આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Freeform બોર્ડ પર ઇમેજ, સ્કૅન, લિંક અને અન્ય ફાઇલ ઉમેરો

તમે કોઈ પણ ફોટો અથવા વીડિયોને Freeform બોર્ડમાં ઉમેરી શકો છો અથવા તમારા iPhoneના કૅમેરાથી નવો ફોટો કે વીડિયો લઈ શકો છો. તમે વિવિધ પ્રકારની ફાઇલને સ્કૅન કરીને, લિંક કરીને અથવા દાખલ કરીને પણ તમારા બોર્ડમાં ઉમેરી શકો છો.

ઘણી ઇંસર્ટ કરેલી ફાઇલ સાથેનું Freeform બોર્ડ : 3D ઇમેજ ફાઇલ, લિંક, વીડિયો, સ્ટિકર અને ફોટો. 3D ઇમેજ ફાઇલ સિલેક્ટ કરેલી છે અને તેનું રોટેશન બટન અને ફૉર્મેટિંગ ટૂલ દેખાય છે.

ફોટો, વીડિયો, સ્ટિકર, લિંક અથવા અન્ય ફાઇલ ઉમેરવા માટે

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. બોર્ડ ખોલો અથવા નવું બોર્ડ શરૂ કરવા માટે “નવું બોર્ડ” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “મીડિયા” બટન પર ટૅપ કરીને વિકલ્પ પર ટૅપ કરીને પછી તમે સમાપ્ત કરી લો ત્યારે “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

    • આઇટમને તમારા ક્લિપબૉર્ડમાં કૉપિ કરીને ખાલી જગ્યા પર ટૅપ કરો પછી મેન્યૂ દેખાય ત્યારે “પેસ્ટ કરો” પર ટૅપ કરો.

    • તમારા બોર્ડમાં કૉન્ટેંટ હબમાંથી પ્રીમિયમ ઇમેજ ઉમેરવા માટે ટૂલબારમાં કૉન્ટેંટ હબ બટન પર ટૅપ કરીને ડાયલૉગની સૌથી ઉપર ઑબજેક્ટ શ્રેણી પર ટૅપ કરો પછી બોર્ડમાં ઉમેરવા માટે પ્રીમિયમ ઇમેજ પર ટૅપ કરો. કોઈ પણ પ્રીમિયમ કૉન્ટેંટ હબની ઇમેજનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમાંથી વૉટરમાર્ક કાઢી નાખવા માટે તમારે Apple Creator Studioને સબ્સ્ક્રાઇબ કરવાની જરૂર રહેશે.

ફોટો, વીડિયો અથવા અન્ય ફાઇલ જેવી કોઈ પણ મીડિયા આઇટમનું પ્રિવ્યૂ કરવા માટે તેને ડબલ-ટૅપ કરો.

જો Apple Intelligence* ચાલુ હોય તો તમે Freeformમાં અનોખી ઇમેજ બનાવવા માટે Image Playgroundનો ઉપયોગ કરી શકો છો. જુઓ : Image Playground દ્વારા મૂળ ઇમેજ બનાવો.

નોટ : તમે તમારા iPhone અથવા iCloud Driveમાં સેવ કરેલી ફાઇલ ઇંસર્ટ કરી શકો છો. મોટા ભાગના પ્રકારની ફાઇલ માટે Freeform ઇંસર્ટ કરેલી ફાઇલની કૉપિ બનાવે છે. તમે કોલૅબરેટિવ Keynote પ્રેઝંટેશન, Numbers સ્પ્રેડશીટ અથવા Pages ડૉક્યુમૅન્ટમાં લિંક ઉમેરશો ત્યારે તમારા Freeform બોર્ડમાં સહભાગીઓ iCloudમાં શેર કરેલી ફાઇલમાં મુવ કરવા માટે કાર્ડ પર ટૅપ કરી શકે છે. (જો અન્ય લોકો ફાઇલ પર કોલૅબરેટ કરી શકે એવું તમે ઇચ્છતા હોવ તો તમારે તેને iCloudમાં સેવ કરવી પડશે.)

સ્કૅન કરીને ડૉક્યુમૅન્ટ ઉમેરવા માટે

તમે પેપર ડૉક્યુમૅન્ટને સ્કૅન કરી શકો છો અને Freeform છોડ્યા વગર તેને PDF તરીકે તમારા બોર્ડમાં ઉમેરી શકો છો.

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. બોર્ડ ખોલો અથવા નવું બોર્ડ શરૂ કરવા માટે “નવું બોર્ડ” બટન પર ટૅપ કરો.

  3. “મીડિયા” બટન પર ટૅપ કરીને પછી ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો પર ટૅપ કરો.

