે તેને ફરી ચાલુ ન કરો ત્યાં સુધી તે ટેંપરરી રીતે તમારી હોમ સ્ક્રીનથી છુપાયેલી રહે છે.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો.

    જો તમે તમારા બાળક માટે આ ફીચર ચાલુ કરવા માંગતા હોવ તો તમારા બાળકના નામ પર ટૅપ કરો.

  3. “કૉન્ટેંટ & પ્રાઇવસિ પ્રતિબંધ” પર ટૅપ કરો પછી “કૉન્ટેંટ & પ્રાઇવસિ પ્રતિબંધ” ચાલુ કરો.

  4. “અનુમતિ આપેલી ઍપ્સ અને ફીચર્સ” પર ટૅપ કરો પછી તમે જે ઍપ્સ અથવા ફીચર પર પ્રતિબંધ મૂકવા માંગો છો તેને બંધ કરો.

વેબસાઇટ બ્લૉક કરવા માટે

તમે URL દ્વારા વિશિષ્ટ વેબસાઇટને બ્લૉક કરી શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો.

    તમારા બાળક માટે વેબસાઇટ બ્લૉક કરવા માટે તમારા બાળકના નામ પર ટૅપ કરો.

  3. “કૉન્ટેંટ & પ્રાઇવસિ પ્રતિબંધ” પર ટૅપ કરો પછી “કૉન્ટેંટ & પ્રાઇવસિ પ્રતિબંધ” ચાલુ કરો.

  4. App Store, મીડિયા, વેબ અને ગેમ પર ટૅપ કરો પછી વેબ કૉન્ટેંટ પર ટૅપ કરો.

  5. ઍડલ્ટ વેબસાઇટને અટકાવો સિલેક્ટ કરીને ક્યારેય અનુમતિ આપશો નહિની નીચે વેબસાઇટ ઉમેરો પર ટૅપ કરો અને તમે જે વેબસાઇટને બ્લૉક કરવા માંગો છો તેનું URL એંટર કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષાઓ અથવા પ્રદેશમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.