આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Dynamic Islandમાં લાઇવ ઍક્ટિવિટી જુઓ

સપોર્ટેડ મૉડલમાં તમે હોમ સ્ક્રીનની ટોચ પર અથવા સક્રિય ઍપની ટોચ પર Dynamic Islandમાં અલર્ટ અને ચાલુ વૉઇસ મેમો રેકૉર્ડિંગ, AirDrop કનેક્શન અને નકશામાંથી દિશા નિર્દેશનો જેવી લાઇવ ઍક્ટિવિટી તપાસી શકો છો. જ્યારે પણ તમારો iPhone અનલૉક કરવામાં આવે ત્યારે Dynamic Island સ્ક્રીનની ટોચ પર દેખાય છે.

iPhone 14 Pro હોમ સ્ક્રીનમાં સ્ક્રીનની ટોચ પર સ્થિત Dynamic Islandમાં લાઇવ વૉઇસ મેમો રેકોર્ડિંગ જોવા મળે છે.

તમે Dynamic Islandમાં નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

  • વધુ વિગતો જોવા માટે ઍક્ટિવિટી એક્સપૅન્ડ કરો : ઍક્ટિવિટીને ટચ કરો અને હોલ્ડ કરો અથવા મધ્યમાંથી જમણી કે ડાબી બાજુ સ્વાઇપ કરો.

  • Dynamic Islandને નાનો કરવા માટે ઍક્ટિવિટી કોલૅપ્સ કરો : જમણી અથવા ડાબી બાજુથી મધ્ય તરફ સ્વાઇપ કરો.

  • બે ઍક્ટિવિટી વચ્ચે સ્વિચ કરો : એક બાજુથી અથવા બીજી બાજુથી સ્વાઇપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.