આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર Spotlight દ્વારા સર્ચ કરો

iPhone પર તમે ઍપ અને સંપર્ક, Mail અને મેસેજ જેવી ઍપમાં રહેલું કૉન્ટેંટ અને લાઇવ ટેક્સ્ટનો ઉપયોગ કરીને તમારા ફોટોમાં રહેલી ટેક્સ્ટ પણ સર્ચ કરી શકો છો. તમે સ્ટૉક અને ચલણની માહિતી ચકાસી શકો છો અને તમારી ફોટો લાઇબ્રેરીમાં તમારી સિસ્ટમમાં અને વેબ પર વેબપેજ, ઍપ અને ઇમેજને શોધી અને ખોલી શકો છો.

જ્યારે તમે કોઈ ઍપ માટે સર્ચ કરો છો ત્યારે તમારી સૌથી વધુ સંભવિત આગામી ઍક્શન માટે ઍપ શૉર્ટકટ ટોપ હિટમાં દેખાય છે. (ઉદાહરણ તરીકે જ્યારે તમે ફોટો સર્ચ કરો છો ત્યારે મનપસંદ ઍલ્બમ માટે શૉર્ટકટ દેખાય છે.)

સેટિંગ્સ > સર્ચમાં તમે પસંદ કરી શકો છો કે તમે સર્ચ પરિણામમાં કઈ ઍપ્સ સામેલ કરવા માંગો છો. સર્ચ તમારા ઍપના વપરાશના આધારે સૂચનો આપે છે અને જેમ તમે ટાઇપ કરો તેમ પરિણામ અપડેટ કરે છે.

સર્ચમાં કઈ ઍપ્સને સામેલ કરવી છે તે પસંદ કરો

  1. સેટિંગ્સ  > સર્ચ પર જાઓ.

  2. નીચે સ્ક્રોલ કરો, ઍપ પર ટૅપ કરો અને પછી “સર્ચમાં ઍપ બતાવો” ચાલુ અથવા બંધ કરો.

iPhoneથી સર્ચ કરો

  1. હોમ સ્ક્રીનમાં નીચે “સર્ચ કરો” બટન પર ટૅપ કરો ( Face ID સાથેનાં મૉડલ પર) અથવા હોમ સ્ક્રીન અથવા લૉક સ્ક્રીન પર નીચે સ્વાઇપ કરો.

  2. તમે જે શોધી રહ્યાં છો તે ટેક્સ્ટ સર્ચ ફીલ્ડમાં એંટર કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારું સર્ચ શરૂ કરવા માટે : “સર્ચ કરો” બટન પર ટૅપ કરો.

    • સૂચવેલી ઍપ અથવા વેબસાઇટ ખોલવા માટે : ઍપ અથવા વેબસાઇટ પર ટૅપ કરો.

    • ઝડપી ઍક્શન લો : ટાઇમર શરૂ કરો, ફોકસ ચાલુ કરો, Shazam દ્વારા ગીતનું નામ શોધો, કોઈ પણ શૉર્ટકટ રન કરો વગેરે. ઍપ માટે ઉપલબ્ધ શૉર્ટકટ જોવા માટે ઍપનું નામ સર્ચ કરો અથવા શૉર્ટકટ ઍપનો ઉપયોગ કરીને તમારી પોતાની ઍપ બનાવો.

    • સૂચવેલી વેબસાઇટ તપાસો : તેને ટૅપ કરો.

    • સર્ચ સૂચન વિશે વધુ માહિતી મેળવો : તેને ટૅપ કરો અને પછી તેને ખોલવા માટે એક પરિણામ પર ટૅપ કરો.

    • નવું સર્ચ શરૂ કરો : સર્ચ ફીલ્ડમાં “ટેક્સ્ટ ક્લિઅર કરો” બટન પર ટૅપ કરો.

લોકેશન-આધારિત સૂચનો બંધ કરો

  1. સેટિંગ્સ  > પ્રાઇવસિ & સુરક્ષા > લોકેશન સેવાઓ પર જાઓ.

  2. સિસ્ટમ સર્વિસ પર ટૅપ કરો અને પછી સૂચનો & સર્ચ બંધ કરો.

ઍપ્સમાં સર્ચ કરો

ઘણી ઍપ્સમાં સર્ચ ફીલ્ડ અથવા સર્ચ બટન સામેલ હોય છે જેથી તમે ઍપની અંદર કંઇક શોધી શકો. ઉદાહરણ તરીકે નકશો ઍપમાં તમે ચોક્કસ લોકેશન શોધી શકો છો.

  1. ઍપમાં સર્ચ ફીલ્ડ અથવા “સર્ચ કરો” બટન ટૅપ કરો.

    જો તમને સર્ચ ફીલ્ડ કે બટન દેખાતું ન હોય તો ઉપરથી નીચે સ્વાઇપ કરો.

  2. તમારા સર્ચ માટેનો શબ્દ ટાઇપ કરો અને પછી “સર્ચ” પર ટૅપ કરો.

શબ્દકોશ ઉમેરો

iPhone પર તમે શબ્દકોશ ઉમેરી શકો છો જેનો ઉપયોગ સર્ચમાં કરી શકાય છે.

  1. સેટિંગ્સ  > સામાન્ય > શબ્દકોશ પર જાઓ.

  2. શબ્દકોશ સિલેક્ટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.