આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

અલ્ટ્રા વાઇડબૅન્ડની માહિતી

અલ્ટ્રા વાઇડબૅન્ડ તમામ iPhone 11, iPhone 12, iPhone 13, iPhone 14, iPhone 15, iPhone 16 (iPhone 16e સિવાય) અને iPhone 17 (iPhone 17e સિવાય) મૉડલ અને iPhone Air પર ઉપલબ્ધ છે. અલ્ટ્રા વાઇડબૅન્ડની ઉપલબ્ધતા દેશ અથવા વિસ્તાર પ્રમાણે બદલાય છે.

એરક્રાફ્ટ, જહાજ, પ્રતિબંધિત દેશોમાં અને અન્ય પ્રતિબંધિત વિસ્તારમાં જતા પહેલાં વિમાન મોડ ચાલુ કરીને અલ્ટ્રા વાઇડબૅન્ડ બંધ કરવું આવશ્યક છે. વિમાન મોડ ચાલુ કરવા માટે કંટ્રોલ સેંટર ખોલો પછી વિમાન મોડ સ્વિચ બટન પર ટૅપ કરો. તમે iPhone પર સેટિંગ્સ ઍપ માં વિમાન મોડ ચાલુ અથવા બંધ પણ કરી શકો છો. વિમાન મોડ ચાલુ હોય ત્યારે સ્ટેટસ બારમાં વિમાન મોડ આઇકન દેખાય છે. રમકડાંના સંચાલન માટે અલ્ટ્રા વાઇડબૅન્ડનો ઉપયોગ કરી શકાતો નથી.

ઑસ્ટ્રેલિયા : અલ્ટ્રા વાઇડબૅન્ડ ટ્રાંસમીટર દર્શાવેલ ઑસ્ટ્રેલિઅન રેડિઓ-એસ્ટ્રોનૉમી સાઇટથી નિર્ધારિત અંતરની અંદર ઑપરેટ થવા જોઈએ નહિ. નિર્ધારિત અંતર વિષે વધુ માહિતી માટે ઑસ્ટ્રેલિઅન કમ્યુનિકેશંસ અને મીડિયા અથૉરિટી દ્વારા પ્રકાશિત રેડિઓ કમ્યુનિકેશંસ (લૉ ઇંટરફેરેંસ પોટેંશિયલ ડિવાઇસ) ક્લાસ લાઇસેંસ 2015નો સંદર્ભ લો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.