આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Siriને તમારો પરિચય આપો

તમે વધુ પર્સનલાઇઝ અનુભવ માટે તમારા ઘર અને કાર્યસ્થળના અડ્રેસ અને તમારા સંબંધો જેવી બાબતો સહિતની માહિતી Siriને પ્રદાન કરી શકો છો જેથી તમે “Give me driving directions home” અને “FaceTime Mom” જેવું કંઈક કહી શકો.

Siriને તમારો પરિચય આપો

  1. તમારા iPhoneમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. ઉપર “મારું કાર્ડ” પર ટૅપ કરો અને પછી “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  3. તમારા સંપર્કની માહિતી એંટર કરો.

  4. સેટિંગ્સ ઍપ પર જાઓ.

  5. Siri (અથવા Apple Intelligence અને Siri) પર ટૅપ કરીને મારી માહિતી પર ટૅપ કરો પછી તમારા નામ પર ટૅપ કરો.

તમારું નામ કેવી રીતે બોલવું તે Siriને જણાવો

  1. તમારા iPhoneમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. ઉપર “મારું કાર્ડ” પર ટૅપ કરો અને પછી “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  3. નીચે સ્ક્રોલ કરો, પછી “ફીલ્ડ ઉમેરો” પર ટૅપ કરો.

  4. નામનું ઉચ્ચારણ ફીલ્ડ સિલેક્ટ કરો પછી તમારું નામ કેવી રીતે બોલવું તે ટાઇપ કરો.

તમે સંપર્કમાં અન્ય સંપર્ક કાર્ડ માટે ઉચ્ચારણ પણ ઉમેરી શકો છો. જુઓ : સંપર્કો સંપાદિત કરો.

સંબંધ વિષે Siriને જણાવો

આવું કંઈક કહો “Sarah Milos is my sister” અથવા “Hey Siri, Ashley Kamin is my mom.”

તમારા તમામ Apple ડિવાઇસ પર Siri પર્સનલાઇઝેશન મૅનેજ કરો

જો તમે iCloudનો ઉપયોગ કરો છો અને સમાન Apple અકાઉંટમાં સાઇન ઇન કરો છો તો તમારા Apple ડિવાઇસમાં ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને Siri સેટિંગ્સને અપ-ટૂ-ડેટ રાખવામાં આવે છે.

જો તમે નથી ઇચ્છતા કે Siri પર્સનલાઇઝેશન iPhone અને તમારા અન્ય ડિવાઇસ પર અપ-ટૂ-ડેટ રહે તો તમે iCloud સેટિંગ્સમાં Siriને બંધ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. તમારા નામ પર ટૅપ કરો પછી iCloud પર ટૅપ કરો.

  3. “તમામ જુઓ” પર ટૅપ કરો પછી Siriને બંધ કરો.

નોટ : જો તમારી લોકેશન સેવાઓ ચાલુ હોય તો Siriને તમારી વિનંતીઓ પર તેમના પ્રતિસાદની ચોકસાઈમાં સુધારો કરવામાં મદદ મળે તે માટે તમે જ્યારે વિનંતી કરો ત્યારે તમારા ડિવાઇસનું લોકેશન પણ Appleને મોકલવામાં આવે છે. સુસંગત પ્રતિભાવો પ્રદાન કરવા માટે Apple ભૌગોલિક વિસ્તાર સાથે મૅચ કરીને તમારા નજીકના લોકેશનની માહિતી મેળવવા માટે તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસનો ઉપયોગ કરી શકે છે. જુઓ : તમે શેર કરો છો તે લોકેશનની માહિતી કંટ્રોલ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.