આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPhone પર સૅટલાઇટ દ્વારા રોડસાઇડ સહાયતાની વિનંતી કરો

સપોર્ટેડ મૉડલમાં જ્યારે તમે મોબાઇલ સર્વિસ અને Wi-Fi કવરેજની બહાર હોવ ત્યારે તમે સૅટલાઇટ દ્વારા રોડસાઇડ સહાયતાની વિનંતી કરી શકો છો. સૅટલાઇટ દ્વારા રોડસાઇડ સહાયતા માટે સક્રિય SIM જરૂરી છે.

નોટ : સૅટલાઇટ દ્વારા રોડસાઇડ સહાયતા એ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. વધુ માહિતી માટે તમારા iPhone પર સૅટલાઇટ દ્વારા રોડસાઇડ સહાયતાની વિનંતી કરો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

તમારા iPhone પર સૅટલાઇટ દ્વારા રોડસાઇડ સહાયતાની વિનંતી કરો

  1. તમારા iPhone પર મેસેજ ઍપ ખોલો.

  2. સ્ક્રીનમાં ઉપર “કંપોઝ” બટન પર ટૅપ કરો અને પછી અડ્રેસ ફીલ્ડમાં “રોડસાઇડ” ટાઇપ કરો.

    “રોડસાઇડ”ને નવો મેસેજ મોકલવામાં આવ્યો છે. તેની નીચે સૅટલાઇટ દ્વારા રોડસાઇડ સહાયતા માટેની લિંક છે.
  3. રોડસાઇડ સહાયતા પર ટૅપ કરો અને ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

મહત્ત્વપૂર્ણ : સૅટલાઇટ સાથે કનેક્ટ થવામાં તમને મદદ મળે તે માટે ખાતરી કરો કે તમારો ફોન સ્વાભાવિક રીતે તમારા હાથમાં હોય—તમારે તમારો હાથ ઊંચો કરવાની અથવા તમારા ફોનને ઊંચો રાખવાની જરૂર નથી પરંતુ ખાતરી કરો કે તમારો ફોન આકાશ તરફ નિર્દેશ કરેલો છે. જો તમે ઘનઘોર વૃક્ષની નીચે અથવા અન્ય અવરોધોથી ઘેરાયેલા હોવ તો તમે કદાચ સૅટલાઇટ સાથે કનેક્ટ થઈ શકશો નહિ.

તમે કનેક્ટ થાવ પછી તમને તમારી કારનું મૉડલ અને તમારી સમસ્યા જેવી મહત્ત્વપૂર્ણ માહિતી પૂછવામાં આવશે.

તમે પ્રશ્નોના જવાબ આપ્યા પછી તમને સૅટલાઇટ સાથે કનેક્ટ થવા માટે અને રોડસાઇડ સહાયતા પ્રદાતાને સીધો મેસેજ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. તેઓ તમને યોગ્ય પ્રકારની મદદ મોકલી રહ્યાં છે તેની ખાતરી કરવા માટે તેઓ ફૉલો-અપ પ્રશ્નો પૂછી શકે છે. કોઈ આવે ત્યાં સુધી અંદાજિત સમય અને સેવા સાથે સંકળાયેલી કોઈ પણ ફી વિષેના કોઈ પણ પ્રશ્નો સાથે તમે તેમની સાથે ફૉલો-અપ લઇ શકો છો.

સૅટલાઇટ સ્ક્રીન દ્વારા રોડસાઇડ સહાયતા. “સહાયતા માટે વિનંતી કરો” બટન સ્ક્રીનમાં નીચે છે.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.