આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ગ્રૂપ FaceTime કૉલ કરો

FaceTime ઍપમાં તમે ગ્રૂપ FaceTime કૉલમાં મહત્તમ 32 સહભાગી સાથે વાત કરી શકો છો.

નોટ : ગ્રૂપ FaceTime કૉલ તમામ દેશો અથવા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી. જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.

ગ્રૂપ FaceTime કૉલ જેમાં અલગ ટાઇલમાં પાંચ સહભાગીઓ બતાવ્યા છે.

ગ્રૂપ FaceTime કૉલ શરૂ કરો

  1. તમારા iPhoneમાં  FaceTime ઍપ પર જાઓ.

  2. “નવો કૉલ કરો” પર ટૅપ કરો.

  3. સ્ક્રીનની ટોચની નજીકનાં ફીલ્ડમાં તમે જેને કૉલ કરવા માંગો છો તેવા લોકોના નામ, નંબર અથવા ઇમેલ એંટર કરો.

    તમે સંપર્ક ખોલવા માટે “સંપર્ક ઉમેરો” બટન પર પણ ટૅપ કરી શકો છો અને ત્યાંથી લોકોને ઉમેરી શકો છો અથવા સૂચવેલા સંપર્ક પર ટૅપ કરી શકો છો.

  4. વીડિયો કૉલ કરવા માટે FaceTime પર ટૅપ કરો અથવા FaceTime ઑડિઓ કૉલ કરવા માટે “કૉલ” બટન પર ટૅપ કરો.

સ્ક્રીન પર દરેક સહભાગી ટાઇલમાં દેખાય છે. જ્યારે કોઈ સહભાગી બોલે છે (મોંથી અથવા સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને) અથવા તમે ટાઇલ પર ટૅપ કરો છો ત્યારે તે ટાઇલ હાઇલાઇટ થાય છે અથવા વધુ મુખ્ય બને છે. સ્ક્રીન પર ફિટ ન થઈ શકતી ટાઇલ નીચે હરોળમાં દેખાય છે. જે સહભાગીને તમે જોઈ શકતા નથી તેને શોધવા માટે હરોળમાં સ્વાઇપ કરો. જો કોઈ ઇમેજ ઉપલબ્ધ ન હોય તો સહભાગીના નામના પ્રથમાક્ષર ટાઇલમાં દેખાઈ શકે છે.

ગ્રૂપ FaceTime કૉલ દરમિયાન બોલતા અથવા સાઇન કરતા વ્યક્તિની ટાઇલને વધુ મુખ્ય બનતી રોકવા માટે સેટિંગ્સ ઍપ પર જાઓ, ઍપ્સ પર ટૅપ કરો, FaceTime પર ટૅપ કરો પછી ઑટોમૅટિક પ્રોમિનંસની નીચે સ્પિકિંગને બંધ કરો.

નોટ : સાંકેતિક ભાષાની ઓળખ માટે પ્રસ્તુતકર્તા માટે સપોર્ટેડ મૉડલ જરૂરી છે. વધુમાં પ્રસ્તુતકર્તા અને સહભાગીઓ બંને પાસે iOS 14, iPadOS 14, macOS 11 અથવા તેના પછીનું વર્ઝન હોવું જરૂરી છે.

ગ્રૂપ મેસેજ વાર્તાલાપમાંથી ગ્રૂપ FaceTime કૉલ શરૂ કરો

ગ્રૂપ iMessage વાર્તાલાપમાં તમે મેસેજમાં ચૅટ કરી રહ્યાં હોવ તે તમામ લોકો સાથે ગ્રૂપ FaceTime કૉલ શરૂ કરી શકો છો.

  1. iMessage વાર્તાલાપની ઉપર જમણી બાજુએ “FaceTime” બટન પર ટૅપ કરો.

  2. FaceTime ઑડિઓ અથવા FaceTime વીડિયો પર ટૅપ કરો.

કૉલમાં બીજા વ્યક્તિને ઉમેરો

FaceTime કૉલ દરમિયાન કોઈ પણ સહભાગી કોઈ પણ સમયે બીજા વ્યક્તિને ઉમેરી શકે છે.

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • આમને-સામને FaceTime કૉલ દરમિયાન : FaceTime કંટ્રોલ (જો દેખાતા ન હોય તો) બતાવવા માટે સ્ક્રીન પર ટૅપ કરો, “વધુ” બટન પર ટૅપ કરો પછી “લોકો ઉમેરો” પર ટૅપ કરો.

    • ગ્રૂપ FaceTime કૉલ દરમિયાન : સ્ક્રીનની ટોચ પર લોકોની સંખ્યા પર ટૅપ કરો પછી “લોકો ઉમેરો” પર ટૅપ કરો.

  2. તમે જે વ્યક્તિને ઉમેરવા માંગો છો તેમનું નામ, નંબર અથવા ઇમેલ એંટર કરો અથવા સંપર્કમાંથી કોઈને ઉમેરવા માટે “સંપર્ક ઉમેરો” બટન પર ટૅપ કરો. તમે ઘણા લોકોને ઉમેરી શકો છો.

  3. “લોકોને ઉમેરો” પર ટૅપ કરો.

ગ્રૂપ FaceTime કૉલમાં જોડાઓ

જ્યારે કોઈ તમને ગ્રૂપ FaceTime કૉલમાં જોડાવા માટે આમંત્રિત કરે છે ત્યારે તમને ઇનકમિંગ કૉલની સૂચના મળે છે અને તમે તેમા જોડાઈ શકો છો અથવા તેને નકારી શકો છો. જુઓ : FaceTime કૉલનો જવાબ આપો.

ગ્રૂપ FaceTime કૉલમાંથી નીકળો

કોઈપણ સમયે ગ્રૂપ કૉલ છોડવા માટે FaceTime કંટ્રોલમાં “સમાપ્ત” બટન પર ટૅપ કરો અથવા સહભાગીઓની સૂચી જોતી વખતે “છોડી દો” પર ટૅપ કરો.

જો એક અથવા વધુ સહભાગીઓ કૉલમાં હોય તો કૉલ ઍક્ટિવ રહે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.