આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં સ્ક્રીન ટાઇમમાં સંવેદનશીલ ઇમેજ અને વીડિયોને તપાસો

તમારો iPhone ઇમેજ અને વીડિયોને મોકલતા અથવા પ્રાપ્ત કરતા પહેલાં તેમાં નગ્નતા ડિટેક્ટ કરી શકે છે. આ ફીચર મેસેજ, AirDrop, સંપર્ક પોસ્ટર, FaceTime, ફોટો પિકર અને ફોટોમાં શેર કરેલા ઍલ્બમમાં ઉપલબ્ધ છે. નગ્ન ફોટો અથવા વીડિયોને કેટલીક તૃતીય પક્ષ ઍપ્સમાં શેર કરવા માટે સિલેક્ટ કરવામાં આવે ત્યારે પણ ડિટૅક્ટ થઈ શકે છે.

જો નગ્નતા ધરાવતા ફોટો અથવા વીડિયો મોકલવાનો પ્રયાસ મળી આવે તો સંચાર સુરક્ષા ચેતવણી આપે છે, સુરક્ષિત રહેવાના વિકલ્પ આપે છે અને ઉપયોગી રિસોર્સ પ્રદાન કરે છે. ડિવાઇસમાં ફોટો અને વીડિયોનું વિશ્લેષણ કરવામાં આવે છે. Appleને નગ્નતા ડિટૅક્ટ થયા હોવાના કોઈ સંકેત પ્રાપ્ત થતા નથી અને ફોટો અથવા વીડિયોનો ઍક્સેસ મળતો નથી.

18 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે આ ફીચર સેટ અપ કરવા વિષે વધુ જાણવા માટે બાળકના iPhoneમાં સંચારમાં સંવેદનશીલ ઇમેજ અને વીડિયો તપાસવાનું ચાલુ અથવા બંધ કરો અને તમારા બાળકના Apple ડિવાઇસમાં સંચાર સુરક્ષા વિષે જુઓ.

નોટ : 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ડિફૉલ્ટ રૂપે સંચાર સુરક્ષા ચાલુ કરવામાં આવે છે (દેશ અથવા વિસ્તાર પ્રમાણે ઉંમર બદલાય છે).

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો, સંચાર સુરક્ષા પર ટૅપ કરો પછી સંચાર સુરક્ષા ચાલુ અથવા બંધ કરો.

    સંચાર સુરક્ષા ચાલુ હોય ત્યારે iPhone નગ્ન ઇમેજ અથવા વીડિયોને જોવામાં આવે તે પહેલાં તેને ડિટૅક્ટ કરે છે અને ચેતવણી ડિસ્પ્લે કરે છે.

    સંવેદનશીલ કૉન્ટેંટ ચેતવણીની સ્ક્રીન, ઇમેજમાં સંભવિત નગ્નતાની ચેતવણી. સ્ક્રીનમાં નીચે ત્રણ બટન છે જે “શું તમે ખરેખર જોવા માંગો છો?” પ્રશ્નનો જવાબ આપે છે. રદ કરો, મદદ મેળવવાની રીત જુઓ અને મને ખાતરી છે બટન.

    નોટ : તમે સંચાર સુરક્ષા ચાલુ કરો છો ત્યારે તે સેટિંગ્સ  > પ્રાઇવસિ અને સુરક્ષામાં સંવેદનશીલ કૉન્ટેંટ ચેતવણીને ચાલુ કરે છે. તમે સેટિંગ્સ  > પ્રાઇવસિ અને સુરક્ષામાં પણ અલગથી સંવેદનશીલ કૉન્ટેંટ ચેતવણીને ચાલુ કરી શકો છો. જુઓ : સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો.

તમે ઍનાલિટિક્સ અને વપરાશ ડેટા શેર કરીને Appleને સંચાર સુરક્ષા બહેતર બનાવવામાં મદદ કરી શકો છો. Apple સાથે કોઈ મેસેજ અથવા મીડિયા શેર કરવામાં આવતા નથી. આને ચાલુ કરવા માટે સેટિંગ્સ > સ્ક્રીન ટાઈમ > સંચાર સુરક્ષા > “સંચાર સુરક્ષા બહેતર બનાવો” પર જાઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.