આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર નોટ્સ સાથે પ્રારંભ કરો

તમારા વિચારો ઝડપથી કૅપ્ચર કરવા માટે નોટ્સ ઍપનો ઉપયોગ કરો. તમે ઇમેજ અને સ્કેચ ઉમેરી શકો છો, સમીકરણ ઉકેલી શકો છો, ચેકલિસ્ટ બનાવી શકો છો અથવા ડૉક્યુમૅન્ટ સ્કૅન પણ કરી શકો છો. અને તમે જ્યાં પણ જાઓ ત્યાં iCloudની મદદથી તમારી નોટ્સ તમારાં તમામ ડિવાઇસ પર અપ-ટૂ-ડેટ રહે છે.

પ્રવાસના ખર્ચની ગણતરી અને ફોટો સહિત પ્રવાસનું આયોજન કરવા માટેની નોટ.

લખવા માટે

“નવી નોટ” બટન પર ટૅપ કરો અને પછી તમારો ટેક્સ્ટ એંટર કરો.

આઇલેન્ડના નકશા પર વિંડો ઓવરલેમાં ક્વિક નોટ. નોટમાં નકશો, ફોટો અને ટેક્સ્ટની લિંક છે.

ગમે ત્યાં ક્વિક નોટ બનાવો

કોઈ પણ ઍપ અથવા સ્ક્રીન પરથી માહિતી લખવા માટે ક્વિક નોટ્સનો ઉપયોગ કરો. “શેર કરો” બટન પર ટૅપ કરો અને પછી નવી ક્વિક નોટ પર ટૅપ કરો. ઇમેજ, લિંક વગેરે ઉમેરો.

સ્કૅન થઈ રહેલું ડૉક્યુમૅન્ટ સ્ક્રીન પર બતાવવામાં આવી રહ્યું છે. “ફોટો લો” બટન નીચે મધ્યમાં છે.

કંઈ પણ ઉમેરો

તમે ડૉક્યુમૅન્ટને સ્કૅન કરી શકો છો, ઑડિઓ રેકોર્ડ કરી શકો છો, ફોટો લઈ શકો છો અને બીજું ઘણું કરી શકો છો. “અટૅચમેંટ” બટન પર ટૅપ કરો અને પછી વિકલ્પ પસંદ કરો.

સ્ક્રીનની નીચે ડ્રૉઇંગ અને માર્કઅપ ટૂલ દર્શાવતી નોટ.

તમારા વિચારોને આકાર આપો

“હસ્તલેખન ટૂલ” બટન પર ટૅપ કરો, પછી તમારી આંગળીથી દોરો અથવા લખો. તમે વિવિધ માર્કઅપ ટૂલ અને રંગમાંથી કોઈ પણ પસંદ કરી શકો છો અને ફૂટપટ્ટીથી સીધી લાઇન દોરી શકો છો.

શેરિંગ વિકલ્પ દર્શાવતી ઓવરલે સાથેની નોટ.

કોલૅબરેટ કરવા માટે અન્ય લોકોને આમંત્રિત કરો

“શેર કરો” બટન પર ટૅપ કરો અને પછી શેરિંગ વિકલ્પ પસંદ કરો. તમે જે લોકો સાથે શેર કરો છો તેઓ નોટ જોઈ શકે અથવા તેમાં ફેરફાર કરી શકે છે.

વધુ જાણવા માંગો છો?

નોટ્સ ફીચરની ઉપલબ્ધતા તમારી ભાષા અને દેશ અથવા પ્રદેશ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.