આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં આરોગ્ય ઍપમાં શ્રવણશક્તિનાં આરોગ્ય ફીચરનો ઉપયોગ કરો

તમે તમારી શ્રવણશક્તિની ક્ષમતાની જાણકારી આપવા માટે તમારા AirPods Pro 2 સાથે શ્રવણશક્તિ ટેસ્ટ કરાવી શકો છો. શ્રવણશક્તિ ટેસ્ટનાં પરિણામો (ઑડિઓગ્રામ) પ્યોર-ટોન ઑડિઓમેટ્રી ટેસ્ટનાં પરિણામને દર્શાવે છે—તેઓ બતાવે છે કે અવાજ સાંભળવા માટે તમને કેટલા મોટા અવાજની જરૂર છે.

તમને જે ડેસિબલ લેવલની જરૂર છે અને સામાન્ય લેવલ વચ્ચેનો તફાવત તમારા શ્રવણશક્તિના ઘટાડાના લેવલને સૂચવે છે. જો કોઈ તફાવત ન હોય તો તમારી શ્રવણશક્તિ સામાન્ય છે. જો થોડો અથવા ઘણો તફાવત હોય તો તમારી શ્રવણશક્તિ નબળી પડી છે.

નોટ : શ્રવણશક્તિનો ટેસ્ટ 18 અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે ઉપલબ્ધ છે. તમામ દેશો અથવા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી.

શ્રવણશક્તિનો ટેસ્ટ કરો

  1. તમારા iPhoneમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. “સર્ચ કરો” બટન પર ટૅપ કરો પછી શ્રવણશક્તિ પર ટૅપ કરો.

  3. “આરોગ્ય ઍપમાંથી વધુ મેળવો” સુધી નીચે સ્ક્રોલ કરો પછી “શ્રવણશક્તિનો ટેસ્ટ કરો” પર ટૅપ કરો.

  4. શરૂ કરો પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

તમે આરોગ્ય ઍપમાં શ્રવણશક્તિ ટેસ્ટનાં પરિણામોને રિવ્યૂ કરી શકો છો. તમે તમારા હિયરિંગ હેલ્થકેર પ્રોફેશનલ સાથે શેર કરવા માટે તમારા ઑડિયોગ્રામનું PDF વર્ઝન પણ એક્સપોર્ટ કરી શકો છો.

વધુ માહિતી માટે AirPods યૂઝર ગાઇડમાં જુઓ : AirPods Pro 2 સાથે શ્રવણશક્તિ આરોગ્ય ફીચરનો ઉપયોગ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.