iPhoneમાં મેસેજમાં લોકોને પોલ કરો

તમે કોઈ પણ iMessage વાર્તાલાપમાં પોલ મોકલીને કંઈ પણ નક્કી કરી શકો છો, જેમ કે શું ખાવું, કઈ મૂવિ જોવી, ક્યાં મુસાફરી કરવી, ક્યારે મળવું અને વધુ. વાર્તાલાપમાં દરેક વ્યક્તિ વિકલ્પોમાં યોગદાન આપી શકે છે અને આવતા મત જોઈ શકે છે.

નોટ : પોલ શરૂ કરવા, જોવા અથવા મતદાન કરવા માટે તમારે iOS 26, iPadOS 26, macOS Tahoe, watchOS 26, visionOS 26 અથવા પછીના વર્ઝન માટે iMessageનો ઉપયોગ કરવો જરૂરી છે. જે લોકો તેને જોઈ શકતા નથી તેમને મેસેજ મળે છે કે ગ્રૂપને પોલ મોકલવામાં આવ્યો છે.

પોલ શરૂ કરવા માટે

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપમાં “ઉમેરો” બટન પર ટૅપ કરીને પછી પોલ પર ટૅપ કરો.

  3. વિકલ્પ ઉમેરવા માટે દરેક રો પર ટૅપ કરો. પોલમાં મહત્તમ 12 વિકલ્પ હોઈ શકે છે.

  4. “મોકલો” બટન પર ટૅપ કરો.

ટિપ : પોલ માટે સૂચનો મેળવવા માટે Apple Intelligence* ચાલુ કરો.

પોલમાં મતદાન કરવા

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. તેમાં પોલ સાથે વાર્તાલાપ ખોલો.

  3. તમારો મત ઉમેરવા માટે વિકલ્પ પર ટૅપ કરો. તમારો મત કાઢી નાખવા માટે ફરી ટૅપ કરો. તમે કોઈ નહિ અથવા તમામ વિકલ્પ માટે મત આપી શકો છો.

પોલમાં વિકલ્પ ઉમેરવા માટે

પોલમાં ભાગ લેનાર કોઈ પણ વ્યક્તિ તેમાં વિકલ્પ ઉમેરી શકે છે.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. તેમાં પોલ સાથે વાર્તાલાપ ખોલો.

  3. “પસંદ ઉમેરો” પર ટૅપ કરો પછી અન્ય વિકલ્પ એંટર કરો.

  4. પોલમાં વિકલ્પ ઉમેરવા માટે “મોકલો” બટન પર ટૅપ કરો.

    નોટ : મત વગર વિકલ્પો ઉમેરવામાં આવે છે. તમે ઉમેરો તે કોઈ પણ વિકલ્પ માટે મત આપવા માટે ટૅપ કરો.

પોલના પરિણામો તપાસવા

તમે જોઈ શકો છો કે લોકોએ કેવી રીતે મતદાન કર્યું છે અથવા જેમણે હજુ સુધી મતદાન કર્યું નથી.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. તેમાં પોલ સાથે વાર્તાલાપ ખોલો.

  3. પોલને ટચ કરી દબાવી રાખો પછી “પોલ વિગતો” પર ટૅપ કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.