iPhoneમાં ચાર્જ લિમિટ સેટ કરો

iPhone 15 અથવા પછીના મૉડલમાં તમે બૅટરીના ઘસારાને ઘટાડવામાં મદદ માટે મહત્તમ બૅટરી લેવલ સેટ કરી શકો છો—જેમ કે 80%, ખાસ કરીને જો તમે તમારો iPhone વારંવાર ચાર્જ કરતા હોવ અથવા લાંબા સમય સુધી ચાર્જમાં લગાવી રાખતા હોવ. તમારી ચાર્જિંગ પૅટર્નના આધારે iPhone ચાર્જ લિમિટની ભલામણ પણ કરી શકે છે.

જ્યારે ચાર્જ લિમિટ ચાલુ હોય ત્યારે iPhone તમારી સિલેક્ટ કરેલી ટકાવારી સુધી પહોંચે ત્યારે ચાર્જ કરવાનું બંધ કરે છે.

iPhone બૅટરી સેટિંગ્સમાં ચાર્જિંગ માહિતી કાર્ડ. કાર્ડ “90% લિમિટ સુધી ચાર્જ કરેલ” મેસેજ સાથે 90% બૅટરી બતાવે છે. બટન “100% સુધી ચાર્જ કરો”નો વિકલ્પ આપે છે.

શું અપેક્ષિત છે

  • બૅટરી ટકાવારી ડિસ્પ્લે સચોટ રાખવા માટે, તમારો iPhone ઓછી લિમિટ સેટ હોવા છતાં પણ ક્યારેક 100% સુધી ચાર્જ થઈ જશે. જો તમારો iPhone નિયમિત રીતે સંપૂર્ણ ચાર્જ પૂર્ણ કરવામાં સક્ષમ ન હોય તો આવું વધુ વખત થઈ શકે છે.

ચાર્જ લિમિટ સેટ કરવા માટે

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરીને પછી ચાર્જિંગ પર ટૅપ કરો.

  3. તમારા માટે શ્રેષ્ઠ કામ કરે તે ચાર્જની ટકાવારી પસંદ કરો. તમે કોઈ પણ સમયે લિમિટ બદલી અથવા કાઢી નાખી શકો છો.

ચાર્જ લિમિટ બદલવા માટે

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરીને પછી ચાર્જિંગ પર ટૅપ કરો.

  3. તમારા માટે શ્રેષ્ઠ કામ કરે તેવી ચાર્જની ટકાવારી પસંદ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ચાર્જ લિમિટને થોડા સમય માટે ઓવરરાઇડ કરવા માટે : “આવતીકાલ સુધી અનુમતિ આપો” પર ટૅપ કરો. સવારે 6:00 વાગ્યે ચાર્જ લિમિટ તમારી સેટ કરેલી ટકાવારી પર પાછી આવી જશે.

    • નવી ચાર્જ લિમિટ સેટ કરવા માટે : “લિમિટ 100% પર સેટ કરો” પર ટૅપ કરો. જ્યાં સુધી તમે તેને ફરીથી બદલશો નહિ ત્યાં સુધી ચાર્જ લિમિટ 100% પર રહેશે.

જો તમારે તમારા ચાર્જ લિમિટને થોડા સમય માટે ઓવરરાઇડ કરવાની અને તમારા iPhoneને શેડ્યૂલ કરેલ કરતાં વહેલાં ફૂલ ચાર્જ કરવાની જરૂર હોય તો સેટિંગ્સ ઍપ પર જઈને બૅટરી પર ટૅપ કરીને પછી 100% સુધી ચાર્જ કરો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.