  4. iPhoneના કૅમેરાને એવી સ્થિતિમાં રાખો જેથી સ્ક્રીન પર ડૉક્યુમૅન્ટ દેખાય.

    iPhone ઑટોમૅટિક રીતે પેજ કૅપ્ચર કરે છે. સ્કૅન મૅન્યુઅલી કૅપ્ચર કરવા માટે ઑટો શટર બટન ટૅપ કરીને “ફોટો લો” બટન પર ટૅપ કરો અથવા વૉલ્યૂમ બટન દબાવો, સ્કૅન કરેલા ડૉક્યુમૅન્ટમાં તમે ઇચ્છો તે વિસ્તારને સિલેક્ટ કરવા માટે ખૂણાઓ ડ્રૅગ કરો પછી “રાખો” પર ટૅપ કરો.

  5. વધારાનાં પેજ સ્કૅન કરીને પછી જ્યારે સ્કૅન પૂર્ણ થઈ જાય ત્યારે “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

તમારા સ્કૅનના પહેલા પેજની ઇમેજ સાથેનું કાર્ડ તમારા બોર્ડમાં દેખાય છે.

ટિપ : તમારા સ્કૅનને iCloud Drive અથવા તમારા iPhoneમાં સેવ કરવા માટે કાર્ડને સિલેક્ટ કરો, “પ્રિવ્યૂ” બટન પર ટૅપ કરો, “શેર કરો” બટન પર ટૅપ કરો પછી “ફાઇલમાં સેવ કરો” પર ટૅપ કરો.

ફોટો અથવા વીડિયોને ફૉર્મેટ કરવા માટે

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. ફોટો અથવા વીડિયો સાથેનું બોર્ડ ખોલો.

  3. નીચેથી ફોટો અથવા વીડિયોના ફૉર્મેટિંગ ટૂલને ખોલવા માટે તેના પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફોટો ક્રૉપ અથવા માસ્ક કરો : “માસ્કને ક્રૉપ કરો” બટન પર ટૅપ કરો.

    • ફોટોનું બૅકગ્રાઉંડ કાઢી નાખો : “ઇમેજમાં ફેરફાર કરો” બટન પર ટૅપ કરો અને પછી “બૅકગ્રાઉંડ કાઢી નાખો” પર ટૅપ કરો. જો ફોટોનું બૅકગ્રાઉંડ પારદર્શક ન બનાવી શકાય તો “બૅકગ્રાઉંડ કાઢી નાખો” ઉપલબ્ધ હોતું નથી.

      ટિપ : તમે બૅકગ્રાઉંડ વગરની ઇમેજને પણ પેસ્ટ કરી શકો છો. જુઓ : ફોટો અથવા વીડિયોના બૅકગ્રાઉંડમાંથી વિષયવસ્તુ ઉપાડો.

    • શૅડો ઉમેરો, ખૂણાઓને ગોળાકાર કરો, વર્ણન ઉમેરો વગેરે : “વધુ” બટન પર ટૅપ કરો અને પછી વિકલ્પ પસંદ કરો.

    • ફોટો અથવા વીડિયોને બદલો : ફોટો અથવા વીડિયોને સિલેક્ટ કરીને “ઇમેજમાં ફેરફાર કરો” બટન અથવા “મૂવિમાં ફેરફાર કરો” બટન પર ટૅપ કરો, “બદલો” પર ટૅપ કરો પછી જેનાથી બદલવાનું હોય તેને સિલેક્ટ કરો.

    • ફોટો અથવા વીડિયોને પ્રિવ્યૂ કરો : “પ્રિવ્યૂ” બટન પર ટૅપ કરો અથવા ફોટો અથવા વીડિયો પર ડબલ-ટૅપ કરો.

      ફુલ સ્ક્રીનમાં મૂવિનું પ્રિવ્યૂ કરવા માટે તેને ડબલ-ટૅપ કરો.

ફોટો ઑટો ક્રૉપ કરો

જો તમે Apple Creator Studio સબ્સ્ક્રાઇબ કરેલ હોય તો તમે ઇમેજ કંપોઝિશનને બહેતર બનાવતા સૂચનોને ઇંટેલિજંટ રીતે જનરેટ કરવા માટે ઑટો ક્રૉપનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. ઇમેજ સાથે બોર્ડ ખોલો, માસ્ક કંટ્રોલ જોવા માટે ઇમેજ પર ડબલ-ટૅપ કરીને પછી ઇમેજ સૂચનો ક્રૉપ કરવા માટે ઑટો ક્રૉપ પર ટૅપ કરો.

  3. તમારી ઇમેજ અપડેટ કરવા માટે સૂચન પર ટૅપ કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.

સુપર રિઝોલ્યૂશનથી રિઝોલ્યૂશન વધારો

જો તમે Apple Creator Studio સબ્સ્ક્રાઇબ કરેલ હોય તો તમે ફોટોનું રિઝોલ્યૂશન વધારવા માટે સુપર રિઝોલ્યૂશનનો ઉપયોગ કરી શકો છો જેથી તે વધુ સ્પષ્ટ દેખાય.

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. ઇમેજ સાથેનું બોર્ડ ખોલીને ઇમેજ પર ટૅપ કરીને પછી ઇમેજ ઇંસ્પેક્ટર બટન પર ટૅપ કરો.

  3. સુપર રિઝોલ્યૂશન પર ટૅપ કરો.

