આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર ફોટોસ ઍપ સાથે શરૂ કરો

તમારા ફોટો શોધવા, તમારી યાદગીરીને માણવા અને તમારા શ્રેષ્ઠ ફોટો શૉટ શેર કરવા માટે તમારા iPhone પર ફોટોસ ઍપનો ઉપયોગ કરો. કેવી રીતે શરૂ કરવું તે અહીં સમજાવ્યું છે.

ફોટોસ ઍપ ખુલ્લી છે અને સ્ક્રીનમાં નીચે લાઇબ્રેરી ટૅબ સિલેક્ટ કરેલું છે.

તમારા ફોટોને બ્રાઉઝ કરવા માટે

તમારા ફોટો અને વીડિયો જોવાનું શરૂ કરવા માટે ફોટોસ ઍપ પર જાઓ. લાઇબ્રેરી ટૅબ તારીખ દ્વારા ગોઠવાયેલા તમારા તમામ ફોટો બતાવે છે. ફોટો કલેક્શન જોવા માટે — જેમ કે ઍલ્બમ, તાજેતરના દિવસો, લોકો અને પાળેલાં પ્રાણી અને વધુ — કલેક્શન ટૅબ પર ટૅપ કરો.

ફોટોસ ઍપ યાદગીરીના કલેશન માટે ખુલ્લી છે.

તમારી યાદગીરીનો આનંદ માણો

સંગીતમાં સેટ કરેલા અને મૂવિની જેમ પ્લે થતા ફોટો અને વીડિયોના પર્સનલાઇઝ કલેક્શન દ્વારા તમારી મનપસંદ યાદગીરીઓને ફરી જીવંત કરો. કલેક્શન પર ટૅપ કરો, યાદગીરી પર ટૅપ કરો પછી યાદગીરી પર ટૅપ કરો. દરેક યાદગીરીમાં વ્યક્તિ, પાળતું પ્રાણી, જગ્યા, ઇવેંટ અથવા ઍક્ટિવિટી જેવી થીમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલી તમારી લાઇબ્રેરીના ફોટો હોય છે.

મધ્યમાં ફોટો સાથેની સંપાદન સ્ક્રીન. સ્ક્રીનના નીચેના ભાગે ડાબેથી જમણે ઍડજસ્ટ, ફિલ્ટર, ક્રૉપ અને ક્લિન અપ બટન છે. ઍડજસ્ટ બટન સિલેક્ટ કરવામાં આવ્યું છે અને બ્રિલિયંસ ઍડજસ્ટ કરવા માટે સ્લાઇડર છે. “રદ કરો” બટન સ્ક્રીનના ઉપરના-ડાબા ખૂણામાં અને “પૂર્ણ” બટન ઉપરના-જમણા ખૂણામાં છે.

તમારા ફોટો સંપાદિત કરો

તમારા ફોટોને અલગ દેખાડવા માટે લાઇટ અને રંગ ઍડજસ્ટ કરવા, ક્રૉપ કરવું, ફેરવવો, ફિલ્ટર ઉમેરવું વગેરે કરો. ફોટો અથવા વીડિયો ખોલો અને પછી સંપાદન શરૂ કરવા માટે “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

સિલેક્ટ કરેલો ફોટો iPhoneની સ્ક્રીનના ઉપરના અડધા ભાગમાં ડિસ્પ્લે થાય છે જેમાં નીચે શેર કરવાના વિકલ્પોની હરોળ હોય છે. ફોટો કૉપિ કરવા, શેર કરેલા ઍલ્બમમાં ઉમેરવો, ઍલ્બમમાં ઉમેરવો અને વૉલપેપર તરીકે ઉપયોગ કરો સહિત નીચે વધારાના વિકલ્પ જોવા મળે છે.

તમારા ફોટો શેર કરો

ફોટો અથવા વીડિયો ખોલીને “શેર કરો” બટન પર ટૅપ કરીને પછી Mail, મેસેજ અથવા AirDrop જેવો શેર કરવાનો વિકલ્પ પસંદ કરો. તમામ ફોટો અને વીડિયોને કલેક્શનમાં શેર કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરીને પછી શેર કરો પર ટૅપ કરો.

વધુ જાણવા માંગો છો?

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.