આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPhone પર Apple Watch સાથે ઇંટરૅક્ટ કરો

Apple Watch મિરરિંગ દ્વારા તમે તમારા પેર કરવામાં આવેલા iPhoneથી તમારી Apple Watch સ્ક્રીનને જોઈ અને કંટ્રોલ કરી શકો છો. Apple Watch સાથે ઇંટરૅક્ટ કરવા માટે તમે તમારા iPhone પર ટચ અથવા વૉઇસ કંટ્રોલ, સ્વિચ કંટ્રોલ વગેરે જેવા સહાયક ફીચરનો ઉપયોગ કરી શકો છો. (Apple Watch મિરરિંગ Apple Watch Series 6 અને તેના પછીના વર્ઝન પર ઉપલબ્ધ છે.)

Apple Watch મિરરિંગ ચાલુ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > Apple Watch મિરરિંગ પર જાઓ.

  • જો તમે ઍક્સેસિબિલિટી શૉર્ટકટ સેટ અપ કરો છો તો બટન પર ટ્રિપલ ક્લિક કરી શકો છો.

Apple Watch મિરરિંગ બંધ કરવા માટે “બંધ કરો” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.