આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Apple Games ઍપમાં ગેમ શોધો અને ડાઉનલોડ કરો

Apple Games ઍપમાં તમે ઍક્શન, ઍડવેંચર, રેસિંગ, પઝલ વગેરે સહિતની અનેક શ્રેણીમાંથી તમારી આગામી ગેમ શોધી શકો છો.

નોટ : Game Center, Apple Arcade અને Apple One તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ. હાર્ડવેર અને સોફ્ટવેર સુસંગતતાના આધારે તમામ ડિવાઇસમાં Apple Arcade ગેમની ઉપલબ્ધતા બદલાય છે. અમુક કૉન્ટેંટ તમામ વિસ્તારમાં ઉપલબ્ધ હોઈ શકતું નથી. Apple સપોર્ટ લેખ ડિવાઇસમાં Apple Arcade ગેમની ઉપલબ્ધતા જુઓ.

Apple Games ઍપ હોમ ટૅબ બતાવી રહી છે જે રમવાનું ચાલુ રાખવા માટે ગેમ અને નવી રિલીઝ બતાવે છે.

ગેમ બ્રાઉઝ કરો અથવા સર્ચ કરો

  1. તમારા iPhoneમાં Apple Games ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • નવા રિલીઝ એક્સપ્લોર કરવા, ટોચના ચાર્ટ જોવા અથવા પર્સનલાઇઝ કરેલા સૂચનો મેળવવા માટે : હોમ ઍપ પર ટૅપ કરો.

    • કોઈ પણ જાહેરાત અથવા ઍપમાં ખરીદીઓ વગર ગેમના તૈયાર કરેલા કલેક્શનને Apple Arcadeમાંથી (સબ્સ્ક્રિપ્શન જરૂરી) જોવા માટે : Arcade પર ટૅપ કરો.

    • સર્ચ અથવા બ્રાઉઝ કરવા માટે : “સર્ચ કરો” બટન પર ટૅપ કરો, શ્રેણી મુજબ બ્રાઉઝ કરો અથવા તમે જે શોધી રહ્યા છો તે એંટર કરો પછી ઑનસ્ક્રીન કીબોર્ડ પર “સર્ચ કરો” બટન પર ટૅપ કરો.

  3. રેટિંગ, ગેમ કંટ્રોલર સપોર્ટ, લીડરબોર્ડ, ઉપલબ્ધિઓ વગેરે જેવી માહિતી જોવા માટે ગેમ સિલેક્ટ કરો.

    રિવ્યૂ અને પ્રાઇવસિ માહિતી જેવી વધારાની માહિતી જોવા માટે App Storeમાં “જુઓ” પર ટૅપ કરો.

ગેમ ડાઉનલોડ અથવા ખરીદવા માટે

  1. તમારા iPhoneમાં Apple Games ઍપ પર જાઓ.

  2. તમે ઇચ્છો તે ગેમમાં નૅવિગેટ કરો અને પછી કિંમત પર ટૅપ કરો. જો ગેમ ફ્રી હોય તો “મેળવો” પર ટૅપ કરો.

    જો તમને કિંમત અથવા મેળવોના બદલે “ફરી ડાઉનલોડ કરો” બટન દેખાય તો તમે આ ગેમ અગાઉ ખરીદી લીધી છે. ફરી ફ્રીમાં ડાઉનલોડ કરવા માટે “ફરી ડાઉનલોડ કરો” બટન પર ટૅપ કરો.

  3. જો જરૂરી હોય તો તમારી ખરીદી પૂર્ણ કરવા માટે Face ID, Touch ID અથવા તમારા પાસકોડનો ઉપયોગ કરીને પ્રમાણિત કરો.

    તમારા Apple અકાઉંટ સાથે સંબંધિત ચુકવણીની પદ્ધતિથી ખરીદીઓ કરવામાં આવે છે.

જો તમે ફેમિલી શેરિંગ ગ્રૂપનો ભાગ છો તો બાળકને ગેમ ડાઉનલોડ અથવા ખરીદતા પહેલાં પરવાનગીની વિનંતી કરવાની જરૂર પડી શકે છે. પરિવારના સભ્ય માટે ગેમ ડાઉનલોડ મૅનેજ કરવા માટે ખરીદવા માટે પૂછો કેવી રીતે ચાલુ કરવું અને ઍપ અપવાદ વિનંતીનો જવાબ કેવી રીતે આપવો તે વિષે જાણો.

ગેમ રમવા માટે

  1. તમારા iPhoneમાં Apple Games ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ડાઉનલોડ કરેલી ગેમ રમવા માટે : લાઇબ્રેરી પર ટૅપ કરીને પછી તમે જે ગેમ રમવા માંગો છો તેની બાજુમાં પ્લે પર ટૅપ કરો.

    • ગેમ ચાલુ રાખવા માટે : હોમ ઍપ પર ટૅપ કરીને પછી રમવાનું ચાલુ રાખો વિભાગમાં ગેમ પર ટૅપ કરો.

ગેમ ક્વિટ કરવા માટે

ગેમ ક્વિટ કરવા માટે ઍપ સ્વિચર ખોલો, ગેમ શોધવા માટે જમણે સ્વાઇપ કરીને પછી ગેમ પર ઉપર સ્વાઇપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.