ઇમેજ જનરેશન દ્વારા નવી ઇમેજ બનાવો

જો તમે Apple Creator Studioનું સબ્સ્ક્રાઇબ કરેલ હોય તો તમે ઇમેજ જનરેશનનો ઉપયોગ કરીને ઇમેજને ઇંટેલિજંટ રીતે બનાવી શકો છો અને હાલની ઇમેજને સંપાદિત કરી શકો છો.

આ ફીચર તમામ દેશ અને વિસ્તારમાં ઉપલબ્ધ નથી. વધુ જાણવા માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Creator Studio વિષે.

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. બોર્ડ ખોલીને પછી ટૂલબારમાં કૉન્ટેંટ હબ બટન પર ટૅપ કરો.

    નોટ : જો તમે Freeformમાં પહેલી વાર ઇમેજ જનરેશનનો ઉપયોગ કરી રહ્યા છો તો ઍપ સાથે તમારી ઉંમર શ્રેણી શેર કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓ અનુસરો. ઇમેજ જનરેશન તમામ ઉંમર માટે ઉપલબ્ધ નથી તેથી માતા-પિતા અથવા વાલીએ ફેમિલી ગ્રૂપમાં બાળક અને સગીર માટે આ ફીચર સક્ષમ કરવું જોઈએ. જુઓ : ફેમિલી શેરિંગ સેટ અપ કરો.

  3. ઇમેજ જનરેટ કરો પર ટૅપ કરીને પછી ઑનસ્ક્રીન સૂચનાઓ અનુસરો.

    જો તમને ઇમેજ મોકલવાનું કહેવામાં આવે, તો એક વાર અનુમતિ આપો અથવા હંમેશા અનુમતિ આપો સિલેક્ટ કરો. આને રીસેટ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરીને ઇંટેલિજંસ ફીચર પર ટૅપ કરો પછી પરવાનગીઓ રીસેટ કરો પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • બોર્ડમાં ઇમેજ ઉમેરવા માટે : ઇંસર્ટ બટન પર ટૅપ કરો.

    • ઇમેજ સેવ કરવા માટે : “સેવ કરો” બટન પર ટૅપ કરીને પછી તમે ઇમેજને ક્યાં સેવ કરવા માંગો છો તે પસંદ કરો.

મહત્ત્વપૂર્ણ : ઇમેજ જનરેશન ઉપયોગની મર્યાદાઓને આધીન છે. તમારા ઉપયોગનું સ્ટેટસ તપાસવા માટે “વધુ” બટન પર ટૅપ કરીને ઇંટેલિજંસ ફીચર પર ટૅપ કરો પછી ઉપયોગ સ્ટેટસ બતાવો પર ટૅપ કરો.

આકારની અંદર ઇમેજ મૂકવા માટે

તમે ઇમેજ માટે માસ્ક અથવા ફ્રેમ તરીકે આકારનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે તમારા ફોટોને વર્તુળની અંદર મૂકી શકો છો.

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. બોર્ડ ખોલો અથવા નવું બોર્ડ શરૂ કરવા માટે “નવું બોર્ડ” બટન પર ટૅપ કરો.

  3. બોર્ડમાં ફોટો ઉમેરો અથવા અન્ય ઇમેજ ઉમેરો.

  4. કૉન્ટેંટ હબ બટન પર ટૅપ કરીને “આકાર ઉમેરો” બટન પર ટૅપ કરો પછી આકાર પસંદ કરો.

  5. આકારને ઇમેજની ઉપર રાખીને પછી તેને અને ઇમેજ બંનેને સિલેક્ટ કરો.

  6. નીચે ફૉર્મેટિંગ ટૂલમાં “વધુ” બટન પર ટૅપ કરો પછી “આકાર સાથે માસ્ક” પર ટૅપ કરો.

અથવા આકારનો ફ્રેમ તરીકે ઉપયોગ કરવા માટે ઇમેજને તેમાં ડ્રૅગ કરો.

તેને આકારમાંથી દૂર કરવા માટે માસ્ક કરેલી ઇમેજ સિલેક્ટ કરો, નીચે આવેલા ફૉર્મેટિંગ ટૂલમાં “વધુ” બટન પર ટૅપ કરો પછી “માસ્ક રીસેટ કરો” પર ટૅપ કરો.

ટિપ : સપોર્ટેડ ઍપ્સ (જેમ કે નોટ્સ, ફોટોસ, Safari વગેરે)માંથી ફોટો, વીડિયો, ફાઇલ અથવા લિંકને Freeform બોર્ડમાં ઉમેરવા માટે તેને સિલેક્ટ કરો અને અન્ય ઍપમાં “શેર કરો” બટન પર ટૅપ કરીને Freeform ઍપ આઇકન પર ટૅપ કરો પછી નવું બોર્ડ અથવા પ્રવર્તમાન બોર્ડના નામ પર ટૅપ કરો. (જો તમે ઇચ્છો છો કે અન્ય લોકો તમારા બોર્ડમાં આઇટમ ઉમેરી શકે, તો તમારે તેને iCloudમાં સેવ કરવી આવશ્યક છે.)

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.