આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર મેસેજમાં સર્ચ કરો

તમે તમારાં પરિણામોને વધુ ફિલ્ટર કરવા માટે વિવિધ માપદંડનો ઉપયોગ કરીને ટેક્સ્ટ મેસેજ અને અટૅચમેંટને સર્ચ કરી શકો છો.

મેસેજ ઍપમાં સર્ચ ફીલ્ડ સ્ક્રીનમાં નીચે દેખાય છે. સર્ચ ફીલ્ડમાં વ્યક્તિનું નામ સામેલ છે અને સર્ચ સાથે મૅચ થતા ઘણા વિકલ્પો તેની ઉપર દેખાય છે.
  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપ સૂચીની નીચેના સર્ચ ફીલ્ડ પર ટૅપ કરો.

  3. તમે જે શોધી રહ્યા છો તે (જેમ કે શબ્દ અથવા શબ્દસમૂહ) એંટર કરો.

    મેસેજ ઍપમાં સર્ચ પરિણામો. સર્ચ ફીલ્ડમાં એક વ્યક્તિના મેસેજના સર્ચ સીમિત કરતા ટૅગનો સમાવેશ થાય છે.
  4. તમારા સર્ચ ફિલ્ટર કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા સર્ચને એક વ્યક્તિ અથવા વાર્તાલાપ સુધી સીમિત કરવા માટે : વ્યક્તિનું નામ ટાઇપ કરીને શરૂ કરો, “આ સાથેનો મેસેજ” અથવા “આમાં રહેલો મેસેજ” પર ટૅપ કરો પછી જે દેખાય તે અન્ય માપદંડ પર ટૅપ કરો અથવા તમે તમારા વાર્તાલાપમાં શોધવા માંગતા હો તે કોઈ પણ ટેક્સ્ટ ઉમેરો.

    • તમારા સર્ચને શેર કરેલી આઇટમના પ્રકાર સુધી સીમિત કરો : તમારું સર્ચ, સર્ચ શબ્દથી શરૂ કરો—જેમ કે ફોટો, લિંક, વૉલેટ (પાસ માટે). જ્યારે સ્ક્રીનની ટોચની નજીક ફિલ્ટર દેખાય ત્યારે સર્ચને ફિલ્ટર કરવા માટે તેને ઉમેરવા માટે તેના પર ટૅપ કરો.

    • સર્ચ માપદંડને જોડો : બીજો સર્ચ શબ્દ અથવા ફિલ્ટર ઉમેરો.

  5. “સર્ચ કરો” બટન પર ટૅપ કરો અને પછી મેસેજ વાંચવા માટે પરિણામ સૂચીમાં તેના પર ટૅપ કરો.

સર્ચ ફીલ્ડ વાર્તાલાપ, ફોટો, લોકેશન, લિંક વગેરે સૂચનો પણ ખોલે છે. વાર્તાલાપમાં ઝડપથી જવા માટે કોઈ પણ સૂચન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.