iPhoneમાં Apple Games ઍપમાં તમારી Game Center પ્રોફાઇલ સેટ અપ કરો

Game Center એ Appleની સોશિયલ ગેમિંગ સર્વિસ છે જેનાથી તમે મિત્રો સાથે કનેક્ટ થઈ શકો છો, સ્કોર અને ઉપલબ્ધિઓ ટ્રૅક કરી શકો છો અને સરખાવી શકો છો, ચૅલેંજમાં અન્ય પ્લેયર સાથે સ્પર્ધા કરી શકો છો અને મલ્ટિપ્લેયર ગેમમાં મિત્રોને આમંત્રિત કરી શકો છો. Apple Games ઍપમાં તમે તમારી Game Center પ્રોફાઇલને પર્સનલાઇઝ કરવી, તમારી સાથે કોણ કનેક્ટ થઈ શકે છે તે મૅનેજ કરવું વગેરે કરી શકો છો.

નોટ : Apple Games ઍપનો ઉપયોગ કરવા માટે ખાતરી કરો કે તમે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું છે.

તમારી Game Center પ્રોફાઇલ સેટ અપ કરો

  1. તમારા iPhoneમાં Apple Games ઍપ પર જાઓ.

  2. “ચાલુ રાખો” પર ટૅપ કરો પછી “ચાલુ રાખો” પર ફરી ટૅપ કરો.

  3. તમારી પ્લેયર પ્રોફાઇલને કસ્ટમાઇઝ કરવા માટે નીચે પ્રમાણે કરો :

    • તમારો અવતાર પસંદ કરો : “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો પછી અવતાર સિલેક્ટ કરો.

    • ઉપનામ બનાવવા માટે : જ્યારે તમે તમારા મિત્રો સાથે ગેમ રમશો ત્યારે તેમને જે ઉપનામ દેખાશે તે ઉપનામ પસંદ કરવા માટે ઉપનામ પર ટૅપ કરો પછી નામ એંટર કરો અથવા સૂચનોમાંથી કોઈ એક પસંદ કરો.

    • તમારી ગેમ ઍક્ટિવિટી કોણ જોઈ શકે છે તે પસંદ કરો : વિકલ્પ પર ટૅપ કરો.

  4. “ચાલુ રાખો” ટૅપ કરો.

તમે સેટિંગ્સ ઍપ પર જઈને પછી Game Center પર ટૅપ કરીને તમારી Game Center પ્રોફાઇલ સેટ અપ પણ કરી શકો છો. Game Center ચાલુ કરો પછી તમારી પ્લેયર પ્રોફાઇલને કસ્ટમાઇઝ કરો.

તમારી Game Center પ્રોફાઇલ સંપાદિત કરવા માટે

  1. તમારા iPhoneમાં Apple Games ઍપ પર જાઓ.

  2. ઉપર જમણા ખૂણામાં તમારા અવતાર પર ટૅપ કરો પછી પ્રોફાઇલ સંપાદિત કરો પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારો અવતાર સંપાદિત કરવા માટે : “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો, અવતાર સિલેક્ટ કરો પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

    • તમારું ઉપનામ સંપાદિત કરવા માટે : તમારા વર્તમાન ઉપનામ પર ટૅપ કરો, નામ એંટર કરો અથવા સૂચનોમાંથી એક પસંદ કરો પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

  4. તમે સમાપ્ત કરી લો ત્યારે “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

તમે સેટિંગ્સ ઍપ પર જઈને Game Center પર ટૅપ કરીને પછી પ્રોફાઇલ કસ્ટમાઇઝ કરો પર ટૅપ કરીને પણ તમારી Game Center પ્રોફાઇલ સંપાદિત કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.